January 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવ જિલ્લાની આંગણવાડીઓમાં હવેથી લાભાર્થીઓને બાલશક્‍તિ તેમજ માતૃશક્‍તિ મિશ્રણ આપવામાં આવશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.02: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી, દમણ અને દીવ પ્રશાસન દ્વારા કાર્યરત સોશ્‍યલ વેલ્‍ફેર વિભાગના સેક્રેટરી શ્રીમતી પૂજા જૈન તેમજ ડે. સેક્રેટરી શ્રીજતિન ગોયલનાં દિશા-નિર્દેશન તેમજ દીવ જિલ્લાના કલેક્‍ટર શ્રીમતી સલોની રાયનાં માર્ગદર્શનથી જિલ્લામાં કાર્યરત બાલ વિકાસ પરિયોજના કાર્યાલય દ્વારા પોષણ અભિયાન અંતર્ગત પાયલોટ બેઝ પર આંગણવાડીનાં 6 મહિના થી 6 વર્ષ સુધીના દરેક લાભાર્થી બાળકોને સૂક્ષ્મ પોષક તત્ત્વો, ઉચ્‍ચ ગુણવત્તા, બુદ્ધિવર્ધક, શક્‍તિવર્ધક બાલશક્‍તિ અને સગર્ભા, ધાત્રી માતાઓ માટે વિવિધ અનાજનું બનાવાયેલું મિશ્રણ જે માતાઓ અને બાળકોને સંપૂર્ણ પોષણ મળી રહે તેમજ કુપોષિત નહી રહે તે માટે સંઘ પ્રદેશના પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલ તેમજ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા અથાક પ્રયત્‍નો કરવામાં આવી રહ્યા છે. જેનાથી લાભાર્થીઓના આરોગ્‍યને ઘણાં લાભો પ્રાપ્ત થશે.

Related posts

વલસાડ સહિત રાજ્યના જિ.પં.ના પ્રમુખોની નવી દિલ્હીમાં ગૃહમંત્રી અને સાંસદ સાથે મુલાકાત યોજાઈ

vartmanpravah

મોટી દમણના પરિયારી ખાતે આવેલ વારલીવાડ તળાવને અવ્‍યવહારિક રીતે ઊંડું કરતા બાજુમાં રહેતા લોકો માટે મોતનો કૂવો બનવાની સંભાવના

vartmanpravah

વાપી પાલિકાની સામાન્‍યસભામાં રૂા.3.56 કરોડની પુરાંતવાળું અંદાજિત 133 કરોડનું બજેટ રજૂ કરાયું

vartmanpravah

વલસાડ જિલ્લામાં ન્‍યુ-ગુજરાત પેટર્નના આયોજન અંગે તાલુકા કક્ષાએ બેઠકો યોજાશે

vartmanpravah

દમણમાં બૌધ્‍ધધમ્‍મના અનુયાયી આંબેડકરવાદી કરૂણાતાઈ તાયડેનું આકસ્‍મિક નિધનઃ સમાજમાં ફેલાયેલી ઘેરા શોકની લાગણી

vartmanpravah

વાપી ઈન્‍ડિયન બેંકનો આસિસ્‍ટન મેનેજર એ.ટી.એમ.માંથી રૂા.15.26 લાખની ઉચાપત કરતા ઝડપાયો

vartmanpravah

Leave a Comment