Vartman Pravah
Breaking Newsવાપી

વાપી વટાર ગ્રામ પંચાયતના 50 હજારની લાંચમાં ઝડપાયેલ તલાટીના સેસન્‍સ કોર્ટે જામીન નામંજૂર કર્યા

બાંધકામની એન.ઓ.સી. માટે તલાટી કેવલ શાહે અરજદાર પાસેથી 50 હજારની લાંદચ માંગી હતી : એ.સી.બી.ના છટકામાં તલાટી ઝડપાયો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.21
વાપી નજીક આવેલ વટાર ગામનો તલાટી એ.સી.બી.ના છટકામાં 50 હજારની લાંચ લેતા એ.સી.બી.ના હાથે ઝડપાયો હતો. જેલ મુક્‍ત થવા માટે તલાટીએ સેસન્‍સ કોર્ટમાં અરજી કરી હતી. નામદાર કોર્ટે તલાટીની જામીન અરજી નામંજૂર કરતો હૂકમ કર્યો હતો.
વાપી નજીક આવેટ વટાર ગ્રા.પં.માં તલાટી તરીકે ફરજ બજાવતા કેવલ શાહે બાંધકામની એન.ઓ.સી. પેટે અરજદાર પાસે 50 હજાર લાંચ માંગી હતી. અરજદારે લાંચ નહી આપતા એ.સી.બી.માં ફરિયાદ દાખલ કરી હતી. વલસાડ ખાતે છટકુ ગોઠવીને એ.સી.બી.એ કેવલ શાહને 50 હજારની લાંચ લેતો ઝડપી પાડી જેલ ભેગો કર્યો હતો. તલાટી કેવલ શાહે જેલ મુક્‍ત થવા માટે વલસાડ સેસન્‍સ કોર્ટમાં જામીન અરજી કરી હતી. શનિવારે કોર્ટમાં હાથ ધરાયેલ સુનાવણીમાં ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો ન્‍યાયમૂર્તિ એમ.આર. શાહે ગ્રાહ્ય રાખીને તલાટી કેવલ શાહની જામીન અરજી નામંજૂર કરી હતી.

Related posts

ધરમપુર વ્‍યાસઆશ્રમ ખાતે દિપકસિંહ દેસાઈનો નિવૃત્તિ સન્‍માન સમારંભ યોજાયો

vartmanpravah

દમણવાડાના પ્રાચીન સ્‍વયંભૂ પ્રગટ સોપાની માતા મંદિરના પટાંગણમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વાપી કરમબેલા હાઈવે ટચ 24 ગુંઠા જમીન માટે વિવાદ : માપણી માટે સર્વેયર અને પોલીસ ટીમ ધસી ગઈ

vartmanpravah

સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ કોરોના મુક્‍ત બન્‍યોઃ પ્રદેશમાં એક પણ પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

ધરમપુરમાં‘મહેકે માતૃભાષા’ અંતર્ગત કવિ સંમેલન સાથે માતૃભાષા મહોત્‍સવ ઉજવાયો

vartmanpravah

તા.30મીએ તમાકુ નિયત્રણ કમિટિની બેઠક મળશે

vartmanpravah

Leave a Comment