-
સવારે 9.30 વાગ્યે ભામટી કોમ્યુનિટી હોલથી મોટી દમણ કલેક્ટરાલયની પાછળ આદિવાસી સંસ્કૃતિ ભવન ખાતે શોભાયાત્રા ગ્રામસભામાં ફેરવાશે
-
શોભાયાત્રા અને વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અપાયેલું જાહેર આમંત્રણ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.1ર
અગામી તા.14મી એપ્રિલ,ર0રરના ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિભૂતિ ભારત રત્ન ડો. બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મજયંતિ નિમિત્તે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવી અને ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈદમણિયાના જણાવ્યા પ્રમાણે ભામટી કોમ્યુનિટી હોલ ખાતેથી સવારે 9.30 કલાકે ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું પ્રસ્થાન થશે અને 11.00 વાગ્યે મોટી દમણના આદિવાસી સંસ્કૃતિ ભવનના સભાખંડમાં માનવમેદની વિશેષ ગ્રામસભામાં રૂપાંતરિત થશે.
ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રા અને વિશેષ ગ્રામસભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા સરપંચ અને ભામટી પ્રગતિ મંડળના પ્રમુખ દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.