September 6, 2026
Vartman Pravah
Breaking Newsવાપી

વાપી લવાછામાં પરણિતાને ત્રણ વર્ષ ભોગવી પ્રેમી યુવકે લગ્નની ના પાડતા પોલીસ ફરિયાદ નોંધાઈ

સેલવાસ કંપનીમાં નોકરી કરતા કપિલ રમેશ ભુરાએ એક પુેત્રીની માતાને પ્રેમજાળમાં ફસાવી હતી
(વર્તમાન પ્રવાહ, ન્‍યુઝ નેટવર્ક) વાપી બ્‍યુરો, તા.20
વાપી નજીક આવેલ લવાછા ગામે 30 વર્ષીય પરણિતા પરિવાર સાથે રહી ગુજરાન ચલાવતી હતી. એક પુત્રીની માતા એવી પરણિતાને સેલવાસ નોકરી કરતા યુવક સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બે-ત્રણ વર્ષ પ્રેમી યુવકે પરણિતાને ભોગવી હતી. પરણિતાએ લગ્ન કરી લેવાનું કહેતા પ્રેમી બેવફાઈ કરી દેતા પરણિતાએ ડુંગરા પોલીસમાં પ્રેમી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
લવાછામાં રહેતી 30 વર્ષીય એક પુત્રીની માતાને સેલવાસની એક કંપનીમાં નોકરી કરતો કપિલ રમેશભાઈ ભૂરા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. કપિલ પરણિતા સાથે વાપી સહિત આસપાસ અનેક વખત શરીર સંબંધ રાખી ભોગવતો રહેતો. કપિલે પરણિતાને કહેલ કે તું છૂટાછેડા લઈ આપણે સાથે જીવન વિતાવીશું. સંબંધમાં આગળ વધી ગયેલી પરણિતા છૂટાછેડા લેવા પણ તૈયાર થઈ હતી. પરંતુ કપિલએ લગ્ન કરવાની ના પાડી દેતાપરણિતાએ કપિલ વિરૂદ્ધ વાપી ડુંગરા પોલીસ સ્‍ટેશનમાં દુષ્‍કર્મ કર્યાની ફરિયાદ નોંધાવી હતી.

Related posts

ધરમપુર તાલુકા પંચાયતની સામાન્‍યસભા યોજાઈ : વિવિધ પ્રશ્નોના નિરાકરણ અંગે રજૂઆત કરાઈ

vartmanpravah

પ્રદેશમાં આયુષ્‍માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના હેઠળ નવા રજીસ્‍ટ્રેશન અને રિન્‍યુઅલ પ્રક્રિયા શરૂ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના વિદ્યાર્થીઓ કલા મહોત્‍સવમાં ઝળક્‍યા

vartmanpravah

વલસાડ જિલ્લા ડિઝાસ્‍ટર વિભાગ દ્વારા હવામાન ચેતવણી એલ્‍પિકેશનનો ઉપયોગ કરવા નાગરિકોને અનુરોધ

vartmanpravah

ઉમરગામ તાલુકા કોંગ્રેસ સમિતિની મળેલી બેઠક 

vartmanpravah

વૈશાલી હત્‍યા કેસની મુખ્‍ય આરોપી બબીતાના વધુ ત્રણ દિવસના રિમાન્‍ડ મંજૂર કરતી પારડી કોર્ટ

vartmanpravah

Leave a Comment