Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદેશસેલવાસ

દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને આવકારીઃ શુભકામના પાઠવી

દેશના ઈતિહાસમાં પહેલી વખત અનુ.જનજાતિને મળનારી રાષ્‍ટ્રપતિ બનવાની તક

દાનહ જિલ્લા પંચાયતના સભ્‍યોને પણ રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં પ્રસ્‍તાવ પસાર કરવા જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ ધર્મેશસિંહ ચૌહાણે આપેલો નિર્દેશ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.06
દેશના રાષ્‍ટ્રપતિ તરીકે એનડીએ દ્વારા શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને દાનહ જનતા દળ(યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે આવકારી છે અને શુભકામના આપી છે.
શ્રી ધર્મેશસિંહ ચૌહાણે જણાવ્‍યું છે કે, દેશની સ્‍વતંત્રતા બાદ પહેલી વખત જનજાતિ સમાજને દેશના સર્વોચ્‍ચ બંધારણીય પદ ઉપર એનડીએ દ્વારા પસંદગી કરવામાં આવી છે. શ્રીમતી દ્રૌપદી મુર્મુનો અનુભવ, તેમની સંવેદનશીલતા અને સેવાની ભાવના તેમનેરાષ્‍ટ્રપતિ માટે યોગ્‍ય ઉમેદવાર બનાવે છે.
દાદરા નગર હવેલી આદિવાસી બહુમતિ વિસ્‍તાર હોવાથી અહીંની તમામ જનતા પણ ઉમેદવાર તરીકે શ્રીમતી દ્રૌપદી મુર્મુની કરેલી પસંદગીને વધાવે છે.
દાનહ જનતા દળ (યુ)ના પ્રદેશ પ્રમુખ શ્રી ધર્મેશસિંહ ચૌહાણે દાનહ જિ.પં.ના સભ્‍યોને રાષ્‍ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની તરફેણમાં પ્રસ્‍તાવ પસાર કરવા પણ નિર્દેશ આપ્‍યો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે.

Related posts

ભારત સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસન સફાઈ કામદારોની સમસ્‍યાના નિરાકરણ માટે હરસંભવ પ્રયાસ કરી રહી છે : પ્રમુખ એમ.વેંકટેશન

vartmanpravah

ધરમપુર વિસ્‍તારમાં મોડી સાંજે ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્‍યો

vartmanpravah

દીવ ન.પા.ના પ્રમુખની ચૂંટણી 16 જુલાઈએ યોજાશે

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશને ટ્રેનમાં સુરતના જવેલર્સ પરિવારનું 2.07 લાખનું પાકીટ ચોરાયું

vartmanpravah

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

દાનહ ફૂડ એન્‍ડ સેફટી વિભાગ અને સેલવાસ ન.પા. દ્વારા શહેરની મીઠાઈઓની દુકાનોમાં કરાયેલી ચકાસણીઃ સેમ્‍પલ લેવાયા

vartmanpravah

Leave a Comment