October 14, 2025
Vartman Pravah
Other

લ્‍યો, કરો વાત..! દમણ જિ.પં.માં થયેલા સત્તા પરિવર્તનની તર્જ ઉપર દમણ ન.પા.ના પ્રમુખને હટાવવા પણ ઘડાતો તખ્‍તો

દમણ ન.પા.ના પ્રમુખ સોનલબેન પટેલની જગ્‍યાએ બેસવા કસદાર મહત્‍વકાંક્ષીઓએ શરૂ કરેલું પોતાનું લોબિંગઃ અવિશ્વાસ દરખાસ્‍ત ઉપર પણ સહી લેવાની શરૂ થયેલી કવાયત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા. 04
દમણ જિલ્લા પંચાયતમાં તાજેતરમાં થયેલા સત્તા પરિવર્તનની તર્જ ઉપર દમણ નગર પાલિકામાં પણ પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલને હટાવવા માટેનો તખ્‍તો ઘડાય રહ્યો હોવાની જાણકારી મળી છે અને આવતા દિવસોમાં શ્રીમતી સોનલબેન પટેલની જગ્‍યાએ બેસાડવા કસદાર મહત્‍વકાંક્ષીઓએ પોતાનું લોબિંગ પણ શરૂ કરી દીધુ હોવાની જાણકારીમળી રહી છે.
દમણ નગર પાલિકાના કાઉન્‍સિલરો પાસે અવિશ્વાસ દરખાસ્‍ત ઉપર સહી લેવાની કવાયત ફરી શરૂ થઈ છે. નજીકના ભૂતકાળમાં લગભગ પાંચથી છ વખત આ પ્રકારની એક્‍સરસાઈઝ થઈ ચૂકેલ હોવાનું પણ જાણવા મળે છે. પરંતુ આ વખતે ભાજપ હાઈકમાન્‍ડના પણ છુપા આશીર્વાદ હોવાનું મહત્‍વકાંક્ષી કાઉન્‍સિલરો દ્વારા કહેવામાં આવી રહ્યું છે.
અત્રે યાદ રહે કે, દમણ જિલ્લા પંચાયતના તત્‍કાલિન પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ સામે જિલ્લા પંચાયતના સભ્‍યોમાં કોઈ અસંતોષ નહી હોવા છતાં તેમની પ્રમાણિક છબી અને સ્‍વભાવમાં રહેલી શાલીનતા તેમને નડી ગઈ હોવાનું બહુમતી લોકોનું માનવું છે.
ભૂતકાળમાં દમણ નગર પાલિકા અને જિલ્લા પંચાયતના સભ્‍યોની ખરીદદારી થતી હતી. પરંતુ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ પક્ષાંતર ધારાના શરૂ થયેલા કડક અમલથી તમામ રાજકીય પક્ષો અને બળવાખોર સભ્‍યો પણ અનુશાસનમાં આવ્‍યા હતા. પરંતુ દમણ જિલ્લા પંચાયતમાં કોઈ અગમ્‍ય કારણોસર થયેલા સત્તા પરિવર્તન બાદ હવે દમણ નગર પાલિકાના પ્રમુખને બદલવાનો પવન શરૂ થયો હોવાની જાણકારી મળી રહી છે.

Related posts

દમણના ઉભરતા ક્રિકેટ સિતારા ઉમંગ ટંડેલે રણજી ટ્રોફીમાં રાજસ્‍થાન સામે 153 રનની અણનમ સદી ફટકારી

vartmanpravah

દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળાની ધોરણ-7ની વિદ્યાર્થીની પરી ગીરીની સ્‍કૂલ ગેમ ફેડરેશન ઓફ ઈન્‍ડિયા દ્વારા આયોજીત કરાટે સ્‍પર્ધામાં પસંદગી

vartmanpravah

આંતર જિલ્લા શાળા એથ્‍લેટિક્‍સ અને યોગ સ્‍પર્ધામાં દમણની સાર્વજનિક વિદ્યાલયનો ઉત્‍કૃષ્‍ટ દેખાવઃ મેળવેલા 44 મેડલ

vartmanpravah

આમલી દત્ત ધામની સામે બંધ ઘરના ઓટલા ઉપરથી અજાણ્‍યા યુવાનની લાશ મળી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પ્રકોપથી લોકો ત્રાહીમામ

vartmanpravah

દમણ જિલ્લા ભાજપ અધ્‍યક્ષ અસ્‍પીભાઈ દમણિયાએ અંબામાતા મંદિરમાં 108 દીપક પ્રગટાવી પ્રધાનમંત્રીના નિરોગી અને દીર્ઘાયુ જીવનની કરેલી કામના

vartmanpravah

Leave a Comment