June 15, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડ

ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરો પર તંત્રનો છૂપો આશીર્વાદ !

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ (મહેન્‍દ્ર યાદવ)
ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરોની હાટડીઓ ફરીથી ધમધમતી થઈ છે. બોગસ ડોકટરો આદિવાસી દરદીઓના આરોગ્‍ય સાથે સરેઆમ ચેડાં કરી રહ્યાનું જાણતા હોવા છતાં તંત્ર કુંભકર્ણી નિંદ્રામાંથી જાગતું નથી. અખબારી અહેવાલોમાં પ્રકાસીત થાય ત્‍યારે દેખાવટી કાર્યવાહી કરવામાં આવે છે ત્‍યારબાદ તંત્ર આંખ આડે કાન કરી સબ સલામત હોવાનું બણગાં ફૂંકે છે. બોગસ ડોકટરોનું દવાખાનુંબંધ કરાવવામાં તંત્રને રસ ન હોય તેમ સ્‍પષ્ટ થઈ રહ્યું છે !
અગાઉ બોગસ ડોકટરોનો અહેવાલ અખબારોમાં પ્રકાશિત થયું હતું ત્‍યારે વલસાડ ડીડીઓ મનીષ ગુરુવાણીએ સત્‍યતા જાણવા આરોગ્‍ય તંત્રને આદેશ આપ્‍યો હતો. જે બાદ આરોગ્‍ય વિભાગે ધરમપુર પોલીસની મદદ લઈ તપાસ કરી હતી. જેમાં કેટલાક બોગસ ડોકટરો ઝડપાઈ આવ્‍યા હતા તે સમયે તંત્રનો સપાટો પડતા વિસ્‍તારમાં કાર્યરત અનેકો બંગાળી બોગસ ડોકટરો પલાયન થઈ ગયા હતા. જ્‍યારે અંતરિયાળ વિસ્‍તરોમાં કેટલાક બોગસ ડોકટરો લોકલ હોવાને કારણે પોતાની ઘરે ચોરી-છુપે દવાખાનું ચલાવતા હતા. તંત્રના સપાટાને ઘણા દિવસો થઈ ગયા બાદ મામલો ઠંડો પડતા ધરમપુર તાલુકામાં બોગસ ડોકટરોની ફરીથી હાટડી જામી છે. ધરમપુરના હનુમતમાળ પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની નજીકમાં જ ધરમપ ર વિસ્‍તાર તરફ મિથુન શ્રીવાસ્‍તવ નામક એક બોગસ ડોકટર બેરોકટોક દવાખાનું ચલાવી રહ્યો છે. દવાખાનામાં આદિવાસી દરદીઓને દાખલ કરી બોટલો પણ ચઢાવે છે. પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની નજીકમાં જ આ દવાખાનું ધમધમતું હોવાને કારણે અહીં બોગસ ડોકટરો પર વલસાડ જિલ્લા વહીવટી તંત્રનો છૂપો આશીર્વાદ હોય તેમ શિક્ષિત લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Related posts

વાપી વીઆઈએ  ગ્રાઉન્ડ ખાતે ૭૭મા સ્વાતંત્ર્ય પર્વની કરાયેલી ઉજવણી

vartmanpravah

સેલવાસ સ્‍માર્ટ સીટી બસની એક મહિલા કંડક્‍ટરે કરેલી આત્‍મહત્‍યાઃ સ્‍માર્ટ સીટી બસનો વહીવટ શંકાના દાયરામાં

vartmanpravah

દમણમુસ્‍લિમ સમાજનો ક્રિકેટ મહાકુંભ ડીએમપીએલ-ર પૂરજોશમાં : 6 માર્ચે ફાઈનલ મેચ રમાશે

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરનો વિદ્યાર્થી જિલ્લા સ્‍તરની કરાટે સ્‍પર્ધામાં પ્રથમ આવ્‍યો

vartmanpravah

શિક્ષણ વિભાગ અનેડાયટના ઉપક્રમે આયોજીત સંઘપ્રદેશના નવનિયુક્‍ત પીજીટી-ટીજીટી શિક્ષકોના 10 દિવસીય પ્રશિક્ષણ શિબિરનું સમાપન

vartmanpravah

તા.૩૦મીએ પારડી ખાતે સુશાસન સપ્‍તાહ અંતર્ગત રોજગાર/એપ્રેન્‍ટીસ એનાયતપત્ર વિતરણ કરાશે

vartmanpravah

Leave a Comment