January 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

પદ્મશ્રી એવોર્ડ માટે નામાંકિત પ્રભાબેન શાહ સાથે દમણ જિલ્લા પ્રમુખ અને ડીએમસી કાઉન્‍સિલર અસ્‍પી દમણિયાએ જિલ્લા ટીમ અને કાઉન્‍સિલર સાથે કરેલી શુભેચ્‍છા મુલાકાત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.30
ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્‍કારોની જાહેરાતકરવામાં આવી છે. જેમાં સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વરિષ્ઠ મહિલા સામાજિક કાર્યકર શ્રીમતી પ્રભાબેન શાહને પદ્મશ્રી પુરસ્‍કાર માટે નામાંકિત કરવામાં આવ્‍યા છે. પ્રદેશની પ્રથમ મહિલાને પદ્મશ્રી એવોર્ડ મળ્‍યો તે પ્રદેશ માટે ગર્વની વાત છે.
દમણ જિલ્લા ભાજપ પ્રમુખ અને ડીએમસી વોર્ડ નંબર 7ના કાઉન્‍સિલર શ્રી અસ્‍પી દમણિયા તેમની જિલ્લા ટીમ અને સાથી કાઉન્‍સિલર સાથે આજે પદ્મશ્રી પ્રભાબેન શાહ સાથે સારી મુલાકાત કરી હતી.
આ અવસરે દમણ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અસ્‍પી દમણિયા, ઉપ પ્રમુખ રૂક્ષ્મણીબેન ભાનુશાલી, ભાજપ દમણ જિલ્લા મંત્રી શ્રી કિરીટ દમણિયા, શ્રી અશોકભાઈ પટેલ, કન્‍વિનર સુનિતા રેડ્ડી, કારોબારી સભ્‍ય શ્રીમતી ધનસુખ, ડીએમસી કાઉન્‍સિલર શ્રી વિનયભાઈ પટેલે શુભેચ્‍છા પાઠવી હતી.
આ પ્રસંગે શ્રી અસ્‍પી દમણિયાએ તેમની ટીમ સાથે તેમના ઘરે ગયા હતા અને શ્રીમતી પ્રભાબેન શાહને શ્રીફળ આપી, હાર પહેરાવી અને શાલ ઓઢાડી તેમના લાંબા સામાજીક કાર્ય બદલ અભિનંદન પાઠવ્‍યા હતા અને તેમના સારા સ્‍વાસ્‍થ્‍ય અને લાંબા આયુષ્‍યની શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

દશેરા પર્વ નિમિત્તે સાયલી સાંઈ સેવા સમિતિએ કાઢેલી પાલખીયાત્રા

vartmanpravah

નવસારી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

નરોલીમાં પ્રિ-મોન્‍સૂન કામગીરી પૂર્ણ થતાં લોકોને રાહતની આશા

vartmanpravah

ચીખલીમાં રાત્રીના સમયે થયેલ યુવાનની હત્‍યામાં ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

vartmanpravah

બાગાયત પોલીટેકનીક, નવસારી કૃષિ યુનિવર્સિટી પરીયાના તેજસ્‍વી તારલાઓએ મેળવેલી સુવર્ણ ચંદ્રક સિધ્‍ધિ

vartmanpravah

Leave a Comment