January 16, 2026
Vartman Pravah
Breaking Newsદેશસેલવાસ

દાનહમાં છેલ્લા 24 કલાકમાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાઃ 6 દર્દી રિક્‍વર થયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા. 10: દાદરા નગર હવેલીમાં આજે નવા 3 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. જ્‍યારે 6 દર્દી સાજા થતાં તેમને હોસ્‍પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પ્રદેશમાં હાલમાં કુલ 17 સક્રિય કેસ છે, અત્‍યાર સુધીમાં 6274કોરોના દર્દીઓ રિક્‍વર થઈ ચુકયા છે, જ્‍યારે ત્રણ વ્‍યક્‍તિના મોત થયેલ હોવાનું પ્રશાસનની અખબારી યાદી જણાવે છે. આજે પ્રદેશમાં આરટીપીસીઆરના 313 નમૂના લેવામાં આવ્‍યા હતા. જેમાંથી 3 વ્‍યક્‍તિના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્‍યા હતા અને રેપિડ એન્‍ટિજનના 151 નમૂના લેવામાં આવ્‍યા હતા, જેમાંથી કોઈપણ વ્‍યક્‍તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્‍યા ન હતો. જિલ્લામાં 3 નવા કન્‍ટાઈન્‍મેન્‍ટ ઝોન જાહેર કરાયા છે. દાનહ આરોગ્‍ય વિભાગ દ્વારા પીએચસી, સીએચસી સેન્‍ટરો પર અને સબસેન્‍ટરમાં વેક્‍સિનેશન કરવામાં આવ્‍યું હતું. જેમાં આજે 519 લોકોને કોરોના વિરોધી વેક્‍સિન આપવામાં આવી હતી. અત્‍યાર સુધી પ્રદેશમાં પ્રથમ ડોઝ 442929 અને બીજો ડોઝ 328104 વ્‍યક્‍તિઓને કોરોના વિરોધી વેક્‍સિનના ડોઝ આપવામાં આવ્‍યા છે. જ્‍યારે એક્‍વિપમેન્‍ટ ડોઝ 2706 જેટલા વ્‍યક્‍તિઓને આપવામાં આવ્‍યો છે. જિલ્લામાં કુલ 773739 વ્‍યક્‍તિઓને વેક્‍સિન આપવામાં આવી છે.

Related posts

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

vartmanpravah

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

vartmanpravah

રોટરી ક્‍લબ દમણે જરૂરિયાતમંદ ફેરિયાઓને તડકા અને વરસાદ સામે રક્ષણ માટે આપેલો ‘રોટરીનો છાંયડો’

vartmanpravah

દમણ બાલ ભવન બોર્ડ દ્વારા માતળભાષા દિવસના શુભ અવસર પર સંગીત સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લએ ડોક્‍ટરોનું સન્‍માન કરી ડોક્‍ટર્સ-ડેની કરેલી ઉજવણી

vartmanpravah

ભાજપની વિચારધારા અને પ્રધાનમંત્રી મોદીની વિકાસલક્ષી રાજનીતિની જીત : દમણ જિ.પં. પ્રમુખ નવીનભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment