June 13, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

વાપી બલીઠાના લીલા નાળિયેરની લારી ચલાવતા શ્રમિકે ઈમાનદારી દાખવી : મળેલી બેગ માલિકને પરત કરી

રાકેશને રેલવે જકાતનાકે લઘુશંકાએ જતા 50 હજાર અને લેપટોપ રાખેલી અંકલેશ્વરના ઉદ્યોગપતિની બેગ મળી હતી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13
ઈમાનદારીના વિરલ દાખલા આજે પણ બને છે તેવી ઈમાનદારી બલીઠાનો લીલા નાળિયેરની લારી ફેરવતા શ્રમજીવીએ દાખવી બતાવ્‍યાનો કિસ્‍સો પ્રકાશમાં આવ્‍યો છે.
વાપી વી.આઈ.એ.માં બે દિવસ પહેલા રોટરીના કાર્યક્રમમાં ભાગ લેવા માટે અંકલેશ્વરથી એક ઉદ્યોગપતિ આવ્‍યા હતા. જ્‍યાં તેમની બી.એમ.ડબલ્‍યુ. કાર નં.જીજે 16 બીએન 0235 માંથી કોઈ ગઠીયો કાચ તોડી બેગ લઈ ફરાર થઈ ગયો હતો. ઉદ્યોગનગર પોલીસમાં જાણવાજોગ ફરિયાદ નોંધાઈ હતી. વાપી બલીઠામાં રહેતા અને લીલા નાળિયેર લારીની ફેરી કરતા શ્રમિક રાકેશ જકાતનાકા રેલવે ટ્રેક પાસે લઘુશંકાએ ગયેલો ત્‍યારે જુની જણાતી બેગ મળેલી. ફાટકે જ્‍યુશની લારી પાસે આવી બેગ ખોલી તેમા 50 હજાર રૂા. અને લેપટોપ મળ્‍યા હતા. બેગમાં રહેલ વિઝીટીંગના મોબાઈલ નંબર ઉપર જાણ કરતાં અંકલેશ્વરના ઉદ્યોગપતિનો નંબર હતો. બેગ માલિક વાપી આવી રાકેશને મળ્‍યા. રાકેશએ 50 હજાર રોકડઅને લેપટોપ વાળી બેગ માલિકને પરત કરી હતી. માલિકે બક્ષીશ આપવાની વાત કરી પણ રાકેશે નખ-શિખ ઈમાનદારી દાખવી બેગ માલિક પાસેથી બક્ષીસ પણ સ્‍વિકારી નહોતી.

Related posts

દીવમાં શિક્ષણ વિભાગ દ્વારા આર્ચરીનું કરાયેલું આયોજન

vartmanpravah

વલસાડ ગરબામાં યુવક ઉપર ચાકૂથી હુમલો થતાં ભાગદોડ મચી ગઈ

vartmanpravah

બે વર્ષ બાદ કોરોનાનું વિઘ્‍ન ટળતા વાપી-વલસાડમાં અનેક મંડળો દ્વારા ગણેશોત્‍સવની ધામધૂમથી કરાયેલી સ્‍થાપના

vartmanpravah

દાનહમાં અફવાને કારણે પોસ્‍ટ ઓફિસ સામે મહિલાઓની જામેલી ભીડ

vartmanpravah

પૂર્ણિમા યુનિવર્સિટીનો 8મો દીક્ષાંત સમારોહ સંપન્ન થયો: દમણની દીકરી શ્રદ્ધા મંગેરાએ ગોલ્‍ડ મેડલ મેળવ્‍યો હતા

vartmanpravah

પિતાએ ઠપકો આપતા ઘર છોડી ગયેલી વલસાડની યુવતીને અભયમની ટીમે પરત માતા પિતાને સોંપી

vartmanpravah

Leave a Comment