January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

ચીખલીના સોલધરા ગામે દીપડાએ એક બકરી અને બકરાને ફાડી ખાતા સ્‍થાનિકોમાં ભયનો માહોલ

તસવીર અહેવાલ દીપક સોલંકી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.28 
પ્રાપ્ત માહિતી અનુસાર દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્‍તી તરફ આવી રહ્યા છે. ત્‍યારે સોલધરા ગામના શામળ ફળીયામાં રહેતા ભીખુભાઈ સોમાભાઈ આહીરના કોઢારામાં રવિવારની રાત્રીના સમયે દીપડાએ એક બકરો અને એક બકરીને ખેંચી જઈ ફાડી ખાતા ન્‍યાય સમિતિના અધ્‍યક્ષ વૈભવભાઈ બારોટ સહિતના આગેવાનોએ સ્‍થળની મુલાકાત લઈ બનાવ અંગેની જાણ સોલધરા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા ચીખલી વન વિભાગ દ્વારા પંચક્‍યાસ કરી પાંજરૂ ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.
જોકે બે દિવસ પૂર્વે પણ તાલુકાના સાદડવેલ અને સાદકપોર-ગોલવાડ ખાતે પણ દીપડાએ એક બકરી અને વાછરડાનો શિકાર કર્યો હતો. ત્‍યારે તાલુકામાં દીપડાની અવર જવર વધી જવા પામી છે અને લોકોમાં પણ ભયનો માહોલ પેદા થયો છે.

Related posts

સ્‍વચ્‍છતા હી સેવા કેમ્‍પેઈન હેઠળ વલસાડના અતુલ ફાઉન્‍ડેશન દ્વારા 90 ગામ સાથે એમઓયુ કરાયા

vartmanpravah

વલસાડમાં લેભાગુ ફાઈનાન્‍સ કંપની ખોલી સસ્‍તી લોન આપવાની લાલચ આપી લાખોની પ્રોસેસીંગ ફી ઉઘરાવી સંચાલકો ફરાર

vartmanpravah

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

vartmanpravah

નાની દમણની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક મોડલ શાળાના વિદ્યાર્થીઓએ જિલ્લા કક્ષાની ખો-ખો સ્‍પર્ધામાં મેળવેલો પ્રથમ ક્રમ

vartmanpravah

સેલવાસ-નરોલી રોડ દમણગંગા નદી પરનો નવો પુલ લોકો માટે ખુલ્લો મુકાયો

vartmanpravah

અંડર-14, 17 અને 19 શ્રેણીની છોકરીઓ માટે દમણમાં આંતર શાળાકીય ટગ ઓફ વોર(દોરડાખેંચ) સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

Leave a Comment