Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતતંત્રી લેખપારડીવલસાડવાપી

કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતિય સતામણી અધિનિયમ અંતર્ગત લો કોલેજ વલસાડ ખાતે કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.15

વલસાડ જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા શાહ કે.એમ. લો કોલેજ ખાતે કામકાજના સ્‍થળેસ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ-૨૦૧૩ હેઠળ કાયદાકીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં નાયબ પોલીસ અધિક્ષક મનોજ ચાવડાએ પોલીસ વિભાગની સેવાઓ, પોલીસની કામગીરી તથા પોલીસ મહિલાઓને કઇ રીતે મદદરૂપ બની શકે તેમ જણાવ્‍યું હતું. કોઇપણ વિકટ પરિસ્‍થિતિમાં પોલીસ મહિલાઓને સુરક્ષા અને સલામતી પૂરી પાડશે તેવી ખાતરી તેમણે આપી હતી. વિદ્યાર્થીઓને પોલીસ સ્‍ટેશનની મુલાકાત લેવા અને પોલીસને મિત્ર સમજવા પણ તેમણે વધુમાં જણાવ્‍યું હતું. જિલ્લા ફિલ્‍ડ ઓફિસર ડો. પરિક્ષિત વાઘેલાએ કામકાજના સ્‍થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ તથા મહિલ અને બાળ વિકાસ વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓ અંગે જાણકારી આપી હતી. એડવોકેટ શોભનાદાસે મહિલાલક્ષી વિવિધ કાયદાઓ, મહિલા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેકટર પી.ડી.જાનીએ સાઇબર ક્રાઇમ અંગે જાણકારી આપી હતી. આ ઉપરાંત પોલીસ સ્‍ટેશન બેઇઝડ સપોર્ટ સેન્‍ટર-વાપીના જાગૃતિબેન ટંડેલ, સખી વન સ્‍ટોપ સેન્‍ટરના કેન્‍દ્ર સંચાલક ધારાબેન કાપડીયાએ તેમના વિભાગને લગતી કામગીરી અંગે સૌને વાકેફ કર્યા હતા. ૧૮૧ અભયમ હેલ્‍પલાઇનના કાઉન્‍સેલર કંચનબેન ટંડેલે હેલ્‍પલાઇનની મોબાઇલ એપ ડાઉનલોડ કરાવી તેનો મુશ્‍કેલીના સમયમાં કેવી રીતે ઉપયોગ કરવો તેની સવિસ્‍તર સમજણ આપી હતી.

આ કાર્યક્રમમાં લો કોલેજના વિદ્યાર્થીઓ, શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્‍ટાફ તેમજ મહિલા વિંગની વિવિધ યોજનાના કર્મચારીઓ ઉપસ્‍થિત રહયા હતા.

Related posts

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના ઉપાધ્‍યક્ષ અંજના પવારે જિલ્લાના સફાઈ કર્મચારીઓની પરિસ્‍થિતિની સમીક્ષા કરી

vartmanpravah

વલસાડની જીએમઇઆરએસ મેડિકલ કોલેજના ૩ તબીબોના રિસર્ચ પેપર રાજ્યકક્ષાએ વિજેતા

vartmanpravah

નવસારી જિલ્લા વિકાસ અધિકારીની અધ્‍યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં શ્રમયોગીઓને મતદાન માટે રજા આપવી

vartmanpravah

વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ

vartmanpravah

બીઆરસી સેલવાસ દ્વારા વિઝન એનરિચમેન્‍ટ કાર્યક્રમમાં કેન્‍દ્ર શાળા નરોલીમાં વિદ્યાર્થીનીઓને સકારાત્‍મકતા સાથે પોતાના લક્ષ્યોને હાંસલ કરી જીવનને સફળ બનાવવા બતાવેલી ચાવી

vartmanpravah

Leave a Comment