Vartman Pravah
Breaking Newsગુજરાતચીખલીનવસારી

રશિયા-યુક્રેન વચ્‍ચે યુદ્ધના કારણે કેમિકલ ઉદ્યોગ જગતની માયાનગરી ચીખલી વિસ્‍તારમાં પણ ઘેરાયા સંકટના વાદળ

બે વર્ષથી કોરોના કાળ ઉદ્યોગોને ભરખી રહ્યો છે અને હવે બે દેશો વચ્‍ચે મહાયુદ્ધથી ફરી એકવાર ઉદ્યોગ જગતની માયાનગરી પર મંડરાયેલી આફત

(તસવીર અહેવાલઃ દીપક સોલંકી દ્વારા) (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ), તા.04
રશિયા અને યુક્રેન વચ્‍ચે છેલ્લાં 9 દિવસથી ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં બન્ને દેશોમાં અનેક ઔદ્યોગિક કંપનીઓને ભારે નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. જો બન્ને દેશો વચ્‍ચે યુદ્ધ વધુ લાંબુ ચાલે તો ઔદ્યોગિક કંપની માટે મોટું નુકસાન સાથે અનેક દેશોમાં આયાત થતું કેમિકલ રો મટીરીયલ પર મોટી બ્રેક લાગે તેવા સંકેત મળી રહ્યા છે. જો યુદ્ધ વધુ લંબાઈ તો ગુજરાતના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં આવેલી અનેક કેમિકલ કંપની ઉપર પણ ઘેરા સંકટના વાદળો મંડરાવાની સ્‍થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે ચીખલી તાલુકાના ઔદ્યોગિક કારોબાર સાથે સંકળાયેલા અગ્રણીઓમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્‍યું છે. જ્‍યારે ચીખલી તાલુકાના ઔદ્યોગિક કંપનીના એક અગ્રણી દ્વારા જણાવ્‍યું છે કે યુક્રેન અને રશિયા તરફથી આવતું રો-મટેરિયલ ફિનોલ અને મિથેનોલ જેવા કેમિકલના સપ્‍લાઈની ખોટ વર્તાઈ રહી છે. આ યુદ્ધના કારણે અનેક હવાઈ અનેદરિયાઈ માર્ગો દ્વારા થતાં એક્‍સપોર્ટની પ્રક્રિયા પણ પ્રભાવિત થવા પામી છે. જેની સીધી અસર ચીખલી તાલુકા તથા બીલીમોરા, ગણદેવી વિસ્‍તારના ઉદ્યોગ જગત પર પડી રહી છે.

Related posts

વાપી હાઈવે બલીઠામાં કેરી ભરેલી ટ્રક પલટી મારી જતા લોકોએ કેરી લુંટવા પડાપડી કરી

vartmanpravah

ચંડોરના સરપંચ રણજીત પટેલની દમણગંગા નદીમાં સી.ઈ.ટી.પી.નું કેમીકલ યુક્‍ત પાણી છોડાતું હોવાની ફરિયાદ

vartmanpravah

સેલવાસ ડીસ્‍ટ્રીકટ કોર્ટ ખાતે 30મી એપ્રિલના રોજ લોક અદાલતનું આયોજન કરાશે

vartmanpravah

આજે વલસાડ જિલ્લામાં પંજાબના સી.એમ. અને આપના રાષ્‍ટ્રિય નેતા ભગવંત માનના ત્રણ રોડ શો યોજાશે

vartmanpravah

ભામટી પ્રગતિ મંડળે ‘ભારત રત્‍ન’ ડો. બાબા સાહેબ આંબેડકરને અર્પિત કરેલા શ્રદ્ધા સુમન

vartmanpravah

વાપી ઝંડાચોક શહિદ સ્‍મારક બચાવવા માટે કોંગ્રેસ દ્વારા કલેક્‍ટરને આવેદન : શૌચાલય બનાવવાનો નિર્ણય રદ્‌ કરો

vartmanpravah

Leave a Comment