ડો. દિનેશ રાજપૂત અને ડો.તપન દેસાઈની ટીમે તપાસ અને નિદાન સાથે આપ્યો સેવાયજ્ઞમાં સાથ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.10
દરેક માં-બાપ પોતાના સંતાનની વર્ષગાંઠ રંગેચંગે ઉજવતા હોય છે. પરંતુ આ વર્ષગાંઠ પાછળ થતો ખર્ચ જો કોઈક જરૂરિયાત મંદોને પહોંચે એ આજના સમય અનુરૂપ ખૂબ જરૂરી બન્યું છે.
એવી જ કંઈક ઈચ્છા પારડીના પટેલ પરિવારે કરી પોતાના બાળકની વર્ષગાંઠ આવા જરૂરિયાત મંદોને મદદરૂપ બની યાદગાર બનાવવાની ઈચ્છાનો નિર્ધાર કરી તપાસ દરમ્યાન પારડી તાલુકાના સુખેશ દેવજી ફળિયામાં અનાથ, ઘર વિહોણા, કે રખડતા ભટકાતા, સ્લમ વિસ્તારના નિરાધાર 45 જેટલા બાળકો, વંચિત જૂથના બાળકોની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા હોવાનું ત્યાંના સ્થાનિક યુવાન ચેતન પટેલ અને સંચાલક લાહનુભાઈનો સંપર્ક કરતા માહિતી પ્રાપ્ત થઈહતી તેને ધ્યાનમાં લઈ પટેલ પરિવારે તેમના દિકરા દિહાનની ત્રીજી વર્ષગાઢ આ બાળકો વચ્ચે ઉજવી તેમને બનતી મદદની સાથે સાથે આ બાળકોને ફ્રી મેડિકલ સહાય પણ મળે જેને લઈ આ બાળકોમાં આંખ અને દાંતની ઘણી સમસ્યા હોય નિરાકરણ માટે પટેલ પરિવારે સરકારી નિવૃત્ત કર્મચારી આંખના ડોક્ટર દિનેશભાઈ રાજપૂત અને પારડીમાં અક્ષર ડેન્ટલના જાણીતા દાંતના ડો.તપનભાઈ દેસાઈ સંપર્ક કરી તેમની ભાવના વ્યક્ત કરતા આ બંને ડોક્ટરોએ પળનો પણ વિલંબ કર્યા વિના આ સેવા યજ્ઞમાં સહભાગી બનવાનું સ્વીકાર્યું હતું અને આ સેવાયજ્ઞમાં ડોક્ટર તપન દેસાઈના માર્ગદર્શન હેઠળ ડો.ભાવિન, ડો.દેવાંગી પટેલ સહિતની ટીમે દાતની તપાસ સાથે ડો.દિનેશ રાજપૂતની ટીમે આંખ તપાસી નિદાન કર્યું હતું. જે બાળકોને વધુ સારવારની જરૂર છે તેમને પારડી અક્ષર ડેન્ટલ ક્લિનિક પર લાવી મફત સારવાર આપવાની પણ ડોક્ટર તપનભાઈ તૈયારી બતાવી. નાના દિહાનની વર્ષગાંઠ નિમિત્તે પરિવારજનોની અપેક્ષાઓ અનુરૂપ ઉપહાર પૂરો પાડ્યો હતો તો બીજી તરફ પટેલ પરિવારે સમાજને એક નવી રાહ ચીંધી ખોટા ખર્ચાઓ બંધ કરી આવા સદકાર્યો થકી પુણ્ય કમાવાની રાહ ચીંધી છે.
આ સંસ્થામાં રહી અભ્યાસ કરતા નિરાધાર બાળકોને પોતાની વર્ષગાંઠની કે અન્ય પ્રસંગોમાં લોકો મદદરૂપથાય તેવી અપીલ કરવામાં આવી છે કારણકે ત્યાં રહેતા કેટલાક બાળકોના માથે માતા-પિતાની છત્રછાયા પણ નથી તો કેટલાક બાળકો ને ત્યાં માતા છે તો પિતા નથી તેવા બાળકો અહીં રહી અભ્યાસ કરી રહ્યા છે. અહીં બાળકોને પ્રાથમિક સુવિધાઓની પણ ખૂબ જરૂર છે. લોકોને આ સંસ્થાનો સંપર્ક કરી મદદરૂપ બનવા પટેલ પરિવારે અપીલ કરી છે.