February 4, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડવાપી

સરીગામની આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપની વેસ્‍ટનો ગેરકાયદે નિકાલ કરવામાં અગ્રેસરઃ તપાસનો વિષય

બે ઘટના પ્રકાશમાં આવ્‍યા બાદ ઔદ્યોગિક આલમમાં જીપીસીબીના અધિકારીઓની રહેમ નજરની ચાલતી ચર્ચા
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સરીગામ, તા.25
સરીગામ જી.આઇ.ડી.સી.માં કાર્યરત આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપની સોલીડ વેસ્‍ટ અને કેમિકલયુક્‍ત પ્રવાહીવેસ્‍ટ ગેરકાયદેસર રીતે નિકાલ કરતા પકડાઈ જવા પામી છે. 9મી સપ્‍ટેમ્‍બરના રોજ ભીલાડ ખાતેની એક હોટલના પાર્કિંગમાંથી 24 ટન સોલિડવેસ્‍ટનો જથ્‍થો ભરેલી ટ્રક નંબર એમએચ-04-ઈ-એલ-3892ને ઝડપી પાડી હતી. આ ટ્રક સુરત પાનોલી તરફ જઈ રહી હતી એવું તપાસમાં બહાર આવ્‍યું હતુ.
આ ઘટનાની શાહી સુકાઈ નહી અને તાજેતરમાં વધુ એક ઘટના સામે આવી છે. ભીલાડ આરટીઓ ચેકપોસ્‍ટ નજીકથી વલસાડ એસઓજીની ટીમે 20 હજાર લિટર કેમિકલયુક્‍ત પ્રવાહી વેસ્‍ટ ભરેલ ટેન્‍કર નંબર જીજે-15 એવી 2810 ને ઝડપી પાડ્‍યું છે અને આ ઘટનાની તપાસ ચાલુ છે. આ બંને ઘટના પ્રકાશમાં આવ્‍યા બાદ આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીની દાનત શંકાના દાયરામાં આવી રહી છે.
સરીગામ જીઆઇડીસીમાં સૌથી મોટુ કદ ધરાવતી આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપની ઉપર અંકુશ મૂકવામાં જવાબદાર વિભાગ નિષ્‍ફળ છે. જેની સ્‍થાનિક પ્રજાએ ભારે કિંમત ચૂકવવી પડી રહી છે.
ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ સમિતિની સરીગામ ખાતેની પ્રાદેશિક કચેરીમાં રીઝનલ ઓફિસર તરીકે ફરજ બજાવતા અધિકારી શ્રી એ જી પટેલ રેગ્‍યુલર નથી અને એમના સ્‍થાને કાર્યકારી તરીકે હાજર રહેતા શ્રી રાજેશભાઈ મહેતાની હાંક, ધાક અને આવડત વગરના પ્રદૂષણ ઓકતા એકમો પર પ્રભાવ પાડી શકતી નથી એવું લાગી રહ્યું છે.આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીની પ્રકાશમાં આવેલી આ બંને ઘટનાથી જીપીસીબીના અધિકારીઓ માહિતગાર ન હતા. સરીગામના જાગળત નાગરિકો દ્વારા પોલીસ તંત્રને જાણ કરતાં આ ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને પાછળથી જીપીસીબીના અધિકારીઓને જાણ કરવામાં આવતા ઘટનાસ્‍થળે પહોંચ્‍યા હતા.
સરીગામ ઔદ્યોગિક વસાહતમાં આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીના બે વિશાળ એકમ આવેલા છે. રોડ નંબર 2ના પ્‍લોટ નંબર 211 અને 213 ના મુખ્‍ય દરવાજા પર લટકાવેલું પ્રોડક્‍શન અને રો-મટીરીયલથી માહિતગાર કરતું સાઈન બોર્ડ કોરું છે. જેમના ઉપર એક અક્ષર લખવામાં આવ્‍યો નથી અને આ ઘટનાથી જીપીસીબીના અધિકારી માહિતગાર છે. તેમ છતાં કંપનીને ફરજ પાડી શકતા નથી.
આ કંપનીના હેઝાડૅસ ડીસ્‍પોસલ, વોટર અને એર એનાલિસિસ રિપોર્ટ સહિતના ઘણા રિપોર્ટ તપાસના દાયરામાં આવી રહ્યા છે. આમ પણ પ્‍લોટ નંબર 2509,2902,2904,2601થી 2605 ઉપર કાર્યરત આરતી ડ્રગ્‍સ લિમિટેડ કંપનીનો ભૂતકાળ કાયદા અને નિયમોનું ઉલ્લંઘનની દૃષ્ટિએ પાછળ નથી.
સરીગામ જી.આઇ.ડી.સી.ના કેમિકલ પ્રોડક્‍ટ સાથે સંકળાયેલા એકમો સમય સમયે નિયમનું ઉલ્લંઘન બદલ પ્રકાશમાં આવતા રહેતા હોય છે. પરંતુ જવાબદાર વિભાગના અધિકારીઓનું ઇરાદાપૂર્વકનું મૌન આવા એકમોનેપીઠબળ પૂરું પાડતા સરીગામ જીઆઇડીસીની હાલત પ્રદૂષણની દૃષ્ટિએ બદતર બની જવા પામી છે અને જેની આડઅસરનો ભોગ સરીગામ તેમજ આજુબાજુ વિસ્‍તારની પ્રજા બની રહી છે. આવી ઘટના પ્રત્‍યે જવાબદાર વિભાગ આકરા પગલાં ભરે એવી પ્રજામાં માંગ ઊભી થઈ રહી છે.
—-

Related posts

વલસાડમાં મિત્રોને એકના ડબલનું પ્રલોભન આપી લાખોની ઠગાઈનો આરોપી 6 મહિના બાદ આણંદથી ઝડપાયો

vartmanpravah

સરીગામ પંચાયતમાં સામાન્‍ય સભાની બેઠકના મુદ્દે તલાટી અને સરપંચ વચ્‍ચે જોવા મળેલીવિરોધાભાસ નિતિ

vartmanpravah

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર સલવાવમાં મુક્‍ત પ્રયોગશાળાની શરૂઆત

vartmanpravah

નરોલીના યુવાને દમણગંગા નદીમાં ઝંપલાવ્‍યું: ફાયર વિભાગ દ્વારા યુવાનની શોધખોળ હાથ ધરાઈ

vartmanpravah

નરોલીની મુલાકાત દરમિયાન પ્રશાસક પ્રફુલભાઈ પટેલનો ભાજપ-શિવસેનાના પ્રતિનિધિઓએ કરેલો ઉષ્‍માભર્યો આદર-સત્‍કાર

vartmanpravah

કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સરપંચ ભરતભાઈ પટેલે સમસ્‍યાના ઉકેલની સાથે પંચાયતના વિકાસનું જાહેર કરેલું વિઝન

vartmanpravah

Leave a Comment