October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ વલસાડ જુજવામાં જંગી જનસભા સંબોધી

ગુજરાતને બદનામ કરનારા લોકોને રાજ્‍યમાં કોઈ સ્‍થાન નહિ : વડાપ્રધાન મોદી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19: વલસાડના જુજવા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન જંગી મેદની જોઈ મોદીએ જણાવ્‍યું હતું કે, આ ગુજરાતની સિંહગર્જના છે, નરેન્‍દ્રના રેકોર્ડ તોડીને ભૂપેન્‍દ્રના રેકોર્ડ સર્જવાનું નક્કી કરી લીધું છે. આ ચૂંટણી ભાજપના ઉમેદવાર નહિ ગુજરાતની જનતા લડી રહી છે. હું તમારો સેવક છું એટલે જ 22 વર્ષથી પગવાળીને બઠો નથી. વિકસિત અને આત્‍મનિર્ભર ભારતના સપનાને સર કરવા આપણે વિકસિત અને આત્‍મનિર્ભર ગુજરાત બનાવવું જોઈએ. ગુજરાતનો જુવા રોજગાર માંગનાર નહિ રોજગાર આપનાર બની રહ્યો છે. હિન્‍દુસ્‍તાનમાં 80 હજાર સ્‍ટાર્ટઅપ છે જેમાં 14 હજાર માત્રને માત્ર ગુજરાતના યુવાનોએ ઉભા કર્યા છે. સભામાં મોબાઈલની ફલેશ લાઈટ શરૂ કરાવી વડાપ્રધાન શ્રીનરેન્‍દ્રભાઈ મોદીએ કહ્યું કે, આ ભારતની પ્રગતિનો ચમકારો છે, મોબાઈલના ડેટા સૌથી સસ્‍તા ભારતમાં છે. કોંગ્રેસ સરકારના રાજમાં 1 જીબીના 300 હતા હવે મોદીના રાજમાં 10 રૂપિયા થયા છે. જે મોદી સરકારની નીતિઓના પરિણામ છે.
વડાપ્રધાનશ્રીએ વધુમાં કહ્યું કે, મત માગવો એ મારૂ કર્તવ્‍ય. મત આપવો એ તમારુ કર્તવ્‍ય. વડાપ્રધાને કહ્યું કે, ગુજરાતના વિકાસના મૂળમાં ગુજરાતનો નાગરિક છે. આગામી 25 વર્ષ ભારત માટે મહત્‍વપૂર્ણ છે. પહેલીવાર મતદાન કરનારા યુવાનોને મળવા આવ્‍યો છું. વડાપ્રધાનશ્રીએ વધુમાં જણાવ્‍યું કે, ગુજરાતમાં ટોળકી સક્રિય થઈ છે. જે ગુજરાત અને ગુજરાતીઓને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે, જેનાથી ચેતતા રહેજો. ગુજરાતની છબિને દુનિયામાં ખરાબ કરવાનું કામ ચાલી રહ્યું છે. ગુજરાતીઓ જ્‍યાં ગયા ત્‍યાં દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા છે અને ગુજરાતમાં જે આવ્‍યા તેને ગળે લગાડ્‍યા છે. પરંતુ, ગુજરાતને રિવર્સ ગિયરમાં નાખવાનો જે લોકો પ્રયત્‍ન કરી રહ્યા છે તેને આપણે કોઈપણ ભોગે સ્‍વીકારી ન શકીએ. ગુજરાતને બદનામ કરવા વાળા તત્‍વોને ગુજરાતમાં કયારેય જગ્‍યા ન હોય શકે.
વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ જણાવ્‍યું હતું કે, વલસાડમાં અનેક જેટી બનશે અને વિકાસશ થશે, આદિવાસી ખેડૂતોને આધુનિકખેતી કરતા શીખવ્‍યું. વલસાડ જિલ્લાના ખેડૂતોને પીએમ કિસાન સહાય નીધિ હેઠળ 300 કરોડની સહાય આપી. માતા-બહેનોના સન્‍માનની ચિંતા ભાજપ સરકારે કરી. મુદ્રા યોજાના હેઠળ 70 ટકા લોન લેનારી માતાઓ બહેનો છે. સરકારે માતાઓ અને બહેનોના નામે મકાન આપવાની શરૂઆત કરી. હર ઘર નલ સે જલ અને દર ઘરમાં શૌચાલય બનાવવાનું કામ કર્યું છે.

Related posts

ચીખલીમાં રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ પર ગટરોનું કામ કરાયું પણ માટી પુરાણ કરવાનું જ ભૂલાઈ ગયું!

vartmanpravah

પારડી ભેસલાપાડામાં ખોટી નંબર પ્‍લેટ કારમાં લગાવીને કથિત ગૌમાંસ હેરાફેરી કરતો એક ઝડપાયો : બે ફરાર

vartmanpravah

ભારત સરકારના કેન્‍દ્રીય આરોગ્‍ય મંત્રી ભારતીબેન પવારે કપરાડાના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીના ચૂંટણી પ્રચાર માટે જન સંપર્ક કર્યો

vartmanpravah

ચીખલીના રાનવેરીકલ્લા – રાનવેરી ખુર્દમાં મુખ્ય માર્ગને અડીને નમી ગયેલા વીજપોલ અને ઝુલતી વીજ લાઈન જાખમી

vartmanpravah

ભીલાડની સરકારી વિજ્ઞાન કોલેજમાં એન્‍ટી રેગિંગ સપ્તાહની ઉજવણી 

vartmanpravah

રખોલી પîચાયતે પાન-ગુટખાના લારી-ગલ્લાઓ ઉપર રેડ પાડી ૩૦ કિલો તîબાકુનો જથ્થો જપ્ત કર્યો

vartmanpravah

Leave a Comment