Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી સ્‍મશાન ગૃહ જવાનો સર્વિસ રોડનો રસ્‍તો અધૂરો છોડી દેવાતા સ્‍મશાન યાત્રીઓ વેઠી રહ્યા છે પારવાર મુશ્‍કેલી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.21: ગૃહ સ્‍મશાન ગૃહ એટલે અંતિમ સફર પરંતુ બે જવાબદાર તંત્રને લઈ પારડી સ્‍મશાન ગૃહ ખાતે જવાતો સર્વિસ રોડનો રસ્‍તો બિસ્‍માર અને ખાડાઓના ભરમાર વચ્‍ચે છેલ્લા પાંચ વર્ષથી એમનો એમ અધૂરો છોડી દેવાયો છે.
પારડી સ્‍મશાન ગૃહના સંચાલકો દ્વારા પારડી સ્‍મશાન ગૃહને અતિ આધુનિક અને દરેક સગવડો સભર બનાવતા હવે ફક્‍ત પારડી જ નહીં પરંતુ પારડીની આજુબાજુના ગામોમાંથી પણ સ્‍મશાન યાત્રા પારડી સ્‍મશાન ગૃહ ખાતે આવી રહ્યા હોય રોજના લગભગ પાંચ થી છ જેટલી સ્‍મશાન યાત્રા પારડી સ્‍મશાન ગૃહમાં પોતાના સ્‍વજનને લઈ અંતિમ સફરે આવતા હોય છે.
પરંતુ અહીં આવવા માટે જે સર્વિસ રોડ તે છેલ્લા પાંચ વર્ષથી અધૂરો છોડી દેવામાં આવ્‍યો છે અને હાલમાં આ રોડ અત્‍યંત બિસ્‍માર અને ખાડાઓની ભરમાળ વાળો હોય સ્‍મશાને આવતા સ્‍મશાન યાત્રીઓ છેલ્લા પાંચ વર્ષથી હેરાન થઈ રહ્યાછે પરંતુ જવાબદાર તંત્ર પાસે આ અધૂરો છોડી દેવાયેલ રસ્‍તો બનાવવાની ફુરસદ જ નથી. જવાબદાર તંત્ર જલ્‍દીથી આ અધૂરો રસ્‍તો બનાવે જેથી અહીં આવનારની અંતિમયાત્રા સફળ રહે અને સાથે આવનારા સ્‍મશાન યાત્રીઓના જીવના જોખમ પણ મટે એવી માંગ લોકો દ્વારા થઈ રહી છે.

Related posts

રાજયના ઉર્જામંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ ધરમપુર નગરપાલિકા વિસ્તાનરમાં અંડરગ્રાઉન્ડ્ લાઇનની કામગીરીનું ખાતમૂર્હુત કર્યુ

vartmanpravah

ચીખલીના સાદકપોર બાદ હવે પીપલગભાણમાં પણ ધોળા દિવસે દીપડો લટાર મારતા નજરે પડતાં લોકોમાં ફફડાટ

vartmanpravah

કપરાડાના માની ગામે તાજી વિયાયેલી ગાયનું દૂધ પીતા પરિવારના 10 સભ્‍યોને ફુડ પોઈઝનિંગ થયું

vartmanpravah

દાનહઃ ઉમરકૂઈ સ્‍થિત યુ.ડી.ફાર્મા રબર પ્રોડક્‍ટ્‍સ કંપનીના કામદારો પગાર વધારા મુદ્દે હડતાલ પર ઉતર્યા

vartmanpravah

વિકાસની દિશામાં આગળ વધી રહેલું લક્ષદ્વીપ

vartmanpravah

પારડીના ગોઈમા ખાતેથી માનવ કંકાલ મળતા ચકચાર

vartmanpravah

Leave a Comment