October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ જિલ્લા પંચાયતના કર્ણધાર બનતા નવિનભાઈ પટેલ:દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે 31મી મે, ર023 સુધીનો રહેનારો કાર્યકાળ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
આજે દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલનો બિનહરીફ વિજય થયો હતો. પ્રમુખપદની ચૂંટણી માટે મળેલી વિશેષ સામાન્‍ય સભામાં ભાજપ તરફથી શ્રી નવિનભાઈ પટેલને આપેલા મેન્‍ડેટ બાદ બીજી કોઈ દાવેદારી નહી આવતા ચૂંટણી અધિકારી અને ડેપ્‍યુટી કલેક્‍ટર શ્રી મોહિત મિશ્રાએ દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલને વિજેતા ઘોષિત કર્યા હતા.
દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલ 31મી મે, ર023 સુધી પોતાના હોદ્દા ઉપર રહી શકશે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રારંભમાં દમણ ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્‍યોને પ્રદેશ પ્રમુખ શ્રી દિપેશભાઈ ટંડેલે પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલની પસંદગી કરાઈ હોવાની જાણકારી આપી હતી અને તેમના સમર્થનમાં મતદાન કરવા નિર્દેશ આપ્‍યો હતો.
શ્રી નવિનભાઈ પટેલ પ્રમુખ તરીકે વિજેતા બનતા તેમના સમર્થકો અને શુભેચ્‍છકોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી અને જિલ્લા પંચાયત પરિસર આતશબાજીથી ગાજી ઉઠયુ હતું.

Related posts

વલસાડ તાલુકા કોળી પટેલ સમાજની 160 તેજસ્‍વી પ્રતિભાવોનું કરાયું સન્‍માન

vartmanpravah

દમણની ડિસ્‍ટ્રીક્‍ટ અને સેશન કોર્ટનો ચુકાદો દમણઃ સાવકી દિકરી સાથે દુષ્‍કર્મ કરી ગર્ભવતી બનાવનાર હેવાન પિતાને 15 વર્ષની કઠોર જેલ અને રૂા.10 હજારનો દંડ

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને જિલ્લા સંકલન વ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

વલસાડના પારડી પારનેરા વાંકી નદી પરના માઈનોર પુલ પરથી અવરજવર પર પ્રતિબંધ મુકાયો

vartmanpravah

આપણા યશસ્‍વી પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સરકાર ભારતરત્‍ન ડો. ભીમરાવ બાબા સાહેબ આંબેડકરના સિદ્ધાંતો ઉપર ચાલી રહી છેઃ પ્રદેશ ભાજપ પ્રભારી અશોક ખટરમલ

vartmanpravah

કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈ દીવમાં ગણેશ ઉત્સવ દરમિયાન નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરાયું તો આઈપીસીની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવા દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયનું ફરમાન

vartmanpravah

Leave a Comment