October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતવાપી

વાપી જીઆઈડીસી સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાંથી થયેલ ગેસ લીકેજનો મામલો જી.પી.સી.બી. વડી કચેરીમાં પહોંચ્‍યો

શનિવારે રાત્રિના સમયે કંપનીમાં ગેસ લીકેજ થયો હતોઃ બાજુની કંપનીના ત્રણ કામદારોને ઝેરી ગેસની અસર થતાં હોસ્‍પિટલ ખસેડવા પડયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.22

વાપી જી.આઈ.ડી.સી. ફોર્થ ફેઈઝ વિસ્‍તારમાં આવેલ સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક્‍સ કંપનીમાં મધરાત્રે ઝેરી ગેસ લીકેજ થયો હતો. આ ગેસની અસર બાજુમાં આવેલ ગુજરાત પોલીબોન્‍ડ પ્રા.લી. કંપનીમાં ફરજ બજાવતા ત્રણ કામદારો ઉપર થઈ હતી. ઝેરી ગેસ લાગતા કામદારોને ખાનગી હોસ્‍પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. ગત સોમવારે સ્‍થાનિક જી.પી.સી.બી. ઓફિસે સ્‍વપ્‍નિલ કંપનીમાં તપાસ હાથ ધરી હતી. જેનો રિપોર્ટ જી.પી.સી.બી.એ હેડ ઓફિસ ગાંધીનગરને સુપરત કર્યો છે.
વાપી જીઆઈડીસી ફોર્થ ફેઈઝ પ્‍લોટ નં.6306માં કાર્યરત સ્‍વપ્‍નિલ ઓર્ગેનિક કંપની દ્વારા શનિવારે રાત્રે 12:30 વાગ્‍યાના સુમારે ઝેરી ગેસ છોડવામાં આવ્‍યો હતો. જેને કારણે નજીકમાં આવેલ ગુજરાત પોલીબોન્‍ડ પ્રા.લી.ના નાઈટ શિફટમાં કામ કરતા દિલીપ હળપતિ, મુકેશ બસ્‍તા સહિત ત્રણેયને ઝેરી ગેસ લાગતા સારવારમાં ખસેડાયા હતા. સોમવારે જી.પી.સી.બી.એ સ્‍થળ તપાસ હાથ ધરી હતી. હરકતમાં આવેલજી.પી.સી.બી. ઝીણવટભરી તપાસ કરીને ગાંધીનગર વડી કચેરીમાં રિપોર્ટ સુપરત કર્યો છે. જોવુ એ રહ્યું કે ભૂતકાળના અનેક કિસ્‍સાઓની માફક યોગ્‍ય પગલા લેવાય છે કે મામલો રફે દફે થઈ જાય છે.

Related posts

કાર અંકલેશ્વરમાં પાર્ક અને માલિક ઉપર બગવાડા ટોલનાકાથી ટોલ કપાયાનો મેમો મળ્‍યો

vartmanpravah

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

vartmanpravah

વાપી ભડકમોરા રોડ ઉપર જીપ ચાલકે અન્‍ય વાહનોને ટક્કર મારતા અકસ્‍માત : બે ઘાયલ

vartmanpravah

આજે જીઆઈડીસી સૌરભ સોસાયટીમાં સરદાર પટેલ ચિલ્‍ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે

vartmanpravah

લોકસભાની દમણ અને દીવ બેઠકનું પરિણામ 4થી જૂને 12:30 વાગ્‍યા સુધીમાં જાહેર થવાની સંભાવના

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસનો સમાજ લક્ષી અભિગમનો નવતર કાર્યક્રમ : બેંક સહયોગ સાતે લોન મેળાનું આયોજન

vartmanpravah

Leave a Comment