Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશવલસાડવાપીસેલવાસ

શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક

રવિવારે પણ સેલવાસમાં અઢી ઈંચ અને ખાનવેલમાં ત્રણ ઈંચ વરસાદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાદરા નગર હવેલીમાં શનિ અને રવિવારે ભારે વરસાદ પડવાના કારણે નદી નાળા છલકાયા હતા. જ્‍યાં ઉપરવાસમાં પણ ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવક વધતા દસ દરવાજાઓ 1.7 મીટર સુધી ખોલવામાં આવ્‍યા હતા.
ભારે વરસાદમાં ખાનવેલથી દુધની તરફ જતા રસ્‍તા પર કરેણે નદીમાં પાણીનો પ્રવાહ વધવાને કારણે શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ તુટી પડતા દસથી વધુ ગામોના લોકો સંપર્ક વિહોણા બની ગયા છે. હવે સંપર્કવિહોણા બનેલા ગામના લોકોએ રાંધા ગામ થઈને ચકરાવો મારીને જવાની નોબત આવી છે. રાંધા ગામે પણ નદી પરના પુલ ઉપરથી પાણીનો પ્રવાહ વધવાને કારણે પગપાળા કે વાહન લઈને જવામાં પણ તકલીફ પડી હતી.
રવિવારે વરસેલા ભારે વરસાદમાં સેલવાસમાં 67.6એમએમ અઢી ઇંચ વરસાદ વરસ્‍યો છે. ખાનવેલમાં 80.0 એમએમ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો છે. જ્‍યારે સિઝનનો કુલ વરસાદ સેલવાસમાં 1632.6 એમએમ 64.28 ઇંચ અને ખાનવેલમાં 1436.4 એમએમ 56.55 ઇંચ થયો છે.મધુબન ડેમનું લેવલ 71.70મીટર છે ડેમમા પાણીની આવક 39165 ક્‍યુસેક અને પાણીની જાવક 25924ક ક્‍યુસેક નોંધાઈ છે.

Related posts

સેલવાસની કેટલીક હોટલો, ઢાબાઓમાં નજરે પડતો સ્‍વચ્‍છતાનો અભાવ

vartmanpravah

વલસાડ ખાતે ચોથી સ્ટેટ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન

vartmanpravah

ચીખલી તાલુકામાં સતત ત્રીજા દિવસે મેઘરાજા મનમૂકીને વરસતા નેશનલ હાઈવે સહિતના માર્ગો પર ઠેર ઠેર પાણી

vartmanpravah

દાદરા નગર હવેલી જિલ્લા પ્રશાસન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે ‘રન ફોર યુનિટી’ યોજાઈ

vartmanpravah

આજે વાપીમાં મોદીઃ આગમનની પૂર્વ સંધ્‍યાએ ભાજપ-પોલીસ અને પ્રજાજનોએ ભવ્‍ય સ્‍વાગતની તૈયારીઓ પૂર્ણ કરી: દાભેલ ચેકપોસ્‍ટથી વાપી સર્કિટ હાઉસનો રોડ બપોરે 2 થી રાત્રે 8 વાગ્‍યા સુધી બ્‍લોક રહેશેઃ ટ્રાફિકડાયવર્ઝન કરાશે

vartmanpravah

મોતીવાડા હાઈવે પાસે અજાણ્‍યા વાહન ચાલકે ટક્કર મારતા રોહીણાના મોટર સાયકલ સવારનું કરૂણ મોત

vartmanpravah

Leave a Comment