Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતચીખલીપારડીવલસાડવાપીસેલવાસ

રીવર લીંક પ્રોજેક્‍ટની વિરોધ રેલીમાં ધરમપુરમાં આદિવાસીઓનું ઘોડાપુર ઉમટયુ

વાંસદા ધારાસભ્‍ય અનંત પટેલ સેલવાસના અભિનવ ડેલકર સહિતના આદિવાસી નેતાઓને મામલતદારને આવેદન આપ્‍યું: આદિવાસીઓનો એક સુર ડેમ માટે એક પથ્‍થર નહી મુકવા દઈએ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.28
ડાંગ-ધરમપુર વિસ્‍તારમાંરીવર લીંક પ્રોજેક્‍ટ અંતર્ગત બનનરા સૂચિત ડેમોના પ્રચંડ વિરોધ માટે આજે સોમવારે ધરમપુરમાં આદિવાસીઓની યોજાયેલી વિશાલ રેલીમાં ઘોડાપુર ઉમટયું હતું. ચૂસ્‍ત પોલીસ બંદોબસ્‍ત હેઠળ વિવિધ આદિવાસીઓ નેતાઓની આગેવાની હેઠળ યોજાયેલ પ્રચંડ રેલી ધરમપુર મામલતદાર કચેરી પહોંચી હતી. ત્‍યાં આવેદનપત્ર પાઠવીને સૂચિત ડેમોનો એક સૂરે આદિવાસી જન સમુદાયે વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
તાજેતરમાં સંસદમાંરજૂ થયેલા બજેટમાં દક્ષિણ ગુજરાતના દમણગંગા નદીથી લઈ નર્મદા નદી સુધીનો રીવર લીંક પ્રોજેક્‍ટની ઘોષણા કરવામાં આવી છે. જેના ઘેર પ્રત્‍યાઘાતનો ડાંગ-ધરમપુર વિસ્‍તારના આદિવાસીઓમાં પડયા રિવર લીંક પ્રોજેક્‍ટમાં કેટલાક ગામો સૂચિત બંધાનારા ડેમોમાં ડુબાણમાં જતા હોવાની ફેલાયેલી સજ્જ ગેરસમજનો વિરોધ વંટોળ છેલ્લા 15-ર0 દિવસથી પૂર્વ આદિવાસી પટ્ટીમાં પ્રવર્તી રહ્યો છે. જેના વિરોધ માટે પત્રિકાઓ, જાહેરાતો કરીને તા. ર8 ફેબ્રુઆરીએ ધરમપુરમાં રીવર લીંક પ્રોજેક્‍ટના વિરોધમાં રેલીનું આયોજન કરાયું હતું. તેથી સવારથી જ ધરમપુરમાં આદિવાસી સમુદાયના ગામે ગામથી ધાડેધાડ ઉતરી રહ્યા હતા.
બીજી તરફ કોઈ અનિચ્‍છનીય ઘટના કે વાતાવરણ ડહોળાય નહી તે માટે જિલ્લા પોલીસનો કાફલો ધરમપુરમાં ખડકાઈ ગયો હતો. આદિવાસી નેતા ધારાસભ્‍ય અનંત પટેલ, સેલવાસના આદિવાસી નેતા શ્રી અભિનવ ડેલકર, તાલુકા પંચાયત જિ.પં.ના સભ્‍યો તેમજ કોંગ્રેસના આગેવાનો ધરમપુરમાં ઉપસ્‍થિત રહી રેલીનું નેતૃત્‍વ કર્યુ હતું. રેલીને સંબોધન કરતા શ્રી અનંત પટેલે જણાવ્‍યું હતું કે હું ડેમનો એક પથ્‍થર મુકવા દઈશુ નહી તેવો રણ ટંકાર કર્યો હતો. બિરસા મુંડા સર્કલ પાસેથી શરૂ થયેલી રેલી અંતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલ હાર ચઢાવીશાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી.

Related posts

ઉમરગામ તાલુકા ભાજપા મહિલા સંગઠન દેશના વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મદિવસની કરેલી ઉજવણી

vartmanpravah

દાનહ-રૂદાના પંચાયતમાં સ્‍વચ્‍છતા અભિયાન હાથ ધરાયું

vartmanpravah

બુચરવાડાની સરકારી શાળામાં નહેરુ યુવા કેન્‍દ્ર દ્વારા જી20ની કરવામાં આવી ઉજવણી

vartmanpravah

ઉમરગામ વિસ્‍તારમાં 16 જેટલી ચોરી કરનાર ધોત્રે ગેંગના બે રીઢા ચોરને 10.31 લાખના મુદ્દામાલ સાથે પોલીસે દબોચ્‍યા

vartmanpravah

દાદરા નગર હવેલી ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને ધરૂનું વિતરણ કરવામાં આવ્‍યું

vartmanpravah

વાપીની ડુપેન લેબોરેટરીઝ કંપની ફરી વિવાદોના ઘેરામાં: કામદારોના હિસાબ મામલે મેનેજમેન્‍ટના અખાડાનો આક્ષેપ

vartmanpravah

Leave a Comment