September 11, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલીમાં વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર

ચીખલી પોલીસે ત્રણ જેટલા પાસપોર્ટ આરોપીના ઘરેથી જ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી, તા.23
ચીખલી પોલીસે વિદેશ મોકલવાના બહાને 15-જેટલા લોકો સાથે રૂા.49.90 લાખની છેતરપીંડીના ગુનાના આરોપીના પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર, રિમાન્‍ડના પ્રથમ દિવસે ત્રણ જેટલા પાસપોર્ટ આરોપીના ઘરેથી જ કબ્‍જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. આ ગુનાના તાર દિલ્‍હી સાથે જોડાયેલા હોવાનું બહાર આવતા પોલીસે તે દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ વિદેશમાં નોકરી અપાવવાના બહાને ચીખલી તથા આસપાસનો 15જેટલા વ્‍યક્‍તિઓ પાસેથી પૈસા લીધા બાદ વિદેશ ન મોકલાવી કુલ-રૂા.45.90 લાખની છેતરપીંડીના ગુનાના આરોપી તેજરાજ પીનાકિન પટેલ (રહે.અંબાજી નગર ખૂંધ તા ચીખલી) ને પોલીસે કોર્ટમાં રજૂ કરી રિમાન્‍ડની માંગણી કરતા નામદાર કોર્ટ દ્વારા પાંચ દિવસના રિમાન્‍ડ મંજુર કરાતા આરોપીને સાથે રાખી તેના ધરમાં તપાસ કરતા ત્રણ જેટલા પાસપોર્ટ મળી આવતા પોલીસે કબ્‍જે લીધા હતા.વધુમાં આરોપી વિદેશ મોકલવાનો કારભાર દિલ્‍હીના કોઈવ્‍યક્‍તિ સાથે કરતો હોવાનું અને અન્‍ય લોકોના પાસપોર્ટ પણ તેને આપેલા હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે તે દિશામાં પણ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્‍યું છે.
ઉપરોક્‍ત છેતરપીંડીના ગુનામાં આગામી દિવસોમાં ભોગ બનનારાઓની સંખ્‍યા અને છેતરપીંડીની રકમ પણ વધે તો નવાઈ નહિ. ગુનાની વધુ તપાસ પીએસઆઇ ડી.આર.પઢેરીયા કરી રહ્યા છે

Related posts

નવસારી જિલ્લામાં ૭૫ વર્ષના અમૃત મહોત્સવ અંતર્ગત ૭૫ મીટરના રાષ્ટ્ર ધ્વજ સાથે ભવ્ય યાત્રા નીકળી

vartmanpravah

લેબર કોન્‍ટ્રાકટર દ્વારા કામના પૈસા નહી આપતા અને જાનથી મારી નાંખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.કરણરાજ વાઘેલાના અધ્‍યક્ષસ્‍થાને સાયબર ક્રાઈમ અંગે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ

vartmanpravah

આજે દમણ માછી સમાજ અને લાયન્‍સ ક્‍લબદ્વારા નારિયેળી પૂર્ણિમાની થનારી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વલસાડની સિંગર વૈશાલી બલસારાના ત્રણ પૈકી એક હત્‍યારાને ઝડપતી પારડી પોલીસ

vartmanpravah

દમણ પોલીસે આંતરરાજ્‍ય સાયબર ક્રાઈમનો કરેલો પર્દાફાશઃ 4 આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment