મોટાભાગના સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સભા સ્થળ સુધી ખેંચી લાવવા કરેલા સફળ પ્રયાસો
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.30 : આજે નાની દમણના કોળી પટેલસમાજ હોલ ખાતે યોજાયેલ ભાજપની જાહેર સભામાં જનમેદની લાવવા પ્રદેશ ઓબીસી મોર્ચાના અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલની મુખ્ય ભૂમિકા રહી હતી.
મોટાભાગે ઔદ્યોગિક કામદારોની હાજરીથી સભા સફળ કરવાના રહેતા વલણ સામે પહેલી વખત પ્રદેશ ભાજપ ઓબીસી મોર્ચાના અધ્યક્ષ શ્રી હરિશભાઈ પટેલ અને તેમની ટીમે મહેનત કરી સ્થાનિક લાભાર્થીઓને સભા સ્થળ સુધી ખેંચી લાવવા મહત્વની ભૂમિકા ભજવી હતી.