March 7, 2026
Vartman Pravah

Category : વલસાડ

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

ધરમપુર: બીલપુડી ગામની આદિવાસી દીકરી સ્‍મિતાએ બી.એસ એફ.માં પોસ્‍ટિંગ મેળવી ગામનું ગૌરવ વધાર્યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ,તા.14 વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી બેઝ ફળીયામાં રહેતી આદિવાસી સમાજના શ્રી રસિકભાઈ ભોયા અને શ્રીમતી મયનાબેનની દીકરી શ્રીમતી સ્‍મિતાએ બી.એસ.એફ.માં...
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપીની કેમીકલ કંપનીને પ્રદુષણ મામલે જીપીસીબીએ ક્‍લોઝર ફટકારી

vartmanpravah
દુર્ગા ડાયકેમ કંપનીમાં જીપીસીબીએ લીધેલા સેમ્‍પલમાં એફલ્‍યુએન્‍ટ માત્રા જણાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13 વાપી જીઆઈડીસી ચાલીસ શેડ એરિયામાં કાર્યરત એક કેમીકલ કંપનીના જીપીસીબીએ...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

વાપીની ફાઈનાન્‍સ કંપનીને ગેરમાર્ગે દોરવા કાર માલિક ખોટી નંબર પ્‍લેટ લગાવી કાર ફેરવતો ઝડપાયો

vartmanpravah
દમણનો રામસિંગ દેવીચરણસીંગ ફાઈનાન્‍સ કંપનીની ત્રણ વર્ષથી લોન ભરી નહોતી તેથી કાર ખેંચાઈ નહી જાય તે માટે ડુપ્‍લીકેટ નંબર વાપરતો હતો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah
સવારે 9.30 વાગ્‍યે ભામટી કોમ્‍યુનિટી હોલથી મોટી દમણ કલેક્‍ટરાલયની પાછળ આદિવાસી સંસ્‍કૃતિ ભવન ખાતે શોભાયાત્રા ગ્રામસભામાં ફેરવાશે શોભાયાત્રા અને વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેવા...
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીને મજબૂત પુરાવાના આધાર સાથે જીપીસીબીએ આપેલી ક્‍લોઝર

vartmanpravah
જીપીસીબીના અધિકારીઓએ પ્રોડક્‍શન સાઈટ, હેઝાર્ડ વેસ્‍ટ સ્‍ટોર સાઈટ અને મેન્‍ટન રેકોર્ડનુ ઇન્‍સ્‍પેક્‍શન કર્યા બાદ જનરેટેડ હેઝાર્ડનો અજાણ્‍યા સ્‍થળે ગેરકાયદેસર નિકાલ કરેલ હોવાની પુરવાર થયેલી સાબિતી...
Breaking Newsગુજરાતવલસાડ

સમગ્ર ધરમપુર બન્‍યું રામમયઃ શ્રી રામ નવમી નિમિત્તે આયોજિત શોભાયાત્રામાં રામભક્‍તો જોડાયા પેટાઃ નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના સથવારે આખું નગર ‘રામમય’ બન્‍યું હતું. બપોરે ત્રણ કલાકે આયોજિત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો ભાઈ-બહેનો જોડાયા હતા. બાદ સાંજે બ્‍લડ-ડોનેટનો કાર્યક્રમ બાદ સૌ નગરજનોએ મહાપ્રસાદ પણ ગ્રહણ કરી તળપ્ત થયા હતા. સવારના પહોરમાં મંગળા આરતી બાદ વિવિધ ધર્મિક કાર્યક્રમોના સથવારે આજે રામનવમીની ઉજવણીની શરૂ કરી હતી. બપોરે નગરના કાળારામજી મંદિર ખાતેથી આયોજીત શોભાયાત્રામાં નાના નાના ભૂલકાઓ સહિત હજ્‍જારો નગરજનો જોડાયા હતા, ડીજેના સથવારે યુવાનો થનગનતા રહ્યા હતા, જયશ્રીરામના ગગનભેદી નારાઓયે આખા નગરને રામમય કરી નાખ્‍યું હતું. આ શોભાયાત્રા નગરના મોટાબજાર,સમડીચોક,-ભુફળિયા, વિમળેશ્વર મંદિર, આસુરાઝાપા, વાલોડ ફળિયા, માછીવાડ, ગાંધીબાગ, મસ્‍જીદ ફળિયા, ગાર્ડન રોડ, દશોન્‍દી ફળિયા થઇ ફરી કાળારામજી મંદિરે પરત ફરી હતી. સંપૂર્ણ યાત્રામાં જોડાયેલા ભાઈ-બહેનોએ ભગવાન શ્રી રામનો જયજયકાર કરી આખા નગરને રામમય બનાવી દીધું હતું. કેટલાક ચોક ઉપર ભાઈ બહેનો ગરબો પણ રમ્‍યા હતા, આ સાથે નાના નાના ભૂલકાઓને રામ લક્ષ્મણ સીતા અને હનુમાનજી સહિત અનેકવિધ દેવી દેવતાઓના વેશભૂષામાં સજ્જ કરી અલગ પ્રકારની ગાડીમાં બેસાડાયા હતા. આર એસ એસ દ્વારા નાના નાના ભૂલકાઓની ચાલતી શાખાના સ્‍વયસેવકો પણ સમગ્ર શોભાયાત્રા દરમિયાન ‘એક હી નારા, એક હી નામ-જયશ્રીરામ જયશ્રીરામ’નો જયઘોષ કરતા દેખાયા હતા. જે સમગ્ર રેલી દરમિયાન આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. આખી રેલી દરમિયાન ફળીયે ફળીયે છાશ- ઠંડાપાણીની વ્‍યવસ્‍થાઓ ઉભી કરાય હતી. ઠેર ઠેર પસાર થતી શોભાયાત્રા ઉપર નગરના નગરજનોએ પુષ્‍પાંજલિ કરી ભગવાન રામ પ્રત્‍યે પોતાની અસ્‍થા-શ્રદ્ધાનું પ્રગટીકરણ કર્યું હતું. આખું નગરમા ઘરે ઘરે લગાવાયેલી ભાગવા રંગની ઝંડીએ નગરને અનોખા ભગવા રંગે રંગી દીધું હતું. શોભાયાત્રામાં નગરજનો ઉપરાંત નગરની વિવિધ એન.જી.ઓ અને ધર્મિક સંસ્‍થાના અગ્રણીઓએ પણજોડાયા હતા. શોભાયાત્રા પરત ફરતા ઉપસ્‍થિત બ્રહ્માંનોયે વિધિવત રીતે ફરી ભગવાન શ્રીરામને મંદિરમાં પ્રવેશ કરાવ્‍યા હતા. બાદ વલસાડ જીલ્લા રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા આયોજિત કાર્યક્રમમાં નગરજનોએ મોટી સંખ્‍યામાં ભાગ લઇ રક્‍તનું દાન કર્યું હતું, અંતે મહાપ્રસાદ લઇ ભક્‍તજનો તળપ્ત થયા હતા. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન તમામ હિંદુ ભાઈ બહેનોમાં એકતાના દર્શન થયા હતા. હિંદુ યુવાસંઘ દ્વારા અંતે આભારવિધિ આટોપી હતી.

vartmanpravah
નાનાં-નાનાં ભૂલકાંઓ રામ-સીતા-લક્ષ્મણ-હનુમાનજીના વેશભૂષામાં સમગ્ર શોભાયાત્રામાં આકર્ષણનું કેન્‍દ્ર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ધરમપુર, તા.10 હિંદુ યુવા-સંઘ અને નવરંગ ગ્રુપ ધરમપુરના સંયુક્‍ત ઉપક્રમે આયોજિત ત્રિવેણી કાર્યક્રમોના...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ દ્વારા ભગવાન શ્રી રામની શોભાયાત્રા

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.10 શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુળ, સલવાવ વાપી દ્વારા રામનવમી નિમિત્તે ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ તથા હનુમાનજીની ઝાંખી કરાવતા રથ...
Breaking Newsગુજરાતચીખલીવલસાડવાપી

આછવણીના પ્રગટેશ્વર ધામ દ્વારા 3જી મેના રોજ નાશિક-ગોદાવરી નદી કિનારે 1008 કુંડી શ્રીરામ યજ્ઞ કરાશે

vartmanpravah
યજ્ઞ સ્‍થળે પ્રગટેશ્વર ધામના ધર્માચાર્ય પૂ. પ્રભુદાદાના સાનિધ્‍યમાં ધજારોહણ કરાયું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.10 પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પૂ. પ્રભુદાદા અને રમાબાના...
Breaking Newsગુજરાતવલસાડ

પ્રવાસનમંત્રી પૂર્ણેશ મોદીના હસ્‍‍તે પારનેરા ડુંગર ખાતે રૂ.૧.૪૬ કરોડના ખર્ચે વિકસાવાયેલી સુવિધાઓનું લોકાર્પણ કરાયું

vartmanpravah
પ્રવાસનધામો અને યાત્રાધામોમાં  પ્રવાસીઓને સારી સુવિધાઓ મળે તેવો રાજ્‍યસરકારનો અભિગમ છે  : પ્રવાસનમંત્રી પૂર્ણેશભાઇ મોદી (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.૦૭ વલસાડ તાલુકાના સુપ્રસિદ્ધ ધાર્મિક પ્રવાસન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં હથિયારબંધી

vartmanpravah
વલસાડઃતા.૦૭: આગામી દિવસોમાં ચૈત્રમાસ રમઝાન માસની શરૂઆતને અનુલક્ષીને વલસાડ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતિ ઉપર વિપરિત અસર ન થાય તે હેતુસર જાહેર શાંતિ સલામતી જાળવવા...