Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

મહેસૂલી વિભાગને લગતા પ્રજાજનોના પ્રશ્નોના સ્થળ ઉપર નિકાલ માટે નવસારીથી  “મહેસૂલી મેળા”નો શુભારંભ કરાવતા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

પ્રજાકિય પ્રશ્નોનો પ્રોએકટિવ થઇ નિકાલ કરવા રાજય સરકારનો નિર્ધાર: ડિજિટલ અને ઓનલાઇન વ્યવસ્થા દ્વારા લોકોના કામ ઝડપ થી અને પારદર્શકતા સાથે થાય તેવું આયોજન ગુજરાત સરકારે કર્યું છે..: હકારાત્મક અભિગમ રાખીને લોકોના કામ કરીએ: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

નવસારી- નવસારી કલેકટર કચેરી ખાતે મહેસુલ મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં ગુજરાત રાજયનો પ્રથમ મેહસૂલી મેળાનો શુભારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યુ હતું કે, નાગરિકોના પ્રજાકિય પ્રશ્નોનો પ્રો એકટિવ થઇ નિકાલ  કરવા રાજય સરકારનો નિર્ધાર છે. કોવિડના કપરા સમયમાં મહેસૂલી તંત્ર દ્વારા અને અન્ય તમામ વિભાગો દ્વારા થયેલ સુંદર કામગીરી અભિનંદનને પાત્ર છે. જેના કારણે આજે સમગ્ર દેશમાં ૧૦૦ કરોડ લોકોનું રસીકરણ થઇ શક્યું છે.

મંત્રીશ્રી ત્રિવેદીએ જણાવ્યું હતું કે,ડિજિટલ અને ઓનલાઇન વ્યાપક વ્યવસ્થાઓ દ્વારા લોકોના કામ ઝડપ થી અને પારદર્શક રીતે,સરળતા થી થાય તેવું આયોજન રાજ્ય સરકારે કર્યું છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સૂચના થી સરકારી યોજનાઓના લાભો માટે ખર્ચાળ સોગંદનામાં ની જોગવાઇ નાબૂદ કરવામાં આવી છે અને મહેસુલી કાયદાઓને સરળ બનાવી ગરીબ ગણોતિયા અને ખેડૂતો ના અધિકારોનું રક્ષણ કરવામાં આવી રહ્યું છે.પારદર્શક વહીવટ,ઝડપી નિર્ણય,ત્વરિત અમલ અને કોઈની દખલ વગર લોકોને સીધો લાભ મળે એ જ સુશાસન.

તેમણે અધિકારીઓને સૂચન કરતા કહ્યુ કે, મહેસૂલ સહિતના કેસમાં અધિકારીઓને હકારાત્મક અભિગમ અપનાવવો. નાગરિકોને તકલીફ ન પડે તે બાબતને ધ્યાને લેવી. લોકશાહીમાં નાગરિકો માટે સમયમર્યાદામાં બનતી ઝડપથી ચુકાદો આપવામાં આવે તે જરૂરી છે. ત્વરિત નિર્ણયથી વહીવટી પ્રક્રિયા ઝડપી થાય છે અને ફરિયાદનો નિકાલ થાય છે.

ધારાસભ્યશ્રી પિયુષભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, રાજયના નાગરિકોને જનસુખાકારીના લાભો સમયસર મળી રહે એ માટે પ્રજાકિય પ્રશ્નોનો સંપૂર્ણ સંવેદના સાથે રાજય સરકાર કામ કરી રહી છે ત્યારે રાજયના નાગરિકોએ પણ મહત્તમ લાભો લેવા માટે જરૂરી સહકાર આપવો જરૂરી છે.

કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીના હસ્તે જમીનના વિવિધ હુકમોનું વિતરણ તેમજ કર્મચારીઓને નિયમિત નિમણૂકના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જમીન સુધારણા સચિવશ્રી પી. સ્વરુપ,જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પિત સાગર, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહતેમજ મહેસૂલી વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ તથા અરજદાર નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

કપરાડા પોલીસ મથકે ફરજ બજાવતા ઈશ્વરભાઈ પટેલને પોલીસ સબ ઈન્‍સ્‍પેક્‍ટર તરીકે બઢતી મળી

vartmanpravah

સેલવાસના ટોકરખાડા વિસ્‍તારમાં વેલ્‍ડીંગ કરતી વખતે ડીઝલની ટાંકીમાં તણખાં પડતા થયેલો બ્‍લાસ્‍ટઃ એક વ્‍યક્‍તિને પહોંચેલી ઈજા

vartmanpravah

ભારે વરસાદના કારણે બિસ્માર બનેલા વલસાડના 38.05 કિમીના 33 રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ

vartmanpravah

દમણ પોલીસે સ્‍પા અને સલૂનની આડમાં ચાલી રહેલા દેહ વેપારના ધંધાનો કરેલો પર્દાફાશઃ એક આરોપીની ધરપકડ

vartmanpravah

દાનહમાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો

vartmanpravah

Leave a Comment