January 16, 2026
Vartman Pravah
Breaking Newsદીવદેશ

દીવના બૂચરવાડા, સાઉદવાડી અને નાગવા વિસ્‍તારોમાં ગેરકાયદેસર બાંધકામનું જેસીબી દ્વારા ડીમોલેશન કરાયું

(ફૈઝાન ફારૂક સિદી) (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.09
દીવમાં બપોરે 1.00 કલાકે બુચરવાડા ફાટક તડ ચેક પોસ્‍ટ પાસે ખાનગી માલિકોની જગ્‍યામાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય જેને જેસીબીની મદદથી ડિમોલેશન કરવામાં આવ્‍યું હતું.
આ ખાનગી માલિકીની જમીનમાં સાત માલિકો ચીના ભગવાન ચાવડા, નથુડીબેન ચીના, બાબુભાઈ ભગવાન, દેવજીસોમાં, વાલજી સોમાં, જયંતીલાલ સોમાં અને જાનકીબેન છે. કુલ જમીન 575 સ્‍ક્‍વેર મીટર છે. આ ડિમોલેશનની પ્રક્રિયા બાદ સાઉડવાડી પંચાયત વિસ્‍તારમાં વડલી માતા સ્‍કૂલની સામે ફોફ્રીવાડીમાં નરેન્‍દ્ર બાપા લોધારીની 180 સ્‍ક્‍વેર મીટર જમીનમાં ત્રણ મીટર જેટલું ડિમોલેશન કર્યું હતું.
માલિકે મકાન બાંધકામની પરવાનગી માંગેલ પરંતુ તેને પરવાનગી મળેલ નહિ, કેમકે સેન્‍ટર રોડથી 18 મીટર દુર બાંધકામ કરવાનું હતું. પરંતુ મકાન માલિકે નિયમ મુજબ ત્રણ મીટર જમીન છોડેલ નહી. જેના કારણે ત્રણ મીટરમાં થયેલ બાંધકામને જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્‍યું હતું.

Related posts

વલસાડના સેવાભાવી અગ્રણી બિલ્‍ડર પિન્‍ટુભાઈ વશીનું હૃદયરોગના હુમલાથી દુઃખદ અવસાન

vartmanpravah

ચીખલી તાલુકાના સુરખાઈ ગામથી ખેતરમાંથી મૃત હાલતમાં દીપડી મળી આવીઃ વનવિભાગે હાથ ધરેલી તપાસ

vartmanpravah

દમણ નગર પાલિકા પ્રમુખ સોનલબેન પટેલે 61માં મુક્‍તિ દિવસ નિમિત્તે તિરંગો ફરકાવ્‍યો

vartmanpravah

સેલવાસ ખાતે ગુડ ફ્રાઈડેના દિને ખ્રિસ્‍તી સમાજ દ્વારા ક્રોસ લઈ કાઢવામાં આવેલી શોભયાત્રા

vartmanpravah

દમણમાં ‘સેવા, સુશાસન અને ગરીબ કલ્‍યાણ ઉત્‍સવ’ નિમિત્તે ભાજપા દ્વારા વૃક્ષ વિતરણ કાર્યક્રમ યોજાયો 

vartmanpravah

દમણ ‘નમો પથ’ પર વડાપ્રધાન મોદી સાથે ફોટો પડાવનાર 20 બાળકોને આટિયાવાડના સરપંચ ઉર્વશીબેન પટેલે પ્રશસ્‍તિપત્ર આપી રચનાત્‍મક કલા માટે પ્રોત્‍સાહિત કર્યા

vartmanpravah

Leave a Comment