(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.15: નાનાપોંઢા ખાતે આદિવાસી સમાજના મહાન નાયક ભગવાન બિરસા મુંડાની 149મી જન્મજયંતી ‘‘આદિવાસી ગૌરવ દિન” તરીકે ભવ્ય રીતે ઉજવવામાં આવી હતી. આ પ્રસંગે બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો, ગ્રામજનો, તેમજ આદિવાસી સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિતરહ્યા.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાનાપોંઢા સ્થિત બિરસા મુંડા સર્કલ ખાતે આદિવાસી સમુદાયના આગેવાનો અને ભાઈઓ-બહેનો એકત્ર થયા હતા. તેમણે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના બહાદુરી અને બલિદાનની યાદ કરી. આ પ્રસંગે જીતુભાઈ ચૌધરી, ગુલાબભાઈ રાઉત, મુકેશભાઈ પટેલ, રમેશભાઈ ગાંવીત, ડૉ.દિનેશભાઈ ખાંડવી, ડૉ.દિવ્યેશભાઈ ચૌધરી, કેતનભાઈ પટેલ, મંગુભાઈ ગાંવીત, વિપુલભાઈ ભોયા અને નાશીરભાઈ પઠાણ સહીત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા.
બિરસા મુંડાને આદિવાસી સમાજના મહાન નાયક તરીકે ગૌરવપૂર્વક યાદ કરવામાં આવે છે. બિરસા મુંડાએ તત્કાલીન બ્રિટિશ શાસન સામે આદિવાસીઓના હિતોની રક્ષા માટે સક્ષમ રીતે લડત આપી હતી.
ભારત સરકાર દ્વારા 15 નવેમ્બરનો દિવસ ‘‘આદિવાસી ગૌરવ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે, જે બિરસા મુંડાના આદર્શોને ઉજાગર કરે છે. આ દિવસને સમગ્ર ભારતના આદિવાસીઓ માટે એક ગૌરવ અને ગર્વનો દિવસ માનવામાં આવે છે. બિરસા મુંડાની સંઘર્ષમય કથા દરેક આદિવાસી માટે પ્રેરણાનુંસ્ત્રોત બની છે.
આ પ્રસંગે સાંજે આદિવાસી સંસ્કળતિને ઉજાગર કરવા માટે ભવ્ય સાંસ્કળતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આદિવાસી સમાજનાનૃત્ય, ગીતો અને વિવિધ સંસ્કળતિક કળાઓનું પ્રદર્શન કરવામાં આવશે. આ કાર્યક્રમ આદિવાસી સમાજના ગૌરવ અને સંસ્કળતિને સમર્પિત રહેશે.
બિરસા મુંડા, જેનો જન્મ 15 નવેમ્બર 1875ના રોજ થયો હતો, આદિવાસી સમાજના એક મહત્વના ક્રાંતિવીર માનવામાં આવે છે. તેમણે જુલમ, શોષણ અને તત્કાલીન બ્રિટિશ શાસન સામે આદિવાસીઓના અધિકારો માટે લડત આપી. તેમના સમર્પણ અને બહાદુરીને આજે પણ ગૌરવપૂર્વક યાદ કરવામાં આવે છે. બિરસા મુંડાએ આદિવાસીઓ માટે એકતા અને સામાજિક ન્યાયના મંતવ્યને આગળ વધાર્યું, જેના પરિણામસ્વરૂપ આજે તેમને આદિવાસી સમાજના મહાન નાયક તરીકે પૂજવામાં આવે છે.
આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી આદિવાસી સમાજ માટે એક મહત્વપૂર્ણ દિવસ છે, જેમાં તેઓ તેમના મહાન નાયક બિરસા મુંડાને સ્મરણ કરે છે અને તેમના આદર્શોને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ થાય છે. આ પ્રસંગે બિરસા મુંડાની વારસતને ઉજવવામાં આવેલ આદિવાસી સમાજના ઉત્સાહ અને ગર્વનું દર્શન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમો આદિવાસી સમાજને તેમના સંસ્કળતિક વારસાને જાળવી રાખવા અને ગૌરવપૂર્વક આગળ વધવા માટે પ્રેરિત કરે છે.