December 1, 2025
Vartman Pravah
Breaking Newsદમણદીવદેશસેલવાસ

ડો.અપૂર્વ શર્માએ દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઈડ સાથે મહિલા દિનની કરેલી ઉજવણી કરી

  • દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડની પાંચ મહિલા સભ્‍યોનું સન્‍માન કરાયું : પાંચ ખાસ કોરોના વોરિયર યુવતીઓનું સન્‍માન કરવામાં આવ્‍યું

  • દિવ્‍યાંગ માર્ગદર્શક દેવકી તોમરને રાષ્‍ટ્રીય મુખ્‍યાલય તરફથી રૂા. 1000 રોકડ પુરસ્‍કાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.09
આજે, વિકલાંગ છોકરાઓનીરેડક્રોસ શાળામાં ડો. અપૂર્વ શર્માની હાજરીમાં આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સૌપ્રથમ મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહેલા ડો. અપૂર્વ શર્માનું તમામ દિવ્‍યાંગ ગાઈડોએ પુષ્‍પગુચ્‍છ આપી સ્‍વાગત કર્યું હતું. રેન્‍જર લીડર સોનિયા સિંહ સ્‍કાર્ફ પહેરાવીને અને સંયુક્‍ત રીતે દીપ પ્રાગટય કરીને સ્‍કાઉટ ગાઈડની પ્રાર્થનાથી આજના કાર્યક્રમની શરૂઆત કરી હતી.
ત્‍યારબાદ દિવ્‍યાંગ ગાઈડ દેવકી તોમર અને ટીમે સંયુક્‍ત રીતે સ્‍વાગત નળત્‍ય રજૂ કર્યું, ત્‍યાર બાદ સ્‍વરૂપા શાહેસ્ત્રી શક્‍તિને ઉજાગર કરી આજની શક્‍તિનું મહત્‍વ સમજાવ્‍યું હતું. દુર્ગા મુકુંદરે પોતે રચેલા નારી ગીત રજૂ કરીને લોકોને ભાવુક બનાવી દીધા હતા. ત્‍યારબાદ પાંચ પ્રભાવશાળી દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડના સભ્‍યો યાસ્‍મીન અનવર વસાયા, સ્‍ટેટ ઓર્ગેનાઈઝર કમિશનર ગાઈડ, સેલવાસ સાયકલ મેયર સ્‍વરૂપા શાહ, દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ એક્‍ટિવ મેમ્‍બર, નિરાલી મિષાી ગાઈડ કેપ્‍ટન રેડક્રોસ સ્‍કૂલ ફોર સ્‍પેશિયલ બાળકો, દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ વોરિયર ઐશ્વર્યાના પ્રથમ કોરોના ગાંગોડે રેન્‍જર આઝાદ ઓપન ટીમ, સેકન્‍ડ વેવ કોરોના વોરિયર અનિતા જગમોહન પ્રસાદ ગુપ્તા સક્રિય રેન્‍જર ડો.એપીજે અબ્‍દુલ કલામ સરકારી કોલેજની મહિલાઓને સ્‍મળતિ ચિホ અર્પણ કરીનેતેમજ રોટરી ક્‍લબ દાદરા નગર હવેલી તેજસ્‍વિની મિશ્રા, સ્‍નેહા દુબે, રિયા મોર્ય, સુહાની સિંહ અને અદિતી સિંહને સંયુક્‍ત રૂપથી પ્રમાણપત્ર આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
ત્‍યારબાદ રેડ ક્રોી સ્‍કૂલની દિવ્‍યાંગ ગાઈડ દેવકી તોમરને તેના માસિકધર્મ ચિત્રકલા સ્‍પર્ધામાં વિશેષ ભાગીદારી માટે તેમના પરિણામો દર્શાવવા માટે રાષ્‍ટ્રીય મુખ્‍યાલયથી 1000 રોકડ રકમનું પુરસ્‍કાર સન્‍માન સ્‍વરૂપ ડો. અપૂર્વ શર્મા દ્વારા ભેટ આપવામાં આવી હતી. આ સન્‍માન માટે દેવકી તોમરે જણાવ્‍યું હતું કે, પોતે દિવ્‍યાંગ હોવા છતાં પ્રતિભા દર્શાવવાની તક આપવા બદલ દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ અને દાનહ પ્રશાસનનો આભાર માન્‍યો હતો. તેમજ આજના દિવસે સ્‍કાઉટ ગાઈડની પ્રવળતિઓને પ્રોત્‍સાહિત કરવા ત્રણ મુખ્‍ય મહેમાનોએ દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશીપનું સભ્‍યપદ લીધુ હતું. જેમાં તોહલ દેસાઈ, દુર્ગા મુકુંદર, પ્રિયંકા હરિજનને સ્‍કાર્ફ પહેરાવીને સભ્‍યપદ આપવામાં આવ્‍યું હતું.
અંતમાં સોનિયા સિંઘ, સ્‍વરૂપા શાહ અને રાહુલ શાહે સંયુક્‍ત રીતે દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ ગોવા એડવેન્‍ચર કેમ્‍પની ટી-શર્ટ, કેપ, મેડલ અને પીન ભેટની સાથે રેડક્રોસ સ્‍કૂલની વિકલાંગ છોકરીઓએ તેમની લાગણીઓથી બનાવેલ કાર્ડની ભેટ આપી હતી અને આભાર માન્‍યો હતો. જેમાં ડો. અપૂર્વ શર્માએતમામનો ઉત્‍સાહ વધારતા દાનહ ભારત સ્‍કાઉટ ટીમ અને રેડ ક્રોસ શાળાના પ્રાચાર્યા ડો. જ્‍યોતિર્મયી સુરને શુભકામનાઓ પાઠવી હતી. આ જ રીતે તમામ કન્‍યાઓને પ્રોત્‍સાહિત કરીને તેમનું મનોબળ વધારતા રહો, જેમાં મહિલા શક્‍તિ સર્વોપરી છે. તેઓ સર્જક છે તેમજ દાનહ સ્‍કાઉટ ગાઈડની પ્રવળત્તિઓને બિરદાવે છે
આ કાર્યક્રમમાં મુખ્‍યત્‍વે ડૉ.ભુવનેશ્વરી રાઠોડ, યંગ ફિઝિયોથેરાપિસ્‍ટ, એક્‍ટિવ મેમ્‍બર દાનહ સ્‍કાઉટ ગાઈડ ફેલોશિપ શ્રી દીપક શાહ, રોટરી ક્‍લબ દાદરા નગર હવેલી શ્રી રાજુભાઈ પટેલ, સ્‍કાઉટ માસ્‍ટર રેડક્રોસ સ્‍કૂલ, શ્રી રાકેશભાઈ પટેલ, શ્રી અજય હરિજન, શીતલ ચૌહાણ, જય હિન્‍દ ઓપન સ્‍કાઉટ ગાઈડ અને 200 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. રેડક્રોસ શાળાના તમામ શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

Related posts

દાનહના દમણગંગા રિવરફ્રન્‍ટ ઉપર વાહન પાર્કિંગની ઉભી કરાયેલી નિઃશુલ્‍ક સુવિધા

vartmanpravah

દમણમાં વરકુંડ-એ ક્રિકેટ ક્‍લબ દ્વારા આયોજિત માહ્યાવંશી સમાજ ક્રિકેટ ટૂર્નામેન્‍ટ 2022 યોજાઈ

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયએ દાનહ ભાજપ સાથે સતત 32 વર્ષથી જોડાયેલા કાર્યકરોનું કરેલું સન્‍માન

vartmanpravah

નવી દિલ્‍હી ખાતે સ્‍વતંત્રતા દિવસની ઉજવણીમાં વાપી કેબીએસ કોલેજના એનએસએસના વિદ્યાર્થીએ લીધેલો ભાગ

vartmanpravah

મોટી દમણના મગરવાડા છ રસ્‍તાથી ભામટી તળાવ ફળિયા સુધીના રોડના વિસ્‍તૃતિકરણ માટે કરેલા ખોદાણની ભરણી નહીં થતાં ચોમાસામાં પ્રાણઘાતક અકસ્‍માત સર્જાવાની ભીતિ

vartmanpravah

ચીખલી વંકાલમાં સિંચાઈ વિભાગ દ્વારા માઈનોર કેનાલ અંડર ગ્રાઉન્ડ કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ફેલાયેલી આનંદણી લાગણી

vartmanpravah

Leave a Comment