Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

કેન્‍દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બદલી કરાતા સંઘપ્રદેશથી બદલી થયેલા ચાર અધિકારીઓના સન્‍માનમાં યોજાયેલો વિદાય સમારંભ

  • બદલી થયેલા અધિકારીઓએ સંઘપ્રદેશમાં પસાર કરેલા પોતાના કાર્યકાળને જીવનનું સંભારણું ગણાવ્‍યું

  • પ્રશાસક પ્રફુલભાઈ પટેલ, સાંસદ લાલુભાઈ પટેલ અને પ્રશાસનિક અધિકારીઓએ આપેલી ભાવભીની વિદાય : અધિકારીઓએ કરેલા શ્રેષ્‍ઠ કાર્યોને બિરદાવાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.27
કેન્‍દ્રીય ગળહ મંત્રાલય દ્વારા કરાયેલી બદલી બાદ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના 4 અધિકારીઓને રીલીવ કરાતા સંઘપ્રદેશ પ્રશાસક દ્વારા 25મી ફેબ્રુઆરી મોટી દમણ ખાતે ઓલ્‍ડ લાઈટ હાઉસ પરિસરમાં વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્‍યું હતું.
વિદાય સમારંભ દરમિયાન કેન્‍દ્રીય શિક્ષણ સચિવ શ્રીમતી પૂજાજૈન, દમણ અને સેલવાસના પૂર્વ જિલ્લા કલેક્‍ટર શ્રી સંદીપ કુમાર સિંઘ, આઈ.ટી. સચિવ શ્રી દાનિશ અશરફ અને પોલીસ અધિક્ષક શ્રી શરદ દરાડેને વિદાય આપવામાં આવી હતી.
આ અવસરે સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ, દમણ-દીવ સાંસદ શ્રી લાલુભાઈ પટેલ, પ્રશાસકશ્રીના સલાહકાર શ્રી એ.કે.સિંઘ, શિક્ષણ સચિવ શ્રીમતી એ.મુથમ્‍મા, નાણા સચિવ શ્રી ગૌરવ સિંહ રાજાવત, દમણ જિલ્લા કલેક્‍ટર શ્રીમતી તપસ્‍યા રાઘવ, સેલવાસ કલેક્‍ટર ડો. રાકેશ મિન્‍હાસ, ડીઆઈજી શ્રી વિક્રમજીત સિંહ અને અન્‍ય વહીવટી અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહ્યા હતા.ઉપરાંત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અનેદમણ-દીવના તમામ અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સેવાઓ ઉપર ભાર મૂકવામાં આવ્‍યો હતો.
ઉલ્લેખનીય છે કે, શ્રીમતી પૂજા જૈને રમતગમત સચિવ, પ્રવાસન સચિવ, મુખ્‍ય ચૂંટણી, અધિકારી શ્રી સંદીપ કુમાર સિંઘ, દમણ અને સિલ્‍વાસા જિલ્લા કલેક્‍ટર, દાનિશ અશરફ, આઈ.ટી. પરિવહન સચિવ અને આઈ.પી.એસ શ્રી શરદ દરાડેએ સેલવાસમાં તેમજ દમણમાં પોલીસ હેડક્‍વાર્ટરમાં મહત્‍વપૂર્ણ હોદ્દા પર રહીને કેન્‍દ્રશાસિત પ્રદેશના વિકાસને નવી ગતિ આપવામાં મદદ કરી હતી.
વિદાય સમારોહ દરમિયાન દમણના પદ્મશ્રી શ્રીમતી પ્રભાબેન શાહનું પણ સંઘપ્રદેશ પ્રશાસન દ્વારા સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

Related posts

વાપી જી. આઇ. ડી. સી. વિસ્‍તારમાં રૂા. 10.18 કરોડના ખર્ચે તૈયાર થનાર 11 કે. વી. વીજલાઇનના 44 કિ. મી.ના અંડરગ્રાઉન્‍ડ કેબલ લાઇનનું ખાતમુર્હૂત કરતાં રાજ્‍યના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્‍સ મંત્રી કનુભાઈ દેસાઇ

vartmanpravah

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી ભાજપ સંગઠને ગુંજન વંદેમાતરમ્‌ ચોકમાં હાય હાયના નારા સાથે અધીર રંજનના પૂતળાનું દહન કર્યું

vartmanpravah

સેલવાસ ન.પા.માં સ્‍ટ્રીટ વેંડરની ચૂંટણી રદ્‌ કરવા શાકભાજીના વેપારી રામ મુરત મોર્યાએ કલેક્‍ટરને કરેલી લેખિત રજૂઆત

vartmanpravah

કપરાડા કુંભઘાડ ઉપર બ્રેક ફેલ થતાકન્‍ટેનર અને પિયાગો વચ્‍ચે ગંભીર અકસ્‍માત

vartmanpravah

વાપી તાલુકા કક્ષાનો યુવા ઉત્‍સવ શ્રી સ્‍વામિનારાયણ સ્‍કૂલ સલવાવ ખાતે યોજાયો

vartmanpravah

Leave a Comment