June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવાપી

વાપી ન.પા.ના શાસકપક્ષના નેતા નિલેશભાઈ રાઠોડ દ્વારા સંચાલિત આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે વિદ્યાર્થીઓની માનસિક સ્‍ફૂર્તિ અને અવેરનેસ માટે યોજાયેલો કાર્યક્રમ

પૂર્વ કેબિનેટ મંત્રી અને ઉમરગામના ધારાસભ્‍ય રમણભાઈ પાટકર અને વલસાડ જિ.પં.ના પ્રમુખ અલ્‍કાબેન શાહે કાર્યક્રમનો કરાવેલો શુભારંભ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વાપી, તા.27
આજરોજ વાપી હરિયાપાર્ક ખાતે વાપી નગરપાલિકા શાસકપક્ષના નેતા શ્રી નિલેશભાઈ રાઠોડ દ્વારા સંચાલિત આર.એસ.ઝુનઝુનવાલા ઈન્‍ટરનેશનલ સ્‍કુલ ખાતે વિદ્યાર્થીઓને કોરોના કાળનાત્રીજા ચરણ બાદ માનસિક સ્‍ફુર્તિ અને અવરનેશ માટેનો કાર્યક્રમ પૂર્વ મંત્રી તેમજ 182, ઉમરગામના ધારાસભ્‍ય શ્રી રમણલાલ પાટકર તેમજ જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ શ્રીમતિ અલ્‍કાબેન શાહના વરદ હસ્‍તે શુભારંભ કરવામાં આવ્‍યો, હતો.
આ પ્રસંગે વાપી નગરપાલિકાના સ્‍ટેન્‍ડીંગ કમીટીના ચેરમેન શ્રી મિતેશભાઈ દેસાઈ, શહેર ભાજપ પ્રમુખ શ્રી સતિષભાઈ પટેલ, મહામંત્રી શ્રી ભવલેશભાઈ કોટડીયા, વીઆઈએ પ્રમુખ શ્રી કમલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી શ્રી કૈલાસભાઈ પાટીલ, બાંધકામ કમીટીના ચેરમેનશ્રી જયેશભાઈ કંસારા, જિલ્લા સોશિયલ મીડીયા ઈન્‍ચાર્જ શ્રી હિતેશભાઈ સુરતી, પૂર્વ નગરસેવક શ્રી જીગ્નેશભાઈ શાહ સહિત વાલીમંડળ તેમજ મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

કપરાડાના ધામણ મેઘાણ ગામે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજાઈ

vartmanpravah

રાષ્‍ટ્રીય શૈક્ષિક મહાસંઘ વલસાડ આયોજિત અભ્‍યાસ વર્ગમાં વલસાડ તાલુકાના હોદેદારોની નિમણૂક કરવામાં આવી

vartmanpravah

દમણમાં બસપાના સંસ્‍થાપક બહુજન નાયક કાંશીરામજીની 88મી જન્‍મજયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણમાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

કપરાડાના સુખાલા ગામની પરણિતા પૂત્રીને લઈ ગુમ થયા બાદ રાજસ્‍થાન ફરીને 15 દિવસે ઘરે પરત ફરી

vartmanpravah

વાપી જુના રેલવે ફાટકે કરૂણાંતિકા સર્જાઈ : ટ્રેક ક્રોસ કરતા માતા-પુત્રીનું ટ્રેન અડફેટે મોત

vartmanpravah

Leave a Comment