September 12, 2026
Vartman Pravah
Breaking Newsદમણ

દમણમાં ડુપ્‍લીકેટ નંબર પ્‍લેટ સાથેની એક રેનોલ્‍ટ ડસ્‍ટર કાર જપ્ત : આરોપીની ધરપકડ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.22
તા.ર0મી માર્ચ, ર0રરના રોજ એક ફરીયાદીએપોતાની ફરીયાદમાં જણાવ્‍યું હતું કે, તેમની પાસે એક ફોર વ્‍હીલર રેનોલ્‍ટ ડસ્‍ટર ગાડી નંબર ડીડી-03-જે-2317 છે. કોઈ અજ્ઞાત વ્‍યક્‍તિ અન્‍ય રેનોલ્‍ટ ડસ્‍ટર ગાડીમાં આજ નંબર પ્‍લેટનો ઉપયોગ કરી રહ્યો છે. જે અંગેની ગંભીરતા લઈ પોલીસ આ મામલાની તપાસ કરતા ડીડી-03-જે-2317 નંબરની ગાડીને જપ્ત કરી અને તે ગાડીના ચેસીસ નંબર અને એન્‍જીન નંબરથી જાણ થઈ કે ગાડીનું ઓરીજનલ એન્‍જીન નંબર જીજે-1પ-જેએન-2016 છે. જેના આધાર નાની દમણ પોલીસે યુ/એસ 467, 471,482,201 અને આઈપીસી અને મોટર વ્‍હીકલ એક્‍ટની ધારા179 મુજબ ગુનો દાખલ કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આગળની કાર્યવાહીને ધ્‍યાનમાં રાખી ગુનામાં સામેલ ઈસમ નામે બબલુ જંગી વર્મા (ઉંમર-46 વર્ષ, રહે. બરુડીયા, શેરી, નાની દમણ મૂળ રહે. બાંદા ઉત્તરપ્રદેશ)ની ધરપકડ કરવામાં આવી હતી અને આરોપીને દમણ કોર્ટમાં રજૂ કરતા વિદ્વાન ન્‍યાયાધીશે તા.23/03/2022 સુધી પોલીસ કસ્‍ટડી મંજૂર કરી છે. આ બાબતે આગળની વધુ તપાસ દમણ પોલીસ કરી રહી છે.

Related posts

દાનહ-સાયલી ગામે અજાણ્‍યો યુવાન બેહોશીની હાલતમા મળી આવ્‍યો

vartmanpravah

આજે દમણ જિ.પં.ના પ્રમુખની ચૂંટણી : છેવટે નવિનભાઈ પટેલના નસીબ આડેનું પાંદડું હટે એવી સંભાવના

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર ગુંદલાવ બ્રિજ ઉપર ત્રણ વાહનો વચ્‍ચે વિચિત્ર અકસ્‍માત સર્જાયો

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠકના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દીવ જિલ્લાથી પણ ભરેલું ઉમેદવારી પત્રક

vartmanpravah

વલસાડ ખેરગામ રોડ ઉપર બે બાઈક ભટકાતા ગમખ્‍વાર અકસ્‍માત : એકનું મોત બે ઘાયલ

vartmanpravah

નવેમ્‍બરના અંતમાં પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની સંઘપ્રદેશ મુલાકાતનો ગોઠવાતો તખ્‍તોઃ સંઘપ્રદેશના લોકો આવકારવા આતુર

vartmanpravah

Leave a Comment