બાંધકામની એન.ઓ.સી. માટે તલાટી કેવલ શાહે અરજદાર પાસેથી 50 હજારની લાંદચ માંગી હતી : એ.સી.બી.ના છટકામાં તલાટી ઝડપાયો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21
વાપી નજીક આવેલ વટાર ગામનો તલાટી એ.સી.બી.ના છટકામાં 50 હજારની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયો હતો. જેલ મુક્ત થવા માટે તલાટીએ સેસન્સ કોર્ટમાં અરજી કરી હતી. નામદાર કોર્ટે તલાટીની જામીન અરજી નામંજૂર કરતો હૂકમ કર્યો હતો.
વાપી નજીક આવેટ વટાર ગ્રા.પં.માં તલાટી તરીકે ફરજ બજાવતા કેવલ શાહે બાંધકામની એન.ઓ.સી. પેટે અરજદાર પાસે 50 હજાર લાંચ માંગી હતી. અરજદારે લાંચ નહી આપતા એ.સી.બી.માં ફરિયાદ દાખલ કરી હતી. વલસાડ ખાતે છટકુ ગોઠવીને એ.સી.બી.એ કેવલ શાહને 50 હજારની લાંચ લેતો ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. તલાટી કેવલ શાહે જેલ મુક્ત થવા માટે વલસાડ સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. શનિવારે કોર્ટમાં હાથ ધરાયેલ સુનાવણીમાં ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો ન્યાયમૂર્તિ એમ.આર. શાહે ગ્રાહ્ય રાખીને તલાટી કેવલ શાહની જામીન અરજી નામંજૂર કરી હતી.