September 11, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

મંદિરોમાં ચોરી કરનારો ચોર ટુકવાડાથી ઝડપાયો

વિધર્મી હોવા છતાં ચોરી કરવા પહેલા મંદિરમાં પૂજા કરી કરતો હતો રેકી

છ મંદિર ચોરીની કબૂલાત, પારડી પોલીસે કોર્ટમાં રજૂ કરતાં મેળવ્‍યા એક દિવસના રિમાન્‍ડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.08: વલસાડ લોકલ ક્રાઈમ બ્રાન્‍ચની ટીમે ગત રોજ પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પારડી તાલુકાના ટુકવાડા નેશનલ હાઈવે નં.48 પરથી મંદિરમાં રાખેલા દાન પેટીની ચોરી કરતો નઈમ મોહમ્‍મદ મોહબ્‍બત અલી હાસમી ઉ.વ. 41 રહે. વાપી કોળીવાડ મૂળ યુપીને પકડી પાડ્‍યો હતો અને તેણે બે માસ અગાઉ વલસાડ જિલ્લામાં નાનાપોંઢા ખાતે હનુમાન મંદિરમાં જે બાદ ફરી પંદર દિવસ અગાઉ આજ મંદિરમાં ચોરી કરી હતી. આ સાથે તેણે વીસ દિવસ અગાઉ પારડીના સુખેશ ગામે શંકર ભગવાનના મંદિરે, સોંઢલવાડા ગામે શંકર ભગવાનના મંદિરે, તેમજ ચારેક દિવસ અગાઉ પારડીના ખૂંટેજ ગામે શંકર ભગવાનનું મંદિર, જલારામ બાપાનુંમંદિર, હનુમાન દાદાનું મંદિર મળી કુલ છ મંદિરોમાં રાત્રીએ ચોરી કરી હતી. જોકે ખૂંટેજ ગામે મંદિર ચોરી વખતે ચોર મંદિરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયો હતો જે સીસીટીવી અને અન્‍ય માહિતી આધારે પોલીસને ચોર ઝડપી પાડવામાં સફળતા મળી હતી. જો કે આ ચોરનો કબજો પારડી પોલીસને સોપવામાં આવતા પારડી પોલીસે તેને આજરોજ કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્‍ડ મેળવ્‍યા છે. આ સાથે આ ઈસમે હજી પણ કયાં કયાં મંદિરે ચોરી કરી તે વિશે પૂછપરછ હાથ ધરાઇ છે. ઝડપાયેલો નઈમ દિવસ દરમિયાન લોડીંગ અનલોડીંગનું મજૂરી કામ કરતો હતો અને રાત્રિ દરમિયાન ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલા મંદિરોની દાનપેટી તોડી ચોરી કરતો હોવાનું બહાર આવ્‍યું છે. ચોરી કરતા પહેલા આ ચોર મુસ્‍લિમ હોવા છતાં મંદિરમાં જઈ પૂજા કરી રેકી કરતો હતો.

Related posts

વાપી ગુંજન ચાર રસ્‍તા, ગીતાનગર સહિત અનેક વિસ્‍તારોમાં વરસાદી ખાડા તેમજ પાણી ભરાવાથી વણસેલી સ્‍થિતિ

vartmanpravah

દમણ જિ.પં.ની શિક્ષણ સમિતિની મળેલી પ્રથમબેઠકમાં શિક્ષણના સ્‍તરને સુધારવા થયેલું મનન-મંથન

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

‘આયુષ્‍યમાન ભવઃ’ અભિયાન અંતર્ગત સંઘપ્રદેશના નાણાં સચિવ અને દાનહ કલેક્‍ટર પ્રિયાંક કિશોરે દાનહના દૂધની, ખાનવેલ અને ખેરડી ગ્રા.પં.ની આંગણવાડીઓમાં કુપોષિત બાળકોની માતાઓને આપેલું માર્ગદર્શન

vartmanpravah

..અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ગાડીમાંથી ઉતરી નરોલી ચાર રસ્‍તાથી કનાડી ફાટકના રસ્‍તાનું એલાઈન્‍મેન્‍ટ સીધું કરાવ્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લાની તમામ ચેકપોસ્‍ટ ઉપર ચૂંટણી ઉપલક્ષમાં પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ કામગીરી

vartmanpravah

Leave a Comment