September 13, 2026
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

દાનહમાં હોમગાર્ડમાં ફરજ બજાવતા કર્મચારીનુ પરેડ દરમ્‍યાન મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.28
દાદરા નગર હવેલીના પોલીસ વિભાગમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા યુવાનનું સવારે પરેડ દરમ્‍યાન મોત થયુ હતુ.
પ્રાપ્ત વિગત અનુસાર મોહન બારાત રહેવાસી ગલોન્‍ડા જે પોલીસ વિભાગમા હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે. હાલમા થોડા દિવસથી એસપીના આદેશ અનુસાર પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓનું આરોગ્‍ય સ્‍વસ્‍થ અને ફીટ રહે એના માટે દરરોજ સવારે પોલીસટ્રેનિંગ સેન્‍ટર સાયલી ખાતે સવારે પોલીસ કર્મચારી સાથે હોમગાર્ડની ટીમ પણ પરેડ કરી રહી હતી. તે સમયે અચાનક મોહન બારાતની તબિયત બગડતા એને તાત્‍કાલિક સારવાર માટે સિવિલ હોસ્‍પીટલમા લઇ જવામા આવ્‍યો હતો. પરંતુ ત્‍યાના ફરજ પરના ડોકટરે એને મળત જાહેર કર્યો હતો.
હાલમા પોલીસ વિભાગ સાથે હોમગાર્ડની ટીમને પણ કામનું ભારણ વધતા માનસિક રીતે અસ્‍વસ્‍થ જોવા મળે છે. જેની અસર તેઓના શરીર પર જોવા મળે છે. વધારે પડતા તણાવના કારણે આ યુવાનનું હાર્ટએટેક આવતા મોત થયુ હોવાનું પ્રાથમિક જાણકારી મળી છે યુવાનના અચાનક મોતના કારણે પોલીસ વિભાગમાં પણ શોકની લાગણી જોવા મળી છે.

Related posts

ચીખલીના થાલા ગામે પરિવાર લગ્ન પ્રસંગમાં ગયોને ઘરેથી ઘરેણાં ભરેલ ડબ્‍બો ચોરાયો

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દમણ જિલ્લા પંચાયતના તમામ સભ્‍યોએ પ્રમુખ-ઉપ પ્રમુખ નિયુક્‍ત કરવાનો ભાજપ હાઈકમાન્‍ડને સુપ્રત કરેલો અધિકાર

vartmanpravah

ખાનવેલ ખોરીપાડા રોડનું સ્‍થાનિક યુવાનોએ જાતે જ રીપેરીંગ કર્યું

vartmanpravah

વાપી ઓવરબ્રિજ નવિન કામગીરીમાં ફાટકથી લાઈટ વ્‍હિકલની સાથે મેઈન્‍ટેનન્‍સ માટે એસ.ટી.ને જવાની મંજુરીની માંગ

vartmanpravah

એસઆઈએના પ્રમુખ તરીકે નિર્મલભાઈ દુધાની બિનહરીફ જાહેર

vartmanpravah

Leave a Comment