Vartman Pravah
Breaking Newsવાપી

વાપીના ભડકમોરામાં શિવસેના કાર્યાલયમાં રક્‍તદાન શિબિર અને નિઃશુલ્‍ક ચેકીંગ કેમ્‍પ યોજાયો: પ્રતિવર્ષની જેમ બાળા સાહેબના જન્‍મ દિન નિમિત્તે શિવસેના દ્વારા કરાયેલુ આયોજન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24
વાપીના ભડકમોરા વિસ્‍તારમાં આવેલ શિવસેના કાર્યાલયમાં રક્‍તદાન શિબિર, નિઃશુલ્‍ક આંખ તપાસ અને સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
શિવસેના સ્‍થાપક અને હિન્‍દુ સમ્રાટ બાળા સાહેબની જન્‍મ જયંતિ નિમિત્તે વાપી શિવસેના દ્વારા ભડકમોરા કાર્યાલય ખાતે રવિવારે રક્‍તદાન કેમ્‍પનું આયોજન કર્યું હતું. રક્‍તદાન કેમ્‍પની સાથે સાથે ફ્રી સર્વરોગ નિદાન અને આંખ તપાસ કેમ્‍પનું પણ આયોજન કર્યું હતું. જેના સેંકડો લોકોએ લાભ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, વાપીમાં શિવસેના પ્રતિવર્ષે બાળા સાહેબની જન્‍મ જયંતિએ રક્‍તદાન કેમ્‍પનું આયોજન કરી ઉજવણી કરે છે તેવુ શિવસેના પ્રમુખ શ્રી રાજુભાઈ માનુએ જણાવ્‍યું હતું. આ પ્રસંગે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્‍મ જયંતિની ઉજવણી પણ કાર્યકરોએ કરી હતી.

Related posts

ધરમપુર ડેપોએ મોરખલ, દાબખલના પાસ બંધ કરી દેતા સેલવાસ નોકરી જતા સેંકડો કર્મચારીઓ મુશ્‍કેલીમાં મુકાયા

vartmanpravah

મોહનગામના દિપકભાઇ ગુમ

vartmanpravah

‘સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપ’ની બહેનોને આત્‍મનિર્ભર બનવા દમણ-દીવના પૂર્વ સાંસદ ગોપાલ દાદાના નેતૃત્‍વમાં નાયલાપારડી ખાતે પ્રશાસનની ‘ગીર ગાય યોજના’ની આપવામાં આવેલી સમજ

vartmanpravah

જિલ્લા બાળ સુરક્ષા એકમ અને ચાઈલ્‍ડ લાઈન, દમણનાસંયુક્‍ત ઉપક્રમે નાની દમણ સાર્વજનિક વિદ્યાલયના સભાખંડમાં ‘આંતરરાષ્‍ટ્રીય બાલિકા દિવસ નિમિત્તે’ જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે કરજપાડામાં જોવા લાયક માવલી ધોધ અને ભીલી ધોધ

vartmanpravah

ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્‍યો વિલન 

vartmanpravah

Leave a Comment