October 15, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહ-ખેરડી ગામે મહેસુલ વિભાગ દ્વારા શિબિરનું આયોજન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
દાદરા નગર હવેલીના ખેરડી ગામે ખાનવેલ આરડીસી અને મામલતદારની ઉપસ્‍થિતિમાં મહેસુલ વિભાગ દ્વારા શિબિરનુ આયોજન કરવામા આવશે.
ખાનવેલ મહેસુલ વિભાગ દ્વારા અપાયેલ અખબારી યાદી મુજબ પ્રાથમિક મરાઠી શાળા ખેરડી ખાતે 19 ફેબ્રુઆરીના રોજ સવારે દસ વાગ્‍યાથી સાંજે પાંચ વાગ્‍યા સુધી શિબિરનુ આયોજન કરવામા આવશે. જેમા મહેસુલ વિભાગની અલગ અલગ સેવાઓ જેવી કે ડોમિસાઇલ, જાતિના અને આવકના પ્રમાણપત્રની અરજીઓ, વારસાઇની પ્રક્રિયા, નકશા અને અન્‍ય મહેસુલ વિભાગને લગતા વિષયો બાબતે અરજીઓ સ્‍વીકારવામા આવશે.
આ સાથે અન્‍ય વિભાગોની અરજીઓ પણ સ્‍વીકારવામા આવશે ખેરડી, ડોલારા, કલા, કરજગામ અને પારઝાઈ ગામની જનતાને આ શિબિરનો મોટી સંખ્‍યામાંલાભ લેવા વિનંતી છે.

Related posts

વાપી દમણગંગા કિનારે બિહાર એસોસિએશન દ્વારા આસ્‍થા સાથે ધૂમધામથી દ્વિતીય ચૈત્રી છઠ્ઠની ઉજવણી કરાઈ

vartmanpravah

ધરમપુર-કપરાડાના ગામડાને જોડતો ઢાંકવળ અને નાદગામ વચ્‍ચેનો પુલ તૂટી જતા ભારે પેચીદી સમસ્‍યા સર્જાઈ

vartmanpravah

નાની દમણના દરિયા કિનારે ભવ્‍ય સમુદ્ર નારાયણ ભગવાનનું મંદિર નિર્માણ પામશેઃ શનિવારે યોજાયેલ શિલાન્‍યાસ વિધિ

vartmanpravah

વલસાડ ધમડાચી હાઈવે ઉપર ટી.આર.બી. જવાન પટકાયો, સારવાર માટે સુરત ખસેડયો : ગુંદલાવના લોકોએ હાઈવે મરામત કર્યો

vartmanpravah

દાનહ ‘આદિવાસી એકતા પરિષદ’ દ્વારા જન નાયક બિરસા મુંડાના જન્‍મોત્‍સવ અવસરે ભવ્‍ય રેલીનું આયોજન

vartmanpravah

સેલવાસ સેન્‍ટ્રલ બેંકમાં પૈસા જમા કરવા આવેલ કમલેશ યાદવ પાસેથી બે અજાણ્‍યા યુવકોએ યુક્‍તિ અજમાવી રૂા. વીસ હજાર લઈને ફરાર થયા

vartmanpravah

Leave a Comment