Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તાજેતરમાં સંસદમાં અકસ્‍માત સમયે ડ્રાઈવરો માટે ઘડાયેલ નવા કાયદાનો વાપી ટ્રાન્‍સપોર્ટએસો.એ વિરોધ કર્યો

વાપી ટ્રાન્‍સપોર્ટ એસો.ના પ્રમુખ ભરતભાઈ ઠક્કર અને હોદ્દેદારોની મળેલી મિટિંગમાં નવા કાયદા અંગે સમિક્ષા કરાઈ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29: તાજેતરના ચોમાસુ સંસદીય સત્રમાં ગૃહમંત્રાલય દ્વારા અનેક જુના કાયદાઓ રદ્દ કરી નવેસરથી નવા કાયદા ઘડવામાં આવ્‍યા હતા. જેમાં રોડ અકસ્‍માત બાદ ડ્રાઈવર વાહન છોડી ભાગી જાય તે માટે કડક સજા અને જેલ અને દંડની જોગવાઈ કરવામાં આવી છે. ડ્રાઈવરો માટે ઘડાયેલા નવા કાયદાના દેશભરમાં ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે શુક્રવારે વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશન વી.ટી.એ ઓફીસમાં મળેલી હોદ્દેદારોની મિટિંગમાં નવા કાયદાને વખોડી નાખવામાં આવ્‍યો હતો.
વાપી ટ્રાન્‍સપોર્ટ એસોસિએશનની પ્રમુખ ભરતભાઈ ઠક્કરની આગેવાનીમાં આજે વી.ટી.એ.માં મિટિંગ યોજાઈ હતી. જેમાં સંસદમાં અકસ્‍માત બાદ ડ્રાઈવર સ્‍થળેથી ભાગી જાય તેવા સંજોગમાં ડ્રાઈવરને કડક સજા જેલ અને દંડની જોગવાઈનો પણ કાયદો બનાવાયો છે. આ કાયદાનો ટ્રાન્‍સપોર્ટરોએ વિરોધ કર્યો હતો. કારણ કે અકસ્‍માત બદ્દઈરાદાથી કરાતો નથી. પરંતુ થઈ જતો હોય છે. તેવા સંજોગોમાં લોકો ડ્રાઈવરોને માર મારતા હોય છે તેથી ડરથી ડ્રાઈવર વાહન છોડી ભાગી જતા હોય છે. તેઓ અસલામત હોય છે. આવાસંજોગોમાં નવા કાયદામાં ડ્રાઈવરોનું હિત જોવાયુ નથી તેવું ભરતભાઈ ઠક્કરે જણાવ્‍યું હતું. અન્‍ય સમિક્ષા પણ કરાઈ હતી. ટ્રાન્‍સપોર્ટ અર્થતંત્રનું પરિબળ છે. ડ્રાઈરો નોકરી નહી કરશે તો આંખા વ્‍યવસાય ઉપર માઠી અસર પડશે.

Related posts

સેલવાસની કેટલીક હોટલો, ઢાબાઓમાં નજરે પડતો સ્‍વચ્‍છતાનો અભાવ

vartmanpravah

દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં હવે જાહેર જનતા માટે ઉદ્યાન, પાર્ક વગેરે પણ ખુલી રહ્ના છે અને પ્રદેશના બીચ અને બીચ રોડ વીક ઍન્ડ શનિ-રવિ અને જાહેર રજાને છોડતાં બાકીના તમામ દિવસોઍ ખુલ્લા રહેશે.

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

ચીખલી તાલુકાના માણેકપોર-વાંસદા રોડ પર જમીન પચાવી પાડવાની તપાસમાં મોટા માથાઓના નામો ખુલે તેવી શક્‍યતા

vartmanpravah

પારડીની નામાંકિત સ્‍કૂલમાં અભ્‍યાસ કરતો 17 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્‍યું

vartmanpravah

વાપી નગરપાલિકાની પ્રથમ સામાન્‍ય સભા આજેયોજાશે : નવા પ્રમુખ-ઉપપ્રમુખની વરણી થશે

vartmanpravah

Leave a Comment