April 29, 2024
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

રવિવારે દમણમાં 13, દાનહમાં 11 કોરોના પોઝિટીવ કેસ નોંધાયાઃ દીવમાં રાહતના સમાચાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
દમણમાં આજે કોરોનાના 13 પોઝિટિવ કેસ અને દાનહમાં ખાતે 11 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા સંઘપ્રદેશ પ્રશાસને પણ અગમચેતીના પગલાં રૂપે સતર્કતાના અનેક પગલાં પણ ભર્યા છે. જિલ્લામાં તંત્ર દ્વારા માસ્‍ક પહેરવા, સોશિયલ ડિસ્‍ટન્‍સીંગ જાળવવા અને વારંવાર સેનેટાઈઝનો ઉપયોગ કરી હાથ સ્‍વચ્‍છ રાખવા ઉપર પણ જોર આપવામાં આવી રહ્યું છે.
દમણ જિલ્લામાં આજરોજ 173 નમુનાઓ લેવામાં આવ્‍યા હતા. જેમાંથી કોરોના 13 કેસ પોઝિટિવ નોંધાયા છે. હાલમાં દમણમાં કુલ 99 જેટલા સક્રિય કેસો છે. અત્‍યાર સુધીમાં 3633 જેટલા રીકવર થયા છે. અત્‍યાર સુધીમાં દમણમાં 01 વ્‍યક્‍તિનું મૃત્‍યુ નોંધાયેલ છે. આજરોજ 14 વ્‍યક્‍તિને કોરોના સુવિધામાંથી રજા આપવામાં આવી હતી.
પ્રદેશમાં આજરોજ નવા 02કન્‍ટેઈનમેન્‍ટ ઝોન નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં (1) રમેશભાઈની ચાલ, ભીમપોર, દમણ, (ર) રમેશભાઈની ચાલ, કેવડી ફળિયા, દાભેલ, નાની દમણનો સમાવેશ થાય છે.
હાલમાં દમણમાં કુલ 18 કન્‍ટેઈન્‍ટેમન્‍ટ ઝોન જાહેર છે. જેમાં કચીગામ-0ર, દલવાડા-06, ભીમપોર-03, દુણેઠા-01 અને નાની દમણ નગર પાલિકા વિસ્‍તાર-03, દાભેલ-03 ઝોનનો સમાવેશ થાય છે.
દાનહમાં નવા 11 કોરોના પોઝિટીવ કેસો નોંધાયા છે. પ્રદેશમાં હાલમા 120 સક્રિય કેસ છે , અત્‍યાર સુધીમાં 6076 કેસ રીકવર થઈ ચૂકયા છે. ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ છે. પ્રદેશમા આરટીપીસીઆરના 381 નમૂનાઓ લેવામા આવ્‍યા હતા. જેમાંથી 11 વ્‍યક્‍તિનો કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્‍યા હતો અને રેપિડ એન્‍ટિજન 119 નમૂના લેવામા આવ્‍યા હતા. જેમાંથી એકપણ રિપોર્ટ પોઝિટીવ આવ્‍યો નથી. કુલ 11 રિપોર્ટ પોઝિટીવ આવ્‍યા છે.હાલમાં પ્રદેશમાં 11 કન્‍ટાઈમેન્‍ટ ઝોન નક્કી કરાયા છે.આજરોજ 28 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી-સીએચસી સેન્‍ટર પર અને સબ સેન્‍ટરમાં કોવીશીલ્‍ડ વેક્‍સીનનુ ટીકાકરણ કરવામા આવ્‍યુ઼ હતું. જેમા આજે 158લોકોને વેક્‍સીન આપવામા આવ્‍યા છે. પ્રદેશમાં પ્રથમ ડોઝ 439990 અને બીજો ડોઝ 310331 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યો છે.પ્રેકયુશન ડોઝ 1771 વ્‍યક્‍તિઓને આપવામા આવ્‍યા છે. કુલ 752092 લોકોને વેક્‍સીન આપવામા આવી છે.
આજરોજ દીવમાં એકપણ નવો કોરોના પોઝિટીવ કેસ નોંધાયો નથી. હાલમાં પ્રદેશમાં કુલ 11 કેસો સક્રિય છે. જ્‍યારે એક કેસ માઈગ્રેટેડ છે. અત્‍યાર સુધીમાં 1247 કેસો રીકવર થઈ ચૂક્‍યા છે.

Related posts

વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ચીખલીમાં બિરસા આર્મી દ્વારા વિશાળ રેલી યોજી વિવિધ માંગણીઓ અંગે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરાઈ

vartmanpravah

દાનહમાં ભારે પવન સાથે ખાબકેલા વરસાદથી વૃક્ષો જમીનદોસ્‍તઃ વીજળીના થાંભલા તૂટી પડતા વીજળી ગુલઃ સુરંગીમાં પોલીસ આઉટપોસ્‍ટ ધરાશાયી

vartmanpravah

વાપી નૂતન નગર વિસ્‍તારમાં રોડ ઉપર બમ્‍પર, સ્‍ટ્રીટ લાઈટ અને સફાઈ માટે સરદાર પટેલ યુવક મંડળની પાલિકામાં રજૂઆત

vartmanpravah

દમણમાં ચોરીનો આરોપ લગાવી કિશોરને થાંભલા સાથે બાંધી ઢોર માર મારવાના પ્રકરણમાં પોલીસે ત્રણની અટક કરી

vartmanpravah

ધરમપુરમાં મહિલા મંડળ બિલપુડી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મિલેટ મેળો યોજાયો

vartmanpravah

વલસાડમાં શિક્ષકો જુની પેન્‍શન યોજનાના અમલીકરણ માટે રસ્‍તા ઉપર ઉતર્યા

vartmanpravah

Leave a Comment