October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

સરીગામ પંચાયતે પકડેલી વિકાસની તેજ રફતારઃ રૂ.18 લાખના વિકાસના કામોના લોકાર્પણ સાથે રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા કામોના કરવામાં આવેલ ખાતમુર્હૂત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.22
ઉમરગામ તાલુકાની સરીગામ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વધાત અને એમની ટીમે ગ્રામ પંચાયતની વણવપરાયેલ પડેલ ગ્રાન્‍ટનો પ્રજાની સુખાકારી માટે સવલતો ઉભી કરવા કામગીરી હાથ ધરી છે. જેમાં જરૂરિયાત જણાતી પાયાની સુવિધાની કામગીરી પણ વહેલી તકે પૂર્ણ કરવા ધ્‍યાન કેન્‍દ્રિત કર્યું છે.
સરીગામના રાજકીય અગ્રણી અને માર્ગદર્શક શ્રી રાકેશભાઈ રાયના માર્ગદર્શન હેઠળ પ્રશંસનીય કામગીરી કરતા ગતરોજ રૂા. 18 લાખના ખર્ચે પૂર્ણ થયેલા વિકાસના કામોની લોકાર્પણ વિધિ કરવામાં આવી હતી.
સરીગામ વાડી ફળિયા લક્ષ્મી નગર ખાતે રૂા. 10 લાખના ખર્ચે નિર્માણ થયેલો ડામર રોડ, સરીગામ મુખ્‍ય તળાવ જ્‍યાં ગણેશ વિસર્જન અને ધાર્મિક વિધિ માટે ખાસ ઉપયોગમાં આવતું સ્‍થળે રૂા. 3.5 લાખના ખર્ચે પથ્‍થરની પિચિંગ અને રૂા.4.5 લાખના ખર્ચે પૂર્ણ થયેલી પગથિયાની કામગીરીનુ લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત સરીગામ ત્રણ રસ્‍તાઅંધેર ફળિયા, સરીગામ મુક્‍તિધામ, પટેલ ફળિયા, સરીગામ બોન્‍ડપાડા રામા ફળિયા અને બ્રાહ્મણ ફળિયામાં રૂા.15.5 લાખના ખર્ચે નિર્માણ થનારા પેવર બ્‍લોક કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્‍યું હતું.
આ કાર્યક્રમમાં પંચાયતના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત તેમજ તાલુકા પંચાયતના સભ્‍ય શ્રીમતી ઉર્મિલાબેન દુમાડા, સરીગામ અગ્રણી શ્રી રાકેશભાઈ રાય, પંચાયતના સભ્‍યશ્રી દલપતભાઈ ગંજાડીયા, શ્રી ગણેશભાઈ કોમ, ઉપરાંત શ્રી ગામના આગેવાન શ્રી વિનોદભાઈ ઠાકોર, શ્રી નીરજભાઈ રાય, શ્રીમતી ભકતીબેન નાયક, શ્રી ઉત્તમભાઈ દુમાડા, ડોક્‍ટર આશિષ આરેકર, સહિતના આગેવાનોની હાજરી જોવા મળી હતી.

Related posts

હિંમતનગર ફોરેસ્‍ટ કચેરી ખાતે કરુણા અભિયાન 2022 અંતર્ગત મિટિંગ યોજાઈ : કર્મચારીઓને માર્ગદર્શન અપાયું

vartmanpravah

વાપી દેસાઈવાડ વિસ્‍તારમાં ત્રણ દિવસથી વિજળીના ધાંધીયા

vartmanpravah

ગુજરાતના 22 નગરોને કોર્પોરેશનનો દરજ્‍જો આપવાની વિચારણાઃ જેમાં વાપીનો પણ સમાવેશ

vartmanpravah

દૂધની પ્રાથમિક શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામડાં તરફ શિબિર’ યોજાઈ

vartmanpravah

ધરમપુર ખાતે સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્‍ય અરવિંદભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં તિરંગા યાત્રા

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વીજ દરના વધારા-ઘટાડાના સંદર્ભમાં જેઈઆરસીની જન સુનાવણી 

vartmanpravah

Leave a Comment