April 30, 2024
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ જિ.પં. : પ્રથમ અઢી વર્ષનો કાર્યકાળ ‘પુરુષ’ માટે અનામત હોવાથી મહિલા સભ્‍યો મોહભંગ

સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા મહિલાઓના સશક્‍તિકરણ અને આત્‍મનિર્ભર બનાવવા અનેક આવકારદાયક પ્રયાસો થયા છે પરંતુ રાજકીય નેતૃત્‍વની દૃષ્‍ટિએ જિલ્લા પંચાયતોમાં અઢી વર્ષ સામાન્‍ય રાખવાના સ્‍થાને પુરુષ (મેલ) માટે આરક્ષિત રખાતા મહિલાઓને મળનારા વિશેષાધિકાર ઉપર તરાપ લગાવી હોવાનો વ્‍યક્‍ત થઈ રહેલો કચવાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.15
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી શ્રી બાબુભાઈ પટેલે રાજીનામુ આપ્‍યા બાદ ખાલી પડેલ પદની ચૂંટણી જાહેર થતા જ શાસક પક્ષ ભાજપમાં રાજકીય ગરમી અને ચહલ પહલ વધવા પામી છે અને દરેક મહત્‍વકાંક્ષી ઉમેદવારો પોત-પોતાની રીતે લોબીંગ કરતા પણ નજરે પડી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અગામી 23મી ફેબ્રુઆરીના રોજ દમણ જિલ્લા પંચાયતના સભાખંડમાં ચૂંટણી અધિકારી શ્રી મોહિત મિશ્રાના અધ્‍યક્ષ સ્‍થાને મળનારી સામાન્‍ય સભામાં પ્રમુખ પદનો ફેંસલો કરાશે. દમણ જિલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષના પ્રમુખનો કાર્યકાળ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પંચાયત રેગ્‍યુલેશન ર01રની કલમ 66 અને 61(1) અને (ર) તથા દાદરા નગર હવેલી અને દમણ-દીવ (એડપ્‍ટેશન ઓફ સ્‍ટેટ રૂલ્‍સ એન્‍ડ પ્રેસિડેન્‍શીયલ રેગ્‍યુલેશન) ઓર્ડર -ર0ર0 તા. 08/10/2020 અને ગેઝેટ પબ્‍લીકેશન નં.જેએસ(પીઆરઆઈ)/ડીએમએન/મીસ-મેટર્સ/2020/364 તા.23/11/2020 અંતર્ગત પુરુષ(મેલ) ઉમેદવાર માટે અનામત છે. પ્રમુખ તરીકે શ્રી બાબુભાઈ પટેલના કાર્યકાળ બાદ બાકી સમયનો કાર્યકાળ 31મી મે, 2023 સુધી રહેલો છે.
દમણ જિલ્લા પંચાયતમાં ભાજપના પ્રતિક ઉપર શ્રી નવિનભાઈ પટેલ એક માત્ર પુરુષ ઉમેદવાર વિજેતા બનેલ છે. સંઘપ્રદેશની જિલ્લા પંચાયતોમાં પુરુષો માટે અનામત રાખવામાં આવેલા પ્રમુખ પદની બાબતોમાં મહિલા સંગઠનો દ્વારા પણ કચવાટ વ્‍યક્‍ત થઈ રહ્યો છે.
સંઘપ્રદેશના એક મહિલા નેતાએ પોતાના નામનો ઉલ્લેખ નહી કરવાની શરતે ‘વર્તમાન પ્રવાહ’ને જણાવ્‍યું હતું કે, સંઘપ્રદેશ પ્રશાસને મહિલાઓના સશક્‍તિકરણની બાબતમાં અનેક કદમો ઉઠાવ્‍યા છે અને મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા પણ સક્રિય પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષનો કાર્યકાળ પુરુષો માટે આરક્ષિત રાખી મહિલાઓના વિશેષાધિકાર ઉપર તરાપ મરાઈ હોવાની લાગણી વ્‍યક્‍ત કરી હતી. આ મહિલા નેતાના જણાવ્‍યા પ્રમાણે સંઘપ્રદેશ પ્રશાસનની શરતચૂકથી રેગ્‍યુલેશનમાં જનરલના સ્‍થાને મેલ લખાયું હોવાનું સમજાય છે. પરંતુ આ ત્રુટી સુધારી લેવામાં આવે તો દાદરા નગર હવેલી અને દમણ-દીવની મહિલાઓને મહિલા આરક્ષિત અઢી વર્ષના સમયગાળાની સાથે સાથે જનરલ હોય તોબીજા અઢી વર્ષનો સમયગાળો પણ મળી શકે. જેના કારણે સંઘપ્રદેશમાં રાજકીય નેતૃત્‍વ માટે મહિલાઓને વિશાળ તક મળી શકે એવી પણ તેમણે લાગણી વ્‍યક્‍ત કરી હતી.
અત્રે નોંધનીય છે કે, દમણ જિલ્લા પંચાયતમાં પ્રમુખપદની ચૂંટણી માટે હજુ એક સપ્તાહનો સમય બાકી છે ત્‍યારે, સંઘપ્રદેશ પ્રશાસન મહિલાઓના વિશાળ હિતમાં નિર્ણય લઈ રેગ્‍યુલેશનમાં સુધારો જાહેર કરે એવી લાગણી પણ વ્‍યક્‍ત થઈ રહી છે.

Related posts

દમણના બહુચર્ચિત પ્રસન્નજીત આત્મહત્યા પ્રકરણમાં યુથ ઍક્શન ફોર્સના પ્રમુખ ઉમેશ પટેલની ધરપકડઃ બે દિવસના રિમાન્ડ

vartmanpravah

દાનહ સીંદોની પંચાયત ખાતે ગ્રામજનો માટે અવર્નેશ કાર્યક્રમનું આયોજન

vartmanpravah

તલાટીઓની હડતાલથી ઉભી થયેલી મુશ્‍કેલીના મામલે વલસાડ તા.સરપંચ સંઘે આવેદન પાઠવ્‍યુ

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

vartmanpravah

વાપી-પલસાણા પાસે કોસ્‍ટલ હાઈવે ઉપર બે કાર ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : ત્રણ બાળકો સહિત 8 ઘાયલ એક મોત

vartmanpravah

સામરવરણીમાં 14વર્ષીય તરુણીએ ગળે ફાંસો ખાઈ કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

Leave a Comment