Vartman Pravah
Breaking Newsદેશ

પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહેકે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે : જે ધારા સનાતની વિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે

  • સુગમ હોય સમન્‍વય કરે અને સમર્પણ કરે એ સાધુ
  • કોની-કોની સાથે ન બેસવું? તેનો બાપુએ આપેલો ચિતાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) લક્ષદ્વીપ, તા.24
ત્રીજા દિવસની કથા પ્રારંભે રામચરિતમાનસમાં વિવિધ પંક્‍તિઓમાં સાગર શબ્‍દ બતાવતા બાપુએ જણાવ્‍યું કે પ્રારંભે જ નીલ સરોરૂહ શ્‍યામ, તરુન અરુન બારિજ નયન બસઉં મમ ઉરધામ, સદા છીરસાગર શયન
આ સોરઠામાં ક્ષીરસાગર શબ્‍દ પ્રયોજાયો છે. પંચદેવની પૂજા વિષયક પંક્‍તિઓમાં દૂધની પરિભાષા શું? દૂધ શું એ વિશે જણાવાયુ છે. નાની-મોટી વિચારધારાઓને આપણે ધર્મ નામ આપ્‍યું છે એ નહિ પણ પરમધર્મ, સનાતન ધર્મના મંથનની ક્રિયા થાય તો એમાંથી કયારેક વિષ-ઝેર પણ નીકળે છે. કયા રૂપમાં? પરમધર્મની છાયામાં રહીને, ફૂલીને, ફળીને, ફૂલી-ફાલીને કોઇ કહે કે અમે પરમધર્મથી પણ આગળ છીએ એ ઝેર છે. રામ,કળષ્‍ણ, શિવ, દુર્ગાથી પણ અમે મોટા છીએ!
નાની-મોટી વિચારધારાઓ પોતાનું લેબલ લગાડે ત્‍યાં સુધી વાંધો નથી , સનાતન ધર્મ સર્વસ્‍વિકારક છે, બધાનો આદર કરે છે પણ આ તો વિષ છે, ખૂબ નુકશાનકારક વિષ છે. કોઇ કહે કે મહાદેવ મહાન નથી,દૂધમાં ખટાશ પડી ગઇ. દૂધ ફાટીગયું. કોઇ કહે કે રામાયણમાં છે એ હનુમાન નહિ પણ અમે જેની સ્‍થાપના કરી એ જ હનુમાન છે! ત્‍યારે એ વિષ છે. ગોસ્‍વામી તુલસિદાસજીએ ખૂબ જ હનુમાનમંદિરોની સ્‍થાપના કરી. ગંગારામ નામના જ્‍યોતિષનો પ્રસંગ જ્‍યારે કાશીમાં આ કલિપાવનાવતાર-તુલસિએ સંકટમોચન હનુમાનની સ્‍થાપના કરી પછી કોઇનો પુત્ર જીવીત નીકળ્‍યો ને એ વખતે, આજથી 500 વરસ પહેલા દશહજાર રૂપિયા તુલસિજીને ગંગારામે આપ્‍યા, તુલસિજી તો શું કરે એ પૈસાનું? આથી તેઓએ અનેક હનુમાન મંદિરોની સ્‍થાપના કરી. સાગરમાં બે વખત મોજા આવે, જવાર-ભાટા-ભરતી-ઓટ વખતે પણ માનસરોવર કથામાં વિનમ્ર નિવેદન કરેલું કે માનસના તરંગો જાણે ઝૂંપડી સુધી તુલસીજીની ચોપાઇ રૂપે આવી રહ્યા છે. ગંગતરંગ પ્રવાહ બહત, ઔર કૂપ કે નીર પિયો ન પિયો; જબ હ્રીદે રઘુનાથ બસે ઔર કો નામ લિયો ન લિયો.
બાપુએ કહ્યું કે આ વિશેષકળપા છે જ્‍યારે બે વરસથી કથા કોઇને કોઇ રીતે ચાલુ છે અને આત્‍માની મોટી-મોટી વાતો કરનારાઓ ન જાણે કયા ડરથી બહાર નથી નિકળ્‍યા!
રામ, કળષ્‍ણ, મહાદેવ, ગાયત્રી, દુર્ગા આ બધા મહામંત્ર છે. રામાજ્ઞા પ્રશ્નાવલિમાં મુસાફરી કરતા પહેલા કે ફળકથન સંબંધિત વાતો સાથે આખું માનસ છે. જે ધારા સનાતનીવિચારધારા-પરમધરમને દબાવવા માંગે એ વિષ છે. સાધુ કોણ? મને ત્રણ લક્ષણો વિશેષરૂપે દેખાય છે, બધા માટે સુગમ છે એ સાધુ, સમન્‍વય કરે એ સાધુ અને સમર્પણ કરે એ સાધુ. ગૌમુખની ગંગા સાધુ પણ સુગમ નથી, કાશીની ગંગા સુગમ છે, સમન્‍વય છે પણ ગંગાસાગર સમર્પણ કરે છે, સુલભ પણ બને કોઇ, પોતાના સ્‍વાર્થ માટે ઝૂંપડે-ઝૂંપડે પણ જાય પણ સર્વસ્‍વિકારક ખરાં? કદાચ સમન્‍વય પણ કરે પણ સમર્પણ?
તલગાજરડાના હનુમાનની મૂર્તિ મારી વ્‍યક્‍તિગત નિષ્ઠા પણ એ જ હનુમાન એ કહેવું બરાબર નથી. તુલસિજીએ પરમકળપાને કાલિકા કેમ કહી? મોહને મારવો છે ત્‍યાં કાલિકા લખ્‍યું છે એ જ મોહને 700 શ્‍લોકની ગીતામાં સાવ અંતમાં નષ્ટોમોહા કહ્યું તુલસિજીએ એ પ્રારંભે જ કહી દીધું. વ્‍યાકરણમાં નહિ આચરણમાં રહો. શિવને કરુણાવતારને બદલે કેમ કઠોર બનાવ્‍યા એ વિશે સરસ સંવાદી વાત બાપુએ જણાવી અને કહ્યું કે સ્‍વભાવથી વિરુધ્‍ધ કામ કરવું પડ્‍યું એટલે વામદેવ પણ નામ પડ્‍યું. તાંડવને બદલે રસ લઇ શકાય એવું નળત્‍ય કરવા શિવ હનુમાન બને છે.
આપણે ઇચ્‍છીએ છતા ઇર્ષા,નિંદા, ક્‍લેશ નથી જતા, પરમને જોઇએ તો પણ નથી જતા, કેમ? પરમ આપણા પર નિગાહે-કરમ કરે તો આપણા પંચક્‍લેષ નિર્મૂળ થાય છે.બાપુએ કહ્યું કે એવી ઘણી વાતોજેમાં પ્રકળતિએ એનો ક્રમ-નિયમ બદલી નાખ્‍યો હોય એ અનુભવ્‍યું પણ કહેતો નથી. કારણ કે પરચા, ચમત્‍કારમાં ખપાવી દેવાશે, મને પરચા-ચમત્‍કારમાં રૂચિ નથી. આથી ઘણી વાતો નથી કહેતો.
આથી જ કહુ છુ સાધુની આંખ ઔષધિ છે સંત સાધુને ચંદ્ર, કામદુર્ગા ગાય અને અમળત કહીને તુલસિ આ ભવસાગરના રચયિતા બ્રહ્માને વંદન કરે છે. 15 સાગર શબ્‍દો મળે છે જે રીપીટ નથી થતા,રીપીટેશન ગણીએ તો 64 વખત સાગર શબ્‍દ મળે છે.
બાપુએ જણાવ્‍યું કે એવા લોકો સાથે કયારેય ન બેસશો જે બહિર્મુખ છે,બહિર્મુખતા સંક્રામક-ચેપી છે. તમને પણ બનાવી દેશે. બહુપ્રકારની બોલી બોલનારા સાથે ન બેસશો. રાવણને દશ મુખ હોવા છતાં એક જ બોલી બોલતો,આપણને એક મુખ છતાં હજાર બોલી બોલીએ! સનાતન ધર્મની વિરુધ્‍ધમાં વાત કરે એ શાષા પણ ન વાંચશો, એને ધર્મગ્રંથ તો કેમ કહેવો? આપણે ત્‍યાં નાસ્‍તિક દર્શનનો પણ સ્‍વિકાર થયો છે, પણ આવી બહિર્ધારાઓ, નવા-નવા ગ્રંથ મળે છે , ને પંડિતો પૈસા માટે વેંચાઇ રહ્યા છે! જે ગ્રંથિઓને મજબૂત કરે એવા નહિ પણ આપણી ગ્રંથિઓને ભેદે એવા ગ્રંથની જરુર છે.અહીં અહીર્ભાવથી પણ મારશે, અધિભાવથી પણ મારશે એટલે જ કહ્યું કે મારા પર પીએચડી ન કરશો.મારે પીએચડીની માનદતા શુંચૂલામાં નાંખીને ચા બનાવવી? એવા સાધુનો સંગ કરજો જે ગર્ભથી સાધુ, કર્મથી સાધુ અને ધર્મથી પણ સાધુ છે. ખલિલ જિબ્રાન બાર્બરાને કહે એવા સાત શબ્‍દો પસંદ કરવાના હોય તો કયા કરો? બાર્બરાએ કહ્યું, ઇશ્વર, સૌંદર્ય, જીવન, પ્રેમ, પળથ્‍વિ, છઠ્ઠો? કહે તમે કહો ને જિબ્રાને કહ્યું કે છઠ્ઠો તું અને સાતમો હું!
બાપુ કહે મને કોઇ પૂછે તો એક જ પસંદ કરું પ્રેમ!, કથાપ્રવાહમાં નામમહિમા, રામચરિતમાનસ અને કથાનો ઇતિહાસ, ચાર સંવાદી ઘાટની ચર્ચા અને રામનવમીના દિવસે અવધપુરીમાં રામચરિતમાનસનું પ્રકાશન થયું. ચૈત્ર અને વૈશાખ એ દશરથ અને જનક છે જે મળે ત્‍યારે વસંતઋતુ છે, સાધુસમાજ વસંતઋતુ છે.

Related posts

પ્રગટેશ્વર ધામ આછવણી ખાતે ભગવાન શિવની વેશભૂષા તેમજ ભજન સ્પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડ જિલ્લામાં નેશનલ લોક અદાલતમાં કુલ 11201 કેસોનો નિકાલ, કુલ રૂ.13,74,88,539નું સમાધાન કરાયું

vartmanpravah

દાનહના રખોલી ગ્રા.પં.ના સરપંચ ચંદનબેન પટેલે ચાલ માલિકોને સાફસફાઈની બાબતમાં તકેદારી રાખવા આપેલી સૂચના

vartmanpravah

આજે પ્રિયંકા ગાંધી વલસાડ જિલ્લાની મુલાકાતેઃ ધરમપુરમાં જાહેર સભાને સંબોધન કરશે

vartmanpravah

સેલવાસના દુકાનદારો તથા શાકભાજી વિક્રેતાઓ પોતાનો કારોબાર બંધ રાખી પ્રધાનમંત્રીની જનસભામાંપહોંચશે

vartmanpravah

વલસાડમાં તા. ૨૬ માર્ચે “હર ઘર ધ્યાન, હર ઘર યોગ” કાર્યક્રમ યોજાશે

vartmanpravah

Leave a Comment