July 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherઉમરગામડિસ્ટ્રીકટદમણદીવદેશવાપીસેલવાસ

દાદરા નગર હવેલીમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યોઃ નદીનાળા છલકાયા

ડોકમરડીનો જૂનો પુલ અવર-જવર માટે જિલ્લા તંત્ર દ્વારા બંધ કરી દેવામાં આવ્‍યો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. જેના કારણે અંતરિયાળ વિસ્‍તારના ડૂંગરાળ પ્રદેશમાં ઝરણાં ફૂટી નીકળતા નદી-નાળા પણ છલકાયા હતા. સેલવાસ શહેર સહિત કેટલાક નીચાણવાળા વિસ્‍તારમાં પાણી ભરાવાની સમસ્‍યા સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ડોકમરડી ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા નીચેનો પુલ દાનહ જિલ્લા પ્રશાસન દ્વારા અગમચેતીના પગલાં રૂપે પુલના બંને છેડે બેરેક મુકી બંધ કરી દેવામાં આવ્‍યો છે.
અત્રે નોંધનીય છે કે, ગત વર્ષે આજ નીચેના પુલ ઉપરથી એક કાર પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી, જેમાં બે વ્‍યક્‍તિ(પિતા-પુત્ર)ના મોત થયા હતા. જેથી ફરી એવી અનિચ્‍છનીય ઘટના નહીં બને તે માટે આ વર્ષે ડોકમરડીનો જુનો પુલ બંધ કરી દેવામાં આવ્‍યો છે. શુક્રવારની મધ્‍યરાત્રિથી મોડી સાંજ સુધી ભારે વરસાદ વરસ્‍યો હતો જેમાં સેલવાસમાં 114.6 એમએમ ચાર ઇંચથી વધુ અને ખાનવેલમાં 25.6 એમએમ 1.01 ઇંચ જેટલો વરસાદ વરસ્‍યો હતો. સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 447.6 એમએમ 17.62 ઇંચ અને ખાનવેલમાં 508.2 એમએમ20.01 ઇંચ નોંધાયો છે. મધુબન ડેમની જળસપાટી 68.15 મીટર છે જ્‍યારે ડેમમાં પાણીની આવક 3691 ક્‍યુસેક અને પાણીની જાવક 353 ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

કપરાડા-3(માંડવા) 108ની ટીમે એક જ દિવસમાં બે મહિલાઓની સફળતાપૂર્વક ડિલિવરી કરાવી

vartmanpravah

વાપી ફેલોશીપ મિશન સ્‍કૂલમાં ટીચર લર્નિંગ ડેવલપમેન્‍ટ વર્કશોપ યોજાયો

vartmanpravah

બાળકના જન્‍મ પહેલાંથી લઈ તેના અભ્‍યાસ અને આરોગ્‍યની કાળજી લેતી દેશની પહેલી સરકાર એટલે મોદી સરકારઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

ચીખલીથી મોબાઈલ ચોર કરતી ટોળકીને ઝડપી પાડતી નવસારી એસ.ઓ.જી.

vartmanpravah

સંઘપ્રદેશમાં ઉત્તર ભારતીય હિન્‍દુ સમાજ દ્વારા આયોજીત ઉત્તર ભારતીય પ્રીમિયર લીગ સીઝન-1નું સમાપન : વિષ્‍ણુ ઇલેવન વિજેતા પ્રયાગ ટાઈગર્સની ટીમ ઉપ વિજેતા

vartmanpravah

વલસાડમાં મજબુદાર પરિવારે વૃદ્ધ માતાના મૃત્‍યુ બાદ દેહ દાન કરી મિશાલ પુરી પાડી

vartmanpravah

Leave a Comment