Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતવલસાડ

યુઆઈઍની ચૂંટણીમાં બોગસ મતદારો અને જવાબદારોની ખેર નહીં…….. બોગસ મતદાર (નિયમ વિરુદ્ધ બનેલ અોથોરાઈઝ પર્સન) સેક્રેટરી તાહિર વોરા, અને ઈલેક્શન કમિટી સામે ફોજદારી ગુનો દાખલ કરવાનુ સચિન માછી (બાળા)ઍ આપેલું અલ્ટીમેટમ

  • પારદર્શક મતદાન કરાવવા કરેલી સચિનભાઈ (બાળા)ની રજૂઆતને વિવાદનું સ્વરૂપ આપી અવળે પાટે ચઢાવવાની વિરોધપક્ષે કરેલી કુચેષ્ટાથી ઓદ્યોગિક આલમમાં વ્યાપેલી નારાજગી

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સરીગામ, તા.૨૧
હાલમાં યોજનારી યુઆઈઍના ઍક્ઝિક્યુટિવ કમિટી મેમ્બરની ચૂંટણીમાં બોગસ મતદાન થવાની શક્યતા બળવત્તર બની જવા પામી છે. યુઆઈઍનું સભ્યપદ હાસલ કરવામાં આચરવામાં આવેલી ગેરરીતીની ફરિયાદ ઓમ ઓવી ઍન્ટરપ્રાઈઝના માલિક અને ઉમેદવાર શ્રી સચિનભાઈ (બાળા)ઍ ઈલેક્શન કમિટી સમક્ષ કરી છે.
ઍમની રજૂઆત મુજબ ઘણી કંપનીઅોનું વેચાણ અને ટ્રાન્સફર પ્રક્રિયા થઈ ગઈ છે. અને નવા માલિકે કંપનીને નવા નામથી ચાલુ કરી દીધી હોવા છતાં જુના સભ્યપદોને ફરીથી નોîધવામાં આવ્યા છે. ખરેખર અહીં નવી કંપનીના નવા નામોને સભ્યપદ આપવો જાઈઍ પરંતુ તેમ ન થતાં અહીં નિયમ અને લોકશાહીઢબનુ હનન થઈ રહ્નાં છે જેના ઉપર અંકુશ મુકવાની માંગણી કરી છે. આ ઉપરાંત બીજી પ્રક્રિયા ઍવી પણ સામે આવવાની છે કે જેમને મતદાન કરવાની અોથોરાઈઝ આપવામાં આવી છે ઍના નામથી બોગસ સિગ્નેચર કરી મતદાન થશે. અને ઍક જ સભ્ય ઘણાના અોથોરાઈઝ લાવી મતદાન કરશે ઍવી શંકા પણ જણાઈ રહી છે. આવા સમયે પ્રોપર અોથોરાઈઝ સભ્ય જ મતદાન કરી શકે ઍવી ચોકસાઈ રાખવાની જરૂર છે. અને જા ઍક સભ્ય પાસે ઍકથી વધુ મતદાન કરવાનો જા હક પ્રા થયેલો હોય તો ઍવા સભ્યોઍ ઍક જ સમયે તમામ મતદાન કરી દેવું જાઈઍ. અલગ અલગ સમયે કરવામાં આવતા મતદાનમાં બોગસ થવાની શક્યતા જણાઈ રહી છે.
આમ યુઆઈઍની ચૂંટણી જંગમાં ભારે રસાકસી ભર્યા થવાના ઍîધાણ દેખાઈ રહ્ના છે અને નિયમ વિરુદ્ધ સભ્યપદ હાંસલ કરેલાની પ્રક્રિયા બહાર આવવા પામી છે. બીજી તરફ શ્રી સચિનભાઈ (બાળા)ઍ ઈલેકશન કમિટી સમક્ષ પારદર્શક મતદાન પ્રક્રિયા કરાવવા કરેલી રજૂઆતને વિવાદનું સ્વરૂપ આપી વિરોધ પક્ષે અવળે પાટે ચઢાવવા કરેલી કુચેષ્ઠાથી ઔદ્યોગિક આલમમાં ભારે નારાજગી વ્યાપી જવા પામી છે. જેનો પુરેપુરો લાભ ટીમ ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ પેનલને થશે ઍવુ આંકલન કરવામાં આવી રહ્નાં છે. વધુમાં નિયમ વિરૂધ્ધમાં જેથી નિયમ વિરુદ્ધના મતદાન પ્રક્રિયા ઉપર જવાબદાર કમિટી અને જવાબદાર હોદ્દેદાર અંકુશ મુકવામાં નિષ્ફળ જાય તો સમગ્ર પ્રકરણ પોલીસ તંત્રની તપાસના દાયરામાં આવશે ઍવો ગર્ભિત ઈશારો શ્રી સચિનભાઈ (બાળા) દ્વારા કરવામાં આવ્યો છે.

Related posts

વાપી ડુંગરા આસારામ આશ્રમમાં સમર વિદ્યાર્થી શિબિર યોજાઈ

vartmanpravah

વલસાડની સરકારી ઈજનેરી કોલેજની જીટીયુ ઈન્‍ટર ઝોન વોલીબોલ સ્‍પર્ધામાં ઝળહળતી સફળતા

vartmanpravah

મતગણતરી અન્‍વયે 26-વલસાડ મતવિસ્‍તારમાં મતગણતરી સુપરવાઈઝર, મદદનીશ સુપરવાઈઝર અને માઈક્રો અબ્‍ઝર્વરોની તાલીમ યોજાઈ

vartmanpravah

સુંઠવાડ પાટિયા પાસે ઠેર ઠેર પડેલા ખાડાઓના કારણે ઓઈલ ભરેલ ટેન્‍કર પલ્‍ટી જતા રસ્‍તા ઉપર ઓઈલની નદીઓ વહેતી થઈ હતી

vartmanpravah

સંઘપ્રદેશમાં વધુમાં વધુ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડના દાયરામાં લાવવા દાનહ અને દમણના કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેવાયેલો નિર્ણય

vartmanpravah

પૂર્વ પ્રધાનમંત્રી ભારત રત્‍ન સ્‍વ. અટલ બિહારી વાજપેયીના જન્‍મ દિવસ નિમિત્તે દમણના વોર્ડ નં.6માં પુષ્‍પાંજલિ કાર્યક્રમનું આયોજન કરી ‘સુશાસન દિવસ’ની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment