Vartman Pravah
Breaking News

આજથી ઈગ્નૂ સત્રાંત પરીઓની શરૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ,તા.03
ઈંદિરા ગાંધી રાષ્‍ટ્રીય વિશ્વ વિદ્યાલય (ઈગ્નૂ)ની સત્રાંત પરીક્ષા (ટર્મ એન્‍ડ એક્‍ઝામિનેશન ડિસેમ્‍બર-2021) 4 માર્ચ 2022થી શરૂ થઈ રહી છે. આ પરીક્ષા દેશભરના 800પરીક્ષા કેન્‍દ્રોની સાથે સાથે વિદેશોના 19 પરીક્ષા કેન્‍દ્રો પર યોજાઈ રહી છે. ઈગ્નૂ પ્રાદેશિક કેન્‍દ્ર, અદમદાવાદ (09) હેઠળ 12 પરીક્ષા કેન્‍દ્રો બનાવાયા છે. જેમાંથી એક સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ અને દીવના રાજકીય મહાવિદ્યાલય, દમણ સ્‍થિત ઈગ્નૂ પરીક્ષા કેન્‍દ્ર, દમણ (2901) પણ સામેલ છે.
મહિનાભર સુધી દરરોજ બે સત્રો (ક્રમશઃ સવારનું સત્રઃ 10 થી 12 વાગ્‍યે અને સાંજનું સત્રઃ 2 થી 5 વાગ્‍યા સુધી)માં આયોજીત થનારી આ સત્રાંત પરીક્ષામાં ભાગ લેનારા પરીક્ષાર્થીઓ ત્ર્દ્દદ્દષ્ટતઃ//શઁિંંયર્.ીણૂ.શઁ ના ત્ર્દ્દદ્દષ્ટતઃ//શઁિંંયત્રર્્ીશ્રશ્ર.શઁિંંયર્.ીણૂ.શઁ/ ર્ણ્‍ીશ્રશ્રવ્‍શણૂત્ત્ફૂદ્દત/ત્રર્્ીશ્રશ્ર1221/ત્રર્્ીશ્રશ્ર1221ર્.ીતષ્ટ ઉપરથી પોતાની હોલ ટિકટ ડાઉનલોડ કરી શકે છે.
પરીક્ષામાં સામેલ થવા પહેલાં પરીક્ષાર્થીઓને તેમના હોલ ટિકટમાં આપવામાં આવેલ પરીક્ષામાં બેસવા સંબંધી લાયકાતો બાબતે જરૂરી દિશા-નિર્દેશોને ધ્‍યાનપૂર્વક વાંચી લેવું જોઈએ. પરીક્ષા દરમિયાન તેમને ઈગ્નૂ હોલ ટિકટ અને ઈગ્નૂ ઓળખ પત્ર (આઈડેન્‍ટિટી કાર્ડ) સાથે રાખવો પડશે. પરીક્ષા ભવનમાં મોબાઈલ ફોન અને અન્‍ય ઈલેક્‍ટ્રોનિક ગેઝેટ્‍સ પ્રતિબંધિત છે.
પરીક્ષા દરમિયાન ભારત સરકાર દ્વારા જારી કરવામાં આવેલ કોવિડ-19 સંબંધી ધારાધોરણોનું કડકાઈથી પાલન કરવામાં આવશે. તેથી પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્‍દ્રમાં અનિવાર્યરૂપથી માસ્‍કપહેરેલા રાખે અને યોગ્‍ય સામાજિક દૂરીનું પાલન કરે. પરીક્ષા કેન્‍દ્ર સાથે સંબંધિત કોઈપણ પરેશાનીના સંબંધમાં પરીક્ષાર્થી સંબંધિત પ્રાદેશિક કેન્‍દ્રને ઈ-મેઈલ અને ફોન દ્વારા તાત્‍કાલિક સંપર્ક કરી શકે છે.

Related posts

દાનહના ડોકમરડી વિસ્‍તારમાં મેઈન રોડ પર ખાડાઓનું સામ્રાજ્‍યઃ વાહનચાલકો-રાહદારીઓને ભારે હાલાકી

vartmanpravah

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત પારડી નગરપાલિકા દ્વારા ‘‘મારી માટી મારો દેશ” અભિયાનની સાથે થયું વિવિધ કાર્યક્રમોનું આયોજન

vartmanpravah

ચૂંટણી વિભાગ દ્વારા 1.25 કરોડ રોકડા અને 11 લાખનો દારૂ જપ્ત કરાયો

vartmanpravah

સેલવાસના આમલી સ્‍થિત મોબાઈલની દુકાનનું શટર તોડી મોબાઈલની ચોરી

vartmanpravah

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

vartmanpravah

દાનહ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરને એક લાખ મતોથી વિજયી બનાવવા યુવા નેતા સની ભીમરાની હાકલ

vartmanpravah

Leave a Comment