October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કલસર ચેકપોસ્‍ટ પર થાર (જીપ) ચાલકે ઉભેલા યુવક અને કારને ટક્કર મારી થયો ફરાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.03: સુરતના ભેસ્‍તાન ખાતે રહેતા પંકજભાઈ કનૈયાલાલ મિશ્રા ઉ.વ.30 પત્‍ની પ્રિયંકા અને નાનો ભાઈ ધનેશ કનૈયાલાલ મિશ્રા સાથે દમણ વર્ના કાર નં.જીજે-05-આરટી-8761 લઈ ફરવા માટે આવ્‍યા હતા. દમણ ખાતે ફર્યા બાદ આ પરિવાર ગત રાત્રીના લગભગ 2:30 વાગ્‍યે કલસર ચેકપોસ્‍ટ પસાર કરી રહ્યા હતા. ત્‍યારે ચેકપોસ્‍ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હોય પંકજભાઈની વર્ના કારને રોકવામાં આવતા પંકજભાઈનો નાનો ભાઈ ધનેશભાઈ કાર ચેક કરાવવા નીચે ઉતર્યો હતો. તે સમયે દમણથી પૂરપાટ ઝડપે એક થાર (જીપ) કાર નંબર ડીડી-01-સી-8008નો ચાલક હંકારી લાવી કાર ચેકિંગ માટે ઉભેલા ધનેશભાઈ અને વર્ના કારને જોરદાર ટક્કર મારી હતી. વાહન ચેકિંગ કરતાં પોલીસ પણ અડફેટમાં આવતા માંડ માંડ બચ્‍યા હતા. આ અકસ્‍માત બાદ થાર (જીપ) કાર ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો બીજી તરફ ધનેશભાઈને પગમાં ફેકચર જેવી ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર માટે વાપી હરિયા હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યા હતા.
પંકજભાઈએ અકસ્‍માત કરનારથાર(જીપ) ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરતા અકસ્‍માત કરી ભાગેલી થાર(જીપ) કાર પારડી પોલીસને કોલક વિસ્‍તારમાંથી મળી આવી હતી. પરંતુ ચાલક મળી આવ્‍યો નથી. અકસ્‍માતના બનાવમાં થાર (જીપ) ચાલક નશામાં ધૂત હોય અથવા દારૂથી થાર (જીપ) ભરેલ હોય જેથી તે કારને પૂરપાટ ઝડપે હંકારી ટક્કર મારી ફરાર થયો હોવાની શંકાઓ ઉઠવા પામી છે.

Related posts

દમણ જિલ્લામાં આજે ફરી સ્‍વચ્‍છતા દિવસ ઉજવાશે : આદતોને બદલવાના અભિયાને પકડેલી ગતિ

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

વલસાડ જિલ્લામાં તા.13મીએ યોજાનારી બિન સચિવાલય ક્‍લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્‍ટન્‍ટની પરીક્ષામાં 16314 ઉમેદવારો પરીક્ષા આપશે

vartmanpravah

દાનહ ખરડપાડામાં ત્રણ દિવસીય પ્રીમિયર લીગ ટૂર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah

દાનહમાં પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકી પડયોઃ મધુબન ડેમમાંથી 21327 ક્‍યુસેક પાણી છોડાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદથી કેરી પાકની થયેલ તારાજી અંગે નુકશાન સર્વે પૂર્ણ કરાયો

vartmanpravah

Leave a Comment