October 15, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ દ્વારા ભારત સ્‍કાઉટ ગાઈડના 73 સભ્‍યોને રાજ્‍યના સર્વોચ્‍ચ સન્‍માન રાજ્‍ય એવોર્ડથી સન્‍માનિત કરાયા

  • દાનહ સ્‍કાઉટ ગાઈડ પ્રશાસનિક સેવામાં હંમેશા તત્‍પર રહે છે : કુ. ચાર્મી પારેખ
  • સ્‍કાઉટ ગાઈડએ વિશ્વ વ્‍યાપી અનુશાસન સાથે આજીવન જીવન જીવવાની કળા છે : 73 સ્‍કાઉટ, ગાઈડ, રોવર અને રેંજરને કુ. ચાર્મી પારેખે રાજ્‍ય પુરુસ્‍કારથી સન્‍માનિત કર્યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.23
સ્‍કાઉટ ગાઈડના સ્‍થાપક લોર્ડ સ્‍ટીફન્‍સન સ્‍મીથ બેડન પોવેલ અને લેડી ઓલીવ બેડન પોવેલની જન્‍મજયંતિ નિમિત્તે 73 સ્‍કાઉટ, ગાઈડ, રોવર અને રેન્‍જરને દાનહ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ, સંરક્ષક દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના આદેશાનુસાર રાજ્‍ય મુખ્‍યાલય મથકે રાજ્‍ય પુરસ્‍કારથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
જેમાં ડો.એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજના 2 રોવર, 3 રેન્‍જર, આઝાદ ઓપન ક્રૂના 4 રોવર, 4 રેંજર, આલોક પબ્‍લિક સ્‍કૂલના ર સ્‍કાઉટ, ર ગાઈડ, લાયન્‍સ ઈગ્‍લિશ સ્‍કૂલના 14 સ્‍કાઉટ 8 ગાઈડ, ગેલેક્‍સી ઈંગલીશ મીડીયમ સ્‍કૂલ દીવના 8 સ્‍કાઉટ અને 9 ગાઈડમાં કુલ 73 સહભાગીઓને પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. જેમાં ઉપ પ્રમુખ યાસ્‍મીનબાબુલ, ડો. એ.પી.જે. અબ્‍દુલ કલામ, સરકારી કોલેજ ભારત સ્‍કાઉટ ગાઈડના રોવર સ્‍કાઉટ લીડર ડો. પવન અગ્રવાલ અને રેન્‍જર લીડર સોનિયા સિંઘે સોલ્‍ડર બેજ લગાવવામાં મુખ્‍યત્‍વે યોગદાન આપ્‍યું હતું. તેમજ કળષિ તાલીમ કેન્‍દ્ર ડોકમરડીના પ્રભારી શ્રી મહેન્‍દ્રભાઈ પટેલનું ખાસ સહકાર બદલ સન્‍માન કરવામાં આવ્‍યું હતું.જેમાં ભારત સ્‍કાઉટ ગાઈડ રેડ ક્રોસ વિશેષ બાળકોના પ્રાચાર્ય જ્‍યોર્તિમય સૂર, ગાઈડ કેપ્‍ટન નિરાલી પારેખ, સ્‍કાઉટ માસ્‍ટર રાકેશ પટેલ, ગાઈડ કેપ્‍ટન રુબીના સૈયદ, અંજલી પાટિલ પૂર્વ યુવા પ્રમુખ, સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ સભ્‍ય શ્રી રાહુલભાઈ શાહ ખાસ ઉપસ્‍થિત રહ્યા હતા.
કાર્યક્રમની શરૂઆત શ્રી સોનિયા સિંહે કુ. ચાર્મી પારેખને લાલ ખેસ પહેરાવી સંયુક્‍ત રીતે દીપ પ્રાગટય કરી કર્યુ હતું. ત્‍યારબાદ દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપ ના સક્રિય સભ્‍ય સ્‍વરૂપા શાહે સંચાલન કરતા આજના મહત્‍વ પર પ્રકાશ પાડ્‍યો હતો અને સ્‍કાઉટ ગાઈડના સ્‍થાપક લોર્ડ સ્‍ટીફન્‍સ સ્‍મિથ બેડન પોવેલ અને લેડી ઓલિવ પોવેલની જીવનચરિત્ર અને પ્રવૃત્તિઓની વિશેષતા જણાવી હતી.
ત્‍યારબાદ ડો.એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજના સક્રિય રોવર અજય હરિજને દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ 2020-21નો સંક્ષિપ્ત અહેવાલ રજૂ કર્યો હતો. જેમાં કોરોના કાળમાં બીજા ચરણમાં આરોગ્‍ય વિભાગની સાથે દાનહનાવિવિધ વિસ્‍તારમાં સહયોગ, દાનહ પ્રશાસન અને સેલવાસ સ્‍માર્ટ સિટીની સેવા કાર્યોમાં ભૂમિકા ભજવવામાં આવી હતી.
કુ. ચાર્મી પારેખે પોતાના સંબોધનમાં તમામ સ્‍કાઉટ ગાઈડ રોવર રેન્‍જરને પ્રોત્‍સાહિત કરતા જણાવ્‍યું હતું કે દાનહ ભારતના તમામ બાળકોની સેવા ભાવના અન્‍ય રાજ્‍યોની સરખામણીમાં સ્‍કાઉટ ગાઈડ ખૂબ જ અસરકારક છે જેથી પ્રશાસનના કોઈપણ સેવા કાર્યમાં તે હંમેશા સક્રિય રહે છે, તેને વધુ મજબુત બનાવવા માટે દાનહ પ્રશાસન તરફથી યોગ્‍ય શકય મદદ કરવાની ખાતરી આપી હતી અને જણાવ્‍યું હતું કે, સ્‍કાઉટ ગાઈડ યુનિફોર્મ પહેરનારી સૌથી મોટી અને વિશ્વવ્‍યાપી સંસ્‍થા, છે. જે શિસ્‍ત સાથે જીવન જીવવાની કળા શીખવે છે અને તમને આગળ વધવાની તક આપે છે.
ત્‍યારબાદ કોરોનાકાળમાં વચ્‍યુઅલ શેરી નાટકની પ્રસ્‍તુતી માટે ડો. એપીજે અબ્‍દુલ કલામ સરકારી કૉલેજના સક્રિય રેન્‍જર અનિતા ગુપ્તા અને જય હિંદ ઓપન યુનિટના સ્‍કાઉટ શ્રી આશિષ ઝાને રૂા.1000ની રકમ અર્પણ કરવામાં આવી હતી. જે ડો. પવન અગ્રવાલે એક હજાર સ્‍વીકાર્યા અને યાસ્‍મીન બાબુલને દાતા પદેથી પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા.

Related posts

ચીખલી તાલુકાના સાદડવેલમાં વલસાડ-ડાંગ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર અનંતભાઈ પટેલની ઉપસ્‍થિતિમાં કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ઉમરગામ પાલિકાના કર્મચારીઓને હડતાલના પગલે પ્રજાને વેઠવા પડી રહેલી ભારે મુશ્‍કેલી

vartmanpravah

વલસાડ સરકારી પોલીટેકનિક અને આર.ટી.ઓ દ્વારા પતંગના દોરાથી બચવા સેફટી બેલ્‍ટનું વિતરણ કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ કક્ષાની રમત સ્‍પર્ધામાં દમણમાં બીચ વૉલીબોલ સ્‍પર્ધા યોજાઈઃ અંડર-17 બોયઝમાં દાનહ વિજેતાઃ અંડર-19 બોયઝમાં દીવ વિજેતા

vartmanpravah

ગણદેવી તાલુકાના એંધલ ગામ ખાતે કલેટક્‍ટરની અધ્‍યક્ષતામાં રાત્રી સભા યોજાઈ

vartmanpravah

વાપી એલ.જી. હરિયા સ્‍કૂલના વિદ્યાર્થીઓ ડ્રોઈંગ સ્‍પર્ધામાં વિજેતા બન્‍યા

vartmanpravah

Leave a Comment