Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારીપારડીવલસાડ

કૃષિ યુનિવર્સિટી નવસારી સંલગ્ન કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, પરીયા ખાતે ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”ની ઉજવણી થઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.14
કૃષિ પ્રાયોગિક કેન્‍દ્ર, નવસારી કળષિ યુનિવર્સિટી, પરીયા, તા. પારડી અને આત્‍મા પ્રોજેક્‍ટ, વલસાડના સંયુક્‍ત ઉપક્રમે તા. 07 થી 11 માર્ચ 2022 દરમિયાન ‘‘ટેક્‍નોલોજી સપ્‍તાહ”નું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં વલસાડ જિલ્લાના અલગ અલગ તાલુકાના કુલ 254 ખેડૂતોએ ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમ અંતર્ગત સંસ્‍થાના વડા સંશોધન વૈજ્ઞાનિક (બાગાયત) ડૉ. સાગર જે. પાટીલ, તથા અન્‍ય વૈજ્ઞાનિકોએ સંસ્‍થાનો પરિચય તેમજ કેન્‍દ્ર ખાતે થતી વિવિધ કામગીરી, આંબા તથા કાજુ પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, આંબાની વિવિધ જાતોની પસંદગી તેમજ નવી વાડીનું આગોતરું આયોજન, સંકલિત પોષણ વ્‍યવસ્‍થાપન, સંકલિત રોગ-જીવાત નિયંત્રણ, આંબાની જૂની વાડીનું નવિનીકરણ, સજીવ ખેતી, આંબામાં ઘનિષ્ઠ વાવેતર પદ્ધતી અને નર્સરી વ્‍યવસ્‍થાપન વગેરે વિવિધ વિષયો ઉપર તાંત્રિક માર્ગદર્શન આપ્‍યું હતું. ખેડૂતોને પરીયા ફાર્મની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન આંબાની કલમ કરવાની વિવિધ પદ્ધતીઓ, નવસારી કળષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી વિવિધ ટેક્‍નોલોજી જેવી કે નૌરોજી સ્‍ટોનહાઉસ ફળમાખી ટ્રેપ, જૈવિક જંતુનાશકો, જૈવિક ખાતરો, આંતરરાષ્ટ્રીય પેટેન્‍ટ ધરાવતા નોવેલસેંદ્રિય પ્રવાહી ખાતર વગેરે પદ્ધતિનું નિદર્શન દ્વારા ખેડૂતોને માહિતગાર કર્યા હતા અને તેમનો ઉપયોગ કરવા વિશે હાકલ કરી હતી. ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોની વૈજ્ઞાનિકો દ્વારા ચર્ચા કરી તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરાયો હતો. આ સપ્‍તાહ ઉજવણી દરમિયાન તા. 8 માર્ચ 2022 ના રોજ વિશ્વ મહિલા દિનની ઉજવણી પણ કરવામાં આવી હતી.

Related posts

ડીઆઈએના પૂર્વ અધ્‍યક્ષ સંજીવ તિવારીએ પ્રમુખ પદના કાર્યકાળના બે વર્ષ પછી હસતાં હસતાં સીટ ખાલી કરવા કરેલી માર્મિક ટકોર

vartmanpravah

વાપી નગરપાલિકામાં પ્રાદેશિક કમિશ્નર ડો.ડી.ડી. કાપડિયાની ઉપસ્‍થિતિમાં પુરગ્રસ્‍ત વિસ્‍તારમાં કામગીરી કરનાર સફાઈ કામદારોનું કરાયું સન્‍માન

vartmanpravah

કપરાડા તાલુકાના ઓઝરડા ગામે ઉતરાયણ પર્વ નિમિત્તે બાળકોને પતંગ, દોરી અને ધાબળાનું કરાયેલું વિતરણ

vartmanpravah

સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ વાપી દ્વારા વલસાડ જિલ્લામાં ડીવાયએસપી તરીકે ફરજ બજાવતા આર.સી. ફળદુ વય મર્યાદાને કારણે નિવૃત્ત થતા ભવ્‍ય નિવૃત્તિ સન્‍માન સમારોહ યોજાયો

vartmanpravah

આજે સેલવાસના અટલભવન ખાતે ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરનું ભવ્‍ય સ્‍વાગત કરાશે

vartmanpravah

મગરવાડા ગૃપ ગ્રામ પંચાયત દ્વારા થાણાપારડીમાં રાત્રી ચૌપાલ યોજાઈ

vartmanpravah

Leave a Comment