October 16, 2026
Vartman Pravah
Breaking Newsદમણદેશ

દમણ જિલ્લાના મહત્તમ રસ્‍તાઓની હાલત જર્જરીત : ચોમાસા પહેલા રસ્‍તાઓની હાલત સુધરશે?

દમણના મોટાભાગના ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓની સ્‍થિતિ પણ દયનીય

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.21
ચોમાસાની વિદાયને ચાર મહિના પૂર્ણ થઈ ગયા છે અને હવે ચોમાસાની નવી મોસમ શરૂ થવાના આડે બે-અઢી મહિનાનો સમય જ બચ્‍યો છે. ત્‍યારે દમણના મોટા ભાગના રસ્‍તાઓ જર્જરીત બની ચૂક્‍યા છે. આ રસ્‍તાઓની મરામત અથવા નવા નિર્માણનું કામ તાકીદે શરૂ થવું જોઈએ એવી માંગ પ્રબળ બની છે.
મોટી દમણના ઘડિયાળ સર્કલથી લઈ બામણપૂજા બોર્ડર સુધી રસ્‍તો ત્રાસજનક રીતે ખાડા-ખાબોચીયાવાળો બની ચૂક્‍યો છે. દમણ જિલ્લાના મોટા ભાગના ગ્રામ્‍ય વિસ્‍તારના રસ્‍તાઓની સ્‍થિતિ સારી નથી. નાની દમણ શહેરના રોડ પણ બગડી ચૂકેલા છે અને હવે ચોમાસાની ઋતુ શરૂ થવાને આડે માંડ બે-અઢી મહિનાનો સમય બચ્‍યો છે ત્‍યારેરસ્‍તાનું કામ વહેલી તકે શરૂ કરવામાં આવે એવી માંગ પ્રબળ બની છે.

Related posts

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવમાં “રન ફોર સેવ યુથ એન્ડ સેવ નેશન” માટે ભવ્ય કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ મધ્‍યમાં આવેલા 120 આવાસનો 50 ફૂટ લાંબો સ્‍લેબ તૂટી પડતા દોડધામ મચી ઉઠી

vartmanpravah

પારડી અરનાલા પાટી કોલકનો કોઝવે ત્રણ દિવસથી પાણીમાં ગરકાવ

vartmanpravah

વાપી નગરપાલિકાની ચૂંટણીમાં મતદાર રાજાએ ખરેખર રાજા બનવુ પડશે

vartmanpravah

દમણ ન.પા.ના કાઉન્‍સિલર ચંદ્રગીરી ઈશ્વરની સંવેદનશીલપહેલથી લાચાર વૃદ્ધાનો સહારો બનેલું આયુષ્‍યમાન કાર્ડઃ પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગરીબલક્ષી નીતિથી દેશની ઓર એક વૃદ્ધાને મળેલું સ્‍વાવલંબી નવજીવન

vartmanpravah

ઉમરગામ પાલિકાના વિકાસની રફતાર તેજ

vartmanpravah

Leave a Comment