Vartman Pravah
Breaking Newsદમણ

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે ચૂંટાતા પોતાના રાજકીય ગુરૂ સ્‍વ.ડાહ્યાભાઈ પટેલનાઅલૌકિક આશીર્વાદ લેતા નવિનભાઈ પટેલ

દમણ જિલ્લા પંચાયતના કર્ણધાર બનતા ઠેર ઠેરથી તેમના ટેકેદારો દ્વારા થઈ રહેલું અભિવાદન : ગ્રામ્‍ય વિસ્‍તારની જનતામાં નવી આશા, નવો ઉમંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.24: દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે શ્રી નવિનભાઈ પટેલ ચૂંટાઈ આવતા તેમના ટેકેદારો દ્વારા ઠેર ઠેરથી અભિવાદન થઈ રહ્યું છે. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે નિમાતા શ્રી નવિનભાઈ પટેલે સૌપ્રથમ પોતાના રાજકીય ગુરુ એવા પૂર્વ સાંસદ સ્‍વ.ડાહ્યાભાઈ પટેલની પ્રતિમા ઉપર માળા અર્પણ કરી તેમના અલૌકિક આશીર્વાદ લીધા હતા અને શ્રીમતી ચંચળબેન ડાહ્યાભાઈ પટેલને વંદન કરી તેમના સદેહે આશીર્વાદ મેળવ્‍યા હતા. અત્રે નોંધનીય છે કે, શ્રી નવિનભાઈ પટેલે પોતાની રાજકીય ઈનિંગની શરૂઆત એક વિદ્યાર્થી નેતા તરીકે કરી હતી. ત્‍યારબાદ કોંગ્રેસ અને શ્રી ડાહ્યાભાઈ પટેલ પરિવારના એક સૈનિક તરીકે તેમની સાથે દરેક પરિસ્‍થિતિમાં ઢાલની માફક ઉભા રહ્યા હતા. છેવટે તત્‍કાલીન સાંસદ સ્‍વ.શ્રી ડાહ્યાભાઈ પટેલ અને તત્‍કાલીન જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ જોડે મોહભંગ થતા તેમણે ભાજપનો ભગવો ધારણ કરી શ્રી લાલુભાઈ પટેલને સાંસદ બનાવવામાં પણ તેમની મુખ્‍ય રણનીતિ રહી હતી. આજે શ્રી નવિનભાઈ પટેલે પોતાના માતા-પિતાના પણઆશીર્વાદ લઈ મિત્રો, શુભેચ્‍છકો અને ટેકેદારોએ ખુબજ ઉષ્‍માપૂર્વક અભિવાદન કર્યુ હતું.

Related posts

વાપી બલીઠાથી નવા રેલવે ફાટક સુધી શિરોવેદના જેવી ટ્રાફિક સમસ્‍યા

vartmanpravah

કુકેરી ગામની મહિલાને પ્રસૂતાની પીડા ઉપડતા 108 એમ્‍બ્‍યુલન્‍સમાં જ સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવાઈ

vartmanpravah

ફરી એકવાર સંઘપ્રદેશ પ્રશાસનના પ્રયાસને મળેલું શુભફળ : પ્રદેશની ચારેય વિદ્યાર્થીનીઓ યુક્રેનથી પરત ફરી

vartmanpravah

દેશના પ્રથમ આદિવાસી મહિલા દ્રૌપદીમુર્મુ રાષ્‍ટ્રપતિ પદે વિજયી થતાં પારડી-ધરમપુરમાં વિજ્‍યોત્‍સવની ઉજવણી

vartmanpravah

પારડીમાં ધામધૂમથી થઈ તુલસી વિવાહની ઉજવણી

vartmanpravah

દમણ સહિત સમગ્ર સંઘપ્રદેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે પ્રશાસન દ્વારા થઈ રહેલા અનેક પ્રયાસો

vartmanpravah

Leave a Comment