February 5, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખ

મોદી સરકારના શાસનમાં દાનહ અને દમણ-દીવમાં ચૂંટાયેલા સાંસદો અને લોક પ્રતિનિધિઓની કલ્‍પનાની બહારનો થયેલો વિકાસ

  • નજીકના ભવિષ્‍યમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવનું બી.સી.સી.આઈ. સાથે અધિકૃત એફિલીએશન થવાની પણ સંભાવનાઃ રણજી, દુલીપ ટ્રોફી જેવી દેશની પ્રથમ દરજ્‍જાની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં પ્રદેશની ટીમનો સમાવેશ થવાથી યુવા ખેલાડીઓને રાષ્‍ટ્રીય સ્‍તરે તક મળવાની પ્રબળ બનનારી શક્‍યતા

  • પ્રદેશમાં ખંડણી અને હપ્તાખોરીના દૂષણમાં આવેલા અંકુશથી પ્રવાસન અને ઔદ્યોગિક વિકાસમાં આવી રહેલી ઝડપ

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિલીનીકરણના પાંચ વર્ષ ગત 26મી જાન્‍યુઆરીના રોજ પુરા થયા છે. 26મી જાન્‍યુઆરી, 2020ના દિવસે બે કેન્‍દ્ર શાસિત પ્રદેશો દાદરા નગર હવેલી અને દમણ-દીવના એકીકરણની સ્‍થાપનાનો મહત્‍વનો નિર્ણય ભારત સરકાર દ્વારા લેવામાં આવ્‍યો હતો.
દાદરા નગર હવેલી અને દમણ-દીવનું એકીકરણ થવાથી એક કેન્‍દ્ર શાસિત પ્રદેશ તરીકે વિસ્‍તાર અને વસતીમાં પણ વધારો થયો છે. કેટલીક વહીવટી ત્રુટિઓનો પણ અંત આવ્‍યો છે, તો કેટલીક પ્રશાસનિક અવ્‍યવસ્‍થાઓ પણ ઉજાગર થઈ છે. પરંતુ બંને કેન્‍દ્ર શાસિત પ્રદેશ એક થવાથી વિકાસ અને સંકલનમાં તેજી આવી છે.
સંઘપ્રદેશ પ્રશાસન અને ભારત સરકારે નવાગઠિત થયેલા દાદરા નગર હવેલી અને દમણ-દીવના સર્વાંગી વિકાસ માટે કોઈ કસર બાકી રાખી નથી. પ્રદેશના ચૂંટાયેલા સાંસદો તથા પ્રજા પ્રતિનિધિઓએ કલ્‍પના પણ નહીં કરી હોય એવો વિકાસ થયો છે. જેના માટે સમગ્ર સંઘપ્રદેશના લોકો પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ઋણી છે. કારણ કે, ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશને તેમણે આપવામાં કંઇ બાકી રાખ્‍યું નથી. જેના કારણે જ આજે ફક્‍ત રાષ્‍ટ્રમાં જ નહીં પરંતુ વિશ્વના વિકસિત દેશોમાં પણ દાદરા નગર હવેલી અને દમણ-દીવની નોંધ લેવામાં આવી રહી છે.
ભૂતકાળમાં દમણ-દીવની ગણતરી દાણચોરી અને અનીતિના ધંધામાં નંબર વન તરીકે થતી હતી. જ્‍યારે દાદરા નગર હવેલી ખંડણી અને હપ્તાખોરી માટે બદનામ હતું. છેલ્લા દશ વર્ષમાં દમણ-દીવ અને દાદરા નગર હવેલી પヘમિ ભારતના મહત્‍વના ટુરિસ્‍ટ ડેસ્‍ટીનેશન તરીકે ઉભરી શક્‍યું છે. જેની પાછળ સંઘપ્રદેશ પ્રશાસને માફિયાગીરી અને હપ્તાખોરી કરતા તત્ત્વો સામે કડક હાથે કામ લેવા શરૂ કરેલી કાર્યવાહીનો ફાળો છે. આજે દાદરા નગર હવેલી અને દમણના ઉદ્યોગોમાં વસૂલવામાં આવતી ખંડણી સંપૂર્ણપણે બંધ નથી થઈ, પરંતુ અંકુશમાં અવશ્‍ય છે. જેના કારણે ધંધા-ઉદ્યોગોમાં પણ વધારો થયો છે અને પ્રવાસનને પણ વેગ મળ્‍યો છે.
હાલમાં યોજાયેલ ‘મલ્‍ટિ સ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ’નાકારણે ટચૂકડા કેન્‍દ્ર શાસિત પ્રદેશના દીવ જિલ્લાની રાષ્‍ટ્રીય સ્‍તરે નોંધ લેવાઈ છે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ સ્‍વયં દીવ બીચ ગેમ્‍સના આયોજન બદલ ખુશી પણ પ્રગટ કરી હતી. આવતા દિવસોમાં દાદરા નગર હવેલી અને દમણ-દીવના ક્રિકેટ એસોસિએશનનું અધિકૃત એફિલીએશન બી.સી.સી.આઈ. સાથે થવાની સંપૂર્ણ સંભાવના છે. જેના કારણે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં ક્રિકેટ રમતા ખેલાડીઓને દેશની પ્રથમ દરજ્‍જાની રણજી ટ્રોફી, દુલિપ ટ્રોફી જેવી ટુર્નામેન્‍ટોમાં પ્રદેશની ટીમના સભ્‍ય તરીકે ભાગ લેવાની તક મળી શકશે. આ પ્રકારની વ્‍યવસ્‍થા માત્ર અને માત્ર પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની કૃપાદૃષ્‍ટિ અને સંઘપ્રદેશ પ્રશાસનના અથાક પ્રયાસોના કારણે જ સંભવ બની શકશે એમાં કોઈ સંદેહ નથી.

સોમવારનું સત્‍ય

દાદરા નગર હવેલીમાં અભિનવ ડેલકરના નેતૃત્‍વ વાળી શિવસેના (ઉદ્ધવ જૂથ) તૂટવાના આરે છે. તેમના કેટલાક ટેકેદારોએ મહારાષ્‍ટ્ર નવનિર્માણ પાર્ટીના રાજ ઠાકરેને મળી તેમની કંઠી બાંધવાનો નિર્ણય કર્યો હોવાના સમાચાર છે. દેશમાં 400 બેઠકો સાથે ફરી મોદી સરકાર બનવાનું લગભગ નિંશ્ચિત હોવાનું દેખાય છે. ત્‍યારે દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વિકાસ અને માત્ર વિકાસ માટે ડબ્‍બલ એન્‍જિનની સરકાર હોવી જરૂરી હોવાનો અહેસાસ દાદરા નગરહવેલીના લોકોને થઈ રહ્યો છે.

Related posts

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ અંતર્ગત ટી.વાય. બી.કોમ ગુજરાતી માધ્‍યમનું યુનિવર્સિટી પરીક્ષાનું પરિણામ

vartmanpravah

વલસાડના ભાગડાખુર્દ ગામે પ્રોટેકશન વોલ ધોવાઈ જતા ઔરંગા નદીના પાણી ઘૂસી જતા ત્રણ ઘરની દિવાલો ધસી પડી

vartmanpravah

નરોલીના કનાડી ફાટક નજીક આવેલ પૉલી પ્રોડક્‍ટ્‍સ કંપનીમાં શનિવારે લાગેલી ભીષણ આગથી કરોડોનું થયેલું નુકસાન

vartmanpravah

વલસાડ જિલ્લામાં મતદારયાદી સુધારણા માટે તા. 11 સપ્ટેમ્બર સુધીમાં 235433 ફોર્મ ભરાયા

vartmanpravah

સિનિયર સિટીઝન કાઉન્‍સીલ વાપી દ્વારા પદ્મશ્રી ગફુલચાચાનો ઉજવાયેલ જન્‍મ દિવસ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા બનાવાયેલ રોડોએ માત્ર 15 દિવસમાં જવાબ આપી દીધો : ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ

vartmanpravah

Leave a Comment